BHARUCH બેઠક પર ફસાયો પેચ.. ભાઇ-બહેનની પ્રતિક્રિયાથી રાજકારણ ગરમાયું
લોકસભાની ચૂંટણી (Lok Sabha Elections) પહેલા ગુજરાત કોંગ્રેસમાં (Gujarat Congress) ભારે ઘમાસાન જોવા મળી રહ્યું છે. એક તરફ કેટલાક નેતાઓ પાર્ટી છોડીને ભાજપનો કેસરિયો ધારણ કરી રહ્યા છે ત્યારે બીજી તરફ કેટલાક નેતાઓ પાર્ટી હાઈકમાન્ડથી નારાજ હોવાની વાતો સામે આવી રહી છે. ત્યારે હવે ગુજરાત કોંગ્રેસને લઈ સૌથી મોટા સમાચાર આવ્યા છે. સ્વ. અહેમદ પટેલનો (Ahmed Patel) પરિવાર કોંગ્રેસ હાઈકમાન્ડથી નારાજ હોય તેવું જાણવા મળ્યું છે. મુમતાઝ પટેલે (Mumtaz Patel) પહેલી વખત મીડિયા સમક્ષ નારાજગી વ્યક્ત કરી છે. બીજી તરફ મુમતાઝ પટેલના ભાઇએ ટ્વિટ કરી રાહુલ ગાંધીને સંબોધતા કહ્યું છે કે અમારી વાતનું સમર્થન કરી મારુ અને મારા ભરુચના કોંગ્રેસના કાર્યકરોનું સન્માન વધાર્યું છે. હું તમને વચન આપું છું કે હું ભરુચ લોકસભા જીતીને તમારા વિશ્વાસ પર ખરો ઉતરીશ.
મુમતાઝ પટેલે પહેલી વખત મીડિયા સમક્ષ પોતાની નારાજગી વ્યક્ત કરી
ગુજરાત કોંગ્રેસમાં (Gujarat Congress) વર્ષો સુધી સેવા આવનારા જાણીતા અને દિવગંત નેતા અહેમદ પટેલનો પરિવાર હવે કોંગ્રેસ હાઈકમાન્ડથી જ નારાજ હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. I.N.D.I. ગઠબંધન વચ્ચે મુમતાઝ પટેલે આમ આદમી પાર્ટીને (AAP) આડેહાથ લીધી છે. મુમતાઝ પટેલે (Mumtaz Patel) પહેલી વખત મીડિયા સમક્ષ પોતાની નારાજગી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, ડેડીયાપાડા સિવાય ક્યાંય AAP નું અસ્તિત્વ નહીં. ભરૂચ લોકસભામાં 7 વિધાનસભા બેઠકોનો સમાવેશ થાય છે અને ચૈતર વસાવાનો (Chaitar Vasava) દબદબો માત્ર ડેડીયાપાડ બેઠક પર જ છે. બાકીની 6 વિધાનસભા બેઠકો પર કોંગ્રેસ મજબૂત છે.
'મારું જ નહીં પરંતુ હજારો કાર્યકર્તાઓનું દિલ તૂટી જશે'
તેમણે આગળ કહ્યું કે, AAP એ કોંગ્રેસના મતબેંકથી ભરૂચ (Bharuch) પર જીતવા ગઠબંધન ઈચ્છે છે. ભરૂચમાં કોંગ્રેસ જ મજબૂત છે તો પછી AAP ને બેઠક કેમ આપવામાં આવે ? મુમતાજ પટેલે આગળ કહ્યું કે, આ બેઠકને લઈને કોંગ્રેસ-AAP વચ્ચે વાતચીત ચાલી રહી છે અને અમને આશા છે કે ભરૂચની (Bharuch) બેઠક કોંગ્રેસની પાસે જ રહે. જો એવું નહીં થાય તો મારું જ નહીં પરંતુ હજારો કાર્યકર્તાઓનું દિલ તૂટી જશે. આ સાથે મુમતાઝે (Mumtaz Patel) કહ્યું કે, પાર્ટી હાઈ કમાન્ડનો જે પણ નિર્ણય હશે તેનું અમે સન્માન કરીશું. પરંતુ હું નારાજ થઈને પાર્ટી છોડીને કોઈ બીજી પાર્ટીમાં નહીં જાઉ. હું અહીં જ રહીશ. કોંગ્રેસ પાર્ટી સાથે મારી વિચારધારા જોડાયેલી છે. ઉલ્લેખનીય છે કે, ભરૂચ (Bharuch) બેઠકને લઈને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે મામલો ગૂંચવાયો છે. અગાઉ આ બેઠક પરથી કોંગ્રેસના દિવંગત નેતા અહેમદ પટેલ (Ahmed Patel) ચૂંટણી લડ્યા હતા. ત્યારે આ બેઠક સાથે ભાવાત્મક સંબંધ હોવાથી સ્વ. અહેમદ પટેલના સંતાનો આમ આદમી પાર્ટીને આપવા નથી માંગતા.
કોંગ્રેસ-AAP વચ્ચે ભરૂચની બેઠક ફસાયેલા પેચ વચ્ચે ફૈઝલ પટેલનું ટ્વિટ
બીજી તરફ મુમતાઝ પટેલના ભાઇ ફૈઝલ પટેલે રાહુલ ગાંધીને સંબોધન કરીને ટ્વિટ કર્યું છે કે તમે મારી અને ભરુચ કોંગ્રેસના કાર્યકર્તાઓની વાત સાંભળી. અમારી વાતનું સમર્થન કરીને મારુ અને મારા ભરુચ કોંગ્રેસના કાર્યકરોનું સન્માન વધાર્યું છે. હું તમને વચન આપું છું કે હું ભરુચ લોકસભા જીતીને તમારા વિશ્વાસ પર ખરો ઉતરીશ. ફૈઝલ પટેલના આ ટ્વિટથી રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. તેમને રાહુલ ગાંધીએ ટિકીટનું કન્ફર્મ કરી દીધું છે ? તે સવાલ સ્થાનિક રાજકારણમાં પુછાઇ રહ્યો છે.
આ પણ વાંચો - Jail Bhajiya House : ગાંધી આશ્રમ બાદ ‘જેલ ભજીયા હાઉસ’ ને રૂ. 2.40 કરોડના ખર્ચે અપાશે હેરિટેજ લુક, જાણો વિશેષતા
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ



