ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Mehsana : ધો. 8 માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ શાળામાં જ ગળેફાંસો ખાદ્યો

મહેસાણામાંથી (Mehsana) એક હચમચાવે એવી ઘટના સામે આવી છે. જિલ્લાનાં કડીનાં એક ગામની શાળામાં ધોરણ 8 માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ શાળામાં જ ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું છે. વિદ્યાર્થિનીનાં મૃતદેહને કડી કલ્યાપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં પીએમ અર્થે ખસેડીને કડી પોલીસે (Kadi...
10:35 AM Jul 13, 2024 IST | Vipul Sen
મહેસાણામાંથી (Mehsana) એક હચમચાવે એવી ઘટના સામે આવી છે. જિલ્લાનાં કડીનાં એક ગામની શાળામાં ધોરણ 8 માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ શાળામાં જ ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું છે. વિદ્યાર્થિનીનાં મૃતદેહને કડી કલ્યાપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં પીએમ અર્થે ખસેડીને કડી પોલીસે (Kadi...

મહેસાણામાંથી (Mehsana) એક હચમચાવે એવી ઘટના સામે આવી છે. જિલ્લાનાં કડીનાં એક ગામની શાળામાં ધોરણ 8 માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ શાળામાં જ ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું છે. વિદ્યાર્થિનીનાં મૃતદેહને કડી કલ્યાપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં પીએમ અર્થે ખસેડીને કડી પોલીસે (Kadi Police) આત્મહત્યા પાછળનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.

વિદ્યાર્થિનીએ શાળામાં ગળે ફાંસો લગાવી જીવ ટુંકાવ્યો

ધો. 8 ની વિદ્યાર્થિનીએ શાળામાં જ ગળે ફાંસો ખાદ્યો

મહેસાણા (Mehsana) જિલ્લાના કડી તાલુકાના કલ્યાણપુરા રોડ પર બાવલું પોલીસ મથક હદ વિસ્તારમાં (Bavlu police station area) આપઘાતનો એક બનાવ બન્યો છે. વિસ્તારમાં આવેલ એક શાળામાં ધો. 8 માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ શાળામાં જ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. પ્રાથમિક માહિતી મુજબ, વિદ્યાર્થિની રોજની જેમ બપોરે શાળાએ પહોંચી હતી. જો કે, સાંજે શાળા છૂટ્યા બાદ વિદ્યાર્થિની ઘરે પહોંચી નહોતી. મોડે સુધી વિદ્યાર્થિની ઘરે ના પહોંચતા પરિવાર ચિંતામાં મૂકાયો હતો.

કડી કલ્યાણપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મૃતદેહને ખસેડ્યો

પરિવારે શાળામાં તપાસ કરતાં વિદ્યાર્થિનીનો મૃતદેહ મળ્યો

વિદ્યાર્થિનીનાં પરિવારે શાળામાં તપાસ કરતાં વિદ્યાર્થિની એ આત્મહત્યા કરી હોવાની સ્થિતિમાં મૃતદેહ મળી આવ્યો હતો. આ મામલે કડી પોલીસને જાણ કરવામાં આવી હતી. આથી, પોલીસની એક ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને વિદ્યાર્થિનીના મૃતદેહને કડી કલ્યાણપુરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (Kadi Kalyapur Primary Health Center) ખાતે પીએમ અર્થે મોકલવા કામગીરી હાથ ધરી હતી. વિદ્યાર્થિનીએ આત્મહત્યા કેમ કરી તે પાછળનું કારણ હાલ અકબંધ છે અને પોલીસે તે અંગે તપાસ હાથ ધરી છે. જો કે, વિદ્યાર્થિનીનાં આપઘાતથી પરિવાર સહિત ગ્રામજનોમાં શોકનો માહોલ છવાયો છે. જ્યારે, બીજી તરફ વિદ્યાર્થિનીએ આપઘાત કર્યો છે કે પછી તેની હત્યા કરવામાં આવી છે ? તેને લઈને પણ લોકોમાં સવાલ છે.

 

આ પણ વાંચો - Ahmedabad : BJP નેતા વિરુદ્ધ પત્નીનાં ગંભીર આક્ષેપ- મારઝૂડ કરી મારી નાખવાની ધમકી આપે છે !

આ પણ વાંચો - Mehsana : બહુચરાજીમાં સવારે વિદ્યાર્થીઓથી ભરેલી સ્કૂલવાનમાં અચાનક ભભૂકી ઊઠી આગ

આ પણ વાંચો - Botad વહિવટી તંત્રની ઘોર બેદરકારી! રસ્તે રઝળતા મળ્યા ઓરીજનલ આધારકાર્ડ, જવાબદાર કોણ?

Tags :
Bavlu police station areaCrime NewsGujarat FirstGujarati NewsKadiKadi Kalyapur Primary Health CenterKadi PoliceKalyanpura roadMehsana
Next Article