ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Mehsana : ગામમાં વહી OIL ની નદી! ગ્રામજનોમાં આક્રોશ, આપી આંદોલનની ચીમકી

મહેસાણાના (Mehsana) જોટાણાના સૂરજ ગામમાં ઓઇલની નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. ખરેખર ONGC ની ઓઈલની પાઇપલાઈનમાં લીકેજ (ONGC's Oil Pipeline leaked) થતાં હજારો લિટર ઓઈલ ગામનાં મુખ્ય રસ્તા અને તળાવનાં પાણીમાં ભળી ગયું હતું. ગ્રામજનોએ આક્રોશ વ્યક્ત કરતા...
09:03 PM Jul 17, 2024 IST | Vipul Sen
મહેસાણાના (Mehsana) જોટાણાના સૂરજ ગામમાં ઓઇલની નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. ખરેખર ONGC ની ઓઈલની પાઇપલાઈનમાં લીકેજ (ONGC's Oil Pipeline leaked) થતાં હજારો લિટર ઓઈલ ગામનાં મુખ્ય રસ્તા અને તળાવનાં પાણીમાં ભળી ગયું હતું. ગ્રામજનોએ આક્રોશ વ્યક્ત કરતા...

મહેસાણાના (Mehsana) જોટાણાના સૂરજ ગામમાં ઓઇલની નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. ખરેખર ONGC ની ઓઈલની પાઇપલાઈનમાં લીકેજ (ONGC's Oil Pipeline leaked) થતાં હજારો લિટર ઓઈલ ગામનાં મુખ્ય રસ્તા અને તળાવનાં પાણીમાં ભળી ગયું હતું. ગ્રામજનોએ આક્રોશ વ્યક્ત કરતા કહ્યું કે, રસ્તા પર ઓઇલ ફરી વળતા વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. સાથે જ તળાવમાંથી પાણી પીતા પશુઓનાં આરોગ્ય અને જળચર પ્રાણીઓના જીવને ગંભીર ખતરો ઊભો થયો છે. તળાવની સફાઈ કરી આપવા ગ્રામજનોએ માગ કરી છે અને આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

ગામના રસ્તો પર ઓઇલ ફરી વળ્યું.

હજારો લિટર ઓઇલ ગામના રસ્તા, તળાવમાં ફરી વળ્યું

માહિતી મુજબ, મહેસાણાનાં (Mehsana) જોટાણા તાલુકાનાં સૂરજ ગામે ONGC ની ઓઈલની પાઇપલાઈનમાં લીકેજ થતાં હજારો લિટર ઓઇલ ગામનાં રસ્તા, તળાવમાં ફરી વળ્યું હતું. ગામના રસ્તાઓ પર ઓઇલ ફરી વળતા વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકી થઈ છે. બીજી તરફ ગામનાં તળાવમાં ઓઇલ ભળી જતાં આખું તળાવ જાણે ઓઇલનું હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. ગ્રામજનોએ આક્રોશ વ્યક્ત કરતા કહ્યું કે, તળાવમાં પશુ-પક્ષીઓ પાણી પીતા હોય છે આથી તેમના આરોગ્યને ગંભીર ખતરો ઊભો થયો છે. જ્યારે તળાવમાં રહેતા જળચર પ્રાણીઓના જીવને પણ જોખમ ઊભું થયું છે.

તળાવમાં ઓઇલ ભળી જતાં પશુ-પક્ષીઓને જોખમ!

ઓઈલનું સામ્રાજ્ય ઊભું થતા ગ્રામજનો ત્રાહિમામ

ગામમાંથી પસાર થતી ONGC ની પાઇપલાઇનમાં લીકેજ થવાનાં કારણે ઓઈલનું સામ્રાજ્ય ઊભું થતા ગ્રામજનો ત્રાહિમામ પોકારી રહ્યા છે. ગામનાં અગ્રણીઓએ ONGC પર ગંભીર બેદરકારીનો આરોપ લગાવ્યો હતો. ગ્રામજનોએ આરોપ લગાવ્યો કે, રાત્રે અઢી વાગે ઓઈલ લીક થયાની જાણકારી ONGC ને અપાઈ હતી પરંતુ તેમ છતાં અત્યાર સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. ONGC ના અધિકારીઓએ માત્ર બેઠક કરી મુદ્દો ફગાવ્યા હોવાનો આરોપ ગ્રામજનોએ (Jotana) કર્યો હતો. ગામનાં અગ્રણીઓએ તળાવની ત્વરિત સફાઈ કરાવવા માગ કરી છે અને આ મુદ્દે જ્યાં સુધી યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે ત્યાં સુધી આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

 

આ પણ વાંચો - Ahmedabad : યુવતીએ Video બનાવી પોલીસ પર કર્યા ગંભીર આક્ષેપ, હવે પોલીસે પણ કરી સ્પષ્ટતા

આ પણ વાંચો - Kutch : સસ્પેન્ડેડ કોન્સ્ટેબલ નીતા ચૌધરી જેલ હવાલે, પૂછપરછમાં મોટા ખુલાસા થવાની વકી

આ પણ વાંચો - ATS Gujarat ટીમે કેમ સસ્પેન્ડેડ કૉન્સ્ટેબલ નીતા ચૌધરીને પકડવી પડી ?

Tags :
Gujarat FirstGujarati NewsJotanaMehsanaOil mixed in RiverONGC's Oil Pipeline leakSuraj Village
Next Article