Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Monsoon in Gujarat : આજે આ જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી, બે જળાશયો છલકાતાં હાઈ એલર્ટ!

Monsoon in Gujarat : રાજ્યમાં ચોમાસાએ માઝા મૂકી છે. વિવિધ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ થતાં ઠેર ઠેર પાણી ભરાયા છે. રહેણાક વિસ્તારોમાં પાણી ભરાતા જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. દરમિયાન, હવામાન વિભાગે (Meteorological Department) આગામી 5 દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની...
monsoon in gujarat   આજે આ જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી  બે જળાશયો છલકાતાં હાઈ એલર્ટ

Monsoon in Gujarat : રાજ્યમાં ચોમાસાએ માઝા મૂકી છે. વિવિધ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ થતાં ઠેર ઠેર પાણી ભરાયા છે. રહેણાક વિસ્તારોમાં પાણી ભરાતા જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. દરમિયાન, હવામાન વિભાગે (Meteorological Department) આગામી 5 દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. સાથે જ આજે રાજ્યમાં વરસાદને લઇ અલર્ટ જાહેર કરાયા છે.

Advertisement

આ જિલ્લાઓમાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી

હવામાન વિભાગે આજે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. રાજ્યનાં બનાસકાંઠા (Banaskantha), સાબરકાંઠા, અરવલ્લી, સુરત (Surat), નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં આજે અતિભારે વરસાદ પડી શકે છે. આ સાથે આજે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. સુરેન્દ્રનગર, રાજકોટ (Rajkot), અમરેલી, ભાવનગર, બોટાદ સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદ ખાબકવાની આગાહી (Monsoon in Gujarat) છે.

Advertisement

સરદાર સરોવરમાં 50 ટકા, 206 જળાશયોમાં 32 ટકાથી વધુ જળસંગ્રહ

ઉપરાંત, અમદાવાદ (Ahmedabad) અને ગાંધીનગરમાં (Gandhinagar) પણ આજે ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. જ્યારે આવતીકાલે સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે. તેમ હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું હતું. જળાશયોની વાત કરીએ તો રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં (Sardar Sarovar) 50 ટકાથી વધુ જળસંગ્રહ થયો છે. સરદાર સરોવરમાં હાલમાં 1,69,240 MCFT એટલે કે કુલ સંગ્રહ શક્તિના 50.66 ટકા જેટલો જળસંગ્રહ, જ્યારે રાજ્યનાં કુલ 206 જળાશયોમાં 1,81,947 MCFT એટલે કે કુલ સંગ્રહ શક્તિનાં 32.48 ટકા જેટલો જળસંગ્રહ નોંધાયો છે. સૌરાષ્ટ્રના બે જળાશયો વાંસલ અને વઘાડિયા સંપૂર્ણ છલકાતાં હાઈ એલર્ટ જાહેર કરાયું છે. તેમ જળસંપત્તિ વિભાગનાં અહેવાલમાં જણાવાયું છે.

Advertisement

આ પણ વાંચો - Rain in Gujarat : 24 કલાકમાં 178 તાલુકામાં ભારેથી અતિભારે વરસાદ, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ

આ પણ વાંચો - Godhra શહેરમાં ખાડાનું સામ્રાજ્ય, રાહદારીઓ ભોગવી રહ્યા છે ભારે હાલાકી

આ પણ વાંચો - PORBANDAR : શું ઘેડમાં પુરથી ધોરણ 10 ની પૂરક પરીક્ષાના વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગડશે ?

Tags :
Advertisement

.