ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gandhinagar ના નવા મેયર બન્યા મીરા પટેલ, લાંબી રસાકસી બાદ નિર્ણય

ગાંધીનગર : લાંબા સમયથી ગુચવાયેલા કોકડાનો આખરે ઉકેલ આવી ચુક્યો છે. અનેક નામોની ચર્ચા અને 2 કલાક લાંબી ચાલેલી બેઠક બાદ આખરે ગાંધીનગરના નવા મેયર તરીકે મીરા પટેલના નામની નિમણૂંક થઇ ચુકી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અનેક નામોની ગાંધીનગરના...
01:24 PM Jun 18, 2024 IST | KRUTARTH JOSHI
ગાંધીનગર : લાંબા સમયથી ગુચવાયેલા કોકડાનો આખરે ઉકેલ આવી ચુક્યો છે. અનેક નામોની ચર્ચા અને 2 કલાક લાંબી ચાલેલી બેઠક બાદ આખરે ગાંધીનગરના નવા મેયર તરીકે મીરા પટેલના નામની નિમણૂંક થઇ ચુકી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અનેક નામોની ગાંધીનગરના...
New Mayor Of Gandhinagar

ગાંધીનગર : લાંબા સમયથી ગુચવાયેલા કોકડાનો આખરે ઉકેલ આવી ચુક્યો છે. અનેક નામોની ચર્ચા અને 2 કલાક લાંબી ચાલેલી બેઠક બાદ આખરે ગાંધીનગરના નવા મેયર તરીકે મીરા પટેલના નામની નિમણૂંક થઇ ચુકી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અનેક નામોની ગાંધીનગરના મેયર તરીકે ચર્ચા ચાલી રહી હતી. દોઢ કલાક સુધી સામાન્ય સભા ચાલુ થઇ શકી નહોતી. મેયર પદ માટે પ્રદેશમાંથી નામ નહીં આવ્યું હોવાના કારણે સામાન્ય સભા અટકી પડી હતી. સમગ્ર મામલે કોકડું ગુંચવાઇ ગયું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગાંધીનગરમાં મેયર, ડેપ્યુટી મેયર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના પદાધિકારીઓ મામલે અસમંજસની સ્થિતિ સર્જાઇ હતી. પ્રદેશ હાઇકમાન્ડ પણ કોના નામ પર મહોર મારવી તે મામલે અસમંજસની સ્થિતિમાં હતું. તેવામાં આખરે હવે મીરા પટેલને ગાંધીનગરના નવા નવા મેયર બનાવવામાં આવ્યા હતા. મીરા પટેલ વોર્ડ નંબર 10 ના કોર્પોરેટર છે. નટવરજી ઠાકોરને ગાંધીનગરના ડેપ્યુટી મેયર જાહેર કરવામાં આવ્યા છે. વોર્ડ નંબર 1 ના કોર્પોરેટર છે નટવરજી ઠાકોર.

Tags :
BJPGandhinagar CorporationGandhinagar Mayor Meera PatelGandhinagar Municipal CorporationGMCGujaratGujarat FirstMayor of GandhinagarMeera PatelMira Patelગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનગાંધીનગરના મેયરગાંધીનગરના મેયર મીરા પટેલમીરા પટેલ
Next Article