Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Mansukh Vasava : 7મી વખત ટિકિટ મળતા મનસુખ વસાવાનું ભવ્ય સ્વાગત, કહી આ વાત!

ભરૂચના (Bharuch) સાંસદ મનસુખ વસાવાને (Mansukh Vasava) ભરૂચ બેઠક પર સતત 7મી વખત ટિકિટ આપવામાં આવી છે. ભાજપે વધુ એક વખત ટિકિટ આપતા મનસુખ વસાવાએ ખુશી વ્યક્ત કરી હતી. જ્યારે ભરૂચથી રાજપીપળા (Rajpipala) આવતા કાળા ઘોડા પાસે મનસુખ વસાવાનું કાર્યકર્તાઓ...
mansukh vasava   7મી વખત ટિકિટ મળતા મનસુખ વસાવાનું ભવ્ય સ્વાગત  કહી આ વાત
Advertisement

ભરૂચના (Bharuch) સાંસદ મનસુખ વસાવાને (Mansukh Vasava) ભરૂચ બેઠક પર સતત 7મી વખત ટિકિટ આપવામાં આવી છે. ભાજપે વધુ એક વખત ટિકિટ આપતા મનસુખ વસાવાએ ખુશી વ્યક્ત કરી હતી. જ્યારે ભરૂચથી રાજપીપળા (Rajpipala) આવતા કાળા ઘોડા પાસે મનસુખ વસાવાનું કાર્યકર્તાઓ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

ભારતીય જનતા પાર્ટીએ (BJP) 2 ફેબ્રુઆરીનાં મોડી સાંજે લોકસભાની ચૂંટણી (Lok Sabha Election) માટે 195 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી. આ યાદી મુજબ, ભરૂચના સાંસદ મનસુખ વસાવાને (Mansukh Vasava) ભરૂચ બેઠક પર સતત 7મી વખત ટિકિટ આપવામાં આવી છે. આથી મનસુખ વસાવાએ ખુશી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે, PM મોદીએ મારા પર ફરી વિશ્વાસ મૂક્યો તે બદલ આભાર. આ સાથે મનસુખ વસાવાએ વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું કે, આ ચૂંટણી પણ જંગી લીડથી જીતીશું. દરમિયાન ભરૂચથી (Bharuch) રાજપીપળા આવતા કાળા ઘોડા પાસે મનસુખ વસાવાનું કાર્યકર્તાઓ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

Advertisement

આતિષબાજી અને ડીજે સાથે સાંસદનું ભવ્ય સ્વાગત

Advertisement

આ પ્રસંગે ભાજપના કાર્યકર્તાઓ દ્વારા ફટાકડા ફોડી આતિષબાજી કરવામાં આવી હતી. મનસુખ વસાવાએ રાજપીપળાના હરસિદ્ધિ મંદિરે (Harsiddhi Temple) દર્શન કર્યા હતા અને માતાજીના આશીર્વાદ લીધા હતા. આ પ્રસંગે સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યુ હતું, ભારતીય જનતા પાર્ટીએ (BJP) મારાં પર વિશ્વાસ મૂકી સાતમી વાર ભરૂચની બેઠક ફાળવી છે એ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ (PM Narendra Modi) અને પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટિલ સાહેબનો આભાર માનું છું. તેમણે આગળ કહ્યું હતું કે, છઠ્ઠી ટર્મની જેમ સાતમી વખતે પણ ભરૂચ લોકસભાની મતદાર જનતા મને જંગી બહુમતીથી જીતાડશે એવો મને વિશ્વાસ છે.

'ભરૂચ લોકસભા પણ 5 લાખથી વધુ મતોથી જીતીશું'

મનસુખ વસાવાએ કહ્યું કે, પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટિલ સાહેબે (C.R. Patil) રાજ્યની તમામ 26 લોકસભા બેઠકો જીતવાનો સંકલ્પ કર્યો છે. એમાં ભરૂચ લોકસભા પણ 5 લાખથી વધુ મતોથી જીતીશું. જીતનો વિશ્વાસ એટલા માટે છે કારણ કે સાત ધારાસભ્યોમાંથી છ ધારાસભ્ય ભાજપના છે. તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકામાં બધી જ જગ્યાએ સત્તા ભાજપ પાસે છે. આ સત્તા થકી અમે પ્રજાનાં કામો કર્યાં છે અને અમારું સંગઠન, પેજ પ્રમુખથી માંડીને શક્તિ કેન્દ્ર સુધી ખૂબ જ મજબૂત છે. સરકાર દ્વારા કરેલા કામોને કારણે અમે સાતમી વખત પણ પાંચ લાખ મતો કરતાં વધુથી જીતીશું તેવો સાંસદે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

આ પણ વાંચો - Rain in Gujarat : 77 તાલુકામાં માવઠાની ધડબડાટી, અંજારમાં સૌથી વધુ દોઢ ઇંચ વરસાદ, વીજળી પડતાં બેનાં મોત

Tags :
Advertisement

.

×