Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

MUNDRA POLICE : મુંદ્રા પોલીસની અનોખી પહેલ, બોર્ડના પરીક્ષાર્થીઓ માટે કરી આ ખાસ વ્યવસ્થા

રાજ્યભરમાં આજથી ધો.10 અને 12 ની બોર્ડની પરીક્ષાનો (board exams 2024) પ્રારંભ થયો છે. રાજ્યભરમાંથી 15 લાખથી વધુ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપી રહ્યા છે. ધોરણ 10માં 9,17,687 વિધાર્થીઓ અને ધો. 12 સામાન્ય પ્રવાહમાં 4,89,279 વિદ્યાર્થી અને ધો. 12 વિજ્ઞાન પ્રવાહમાં...
mundra police   મુંદ્રા પોલીસની અનોખી પહેલ  બોર્ડના પરીક્ષાર્થીઓ માટે કરી આ ખાસ વ્યવસ્થા
Advertisement

રાજ્યભરમાં આજથી ધો.10 અને 12 ની બોર્ડની પરીક્ષાનો (board exams 2024) પ્રારંભ થયો છે. રાજ્યભરમાંથી 15 લાખથી વધુ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપી રહ્યા છે. ધોરણ 10માં 9,17,687 વિધાર્થીઓ અને ધો. 12 સામાન્ય પ્રવાહમાં 4,89,279 વિદ્યાર્થી અને ધો. 12 વિજ્ઞાન પ્રવાહમાં 1,32,073 વિદ્યાર્થી પરીક્ષા આપી રહ્યા છે. બોર્ડની પરીક્ષાને લઈ રાજ્યભરમાં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. તમામ કેન્દ્રો પર CCTV કેમેરા, પ્રશ્નપત્રો માટે સ્ટ્રોન્ગ રૂમની (strong room) વ્યવસ્થા, પરીક્ષાર્થીઓને કેન્દ્ર સુધી જવા કોઈ મુશ્કેલી ન થાય તે માટેની વ્યવસ્થા કરાઈ છે. ત્યારે, મુંદ્રા પોલીસ (MUNDRA POLICE) દ્વારા અંતરિયાળ ગામોના વિદ્યાર્થીઓ માટે અનોખી વ્યવસ્થા કરવામાં આવી છે.

પરીક્ષાર્થીઓનું પોલીસે ચોકલેટ આપી સ્વાગત કર્યું.

Advertisement

મળતી માહિતી મુજબ, બોર્ડની પરીક્ષાને લઈને મુંદ્રા પોલીસે (MUNDRA POLICE) વાહનની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. અંતરિયાળ ગામોના વિદ્યાર્થીઓ માટે બસ સ્ટેશન, પીકઅપ સ્ટેન્ડ ખાતે PCR મોબાઇલ વાનની સુવિધા ઊભી કરવામાં આવી છે. ઉપરાંત, મુંદ્રા પોલીસે હેન્ડીકેપ અને અશક્ત વિદ્યાર્થીઓને કલાસ સુધી પહોંચાડવા માટે પણ વાહનની વ્યવસ્થા કરી છે. જ્યારે, બોર્ડ પરીક્ષાના પહેલા દિવસે તમામ પરીક્ષા સેન્ટરો પર પોલીસે પરીક્ષાર્થીઓને કુમકુમ તિલક કરીને મોઢું મીઠું કરાવી પરીક્ષા માટે શુભેચ્છા પાઠવી હતી. મુંદ્રા પોલીસે અંતરિયાળ ગામોમાંથી આવતા વિદ્યાર્થીઓને મુશ્કેલી ન પડે અને સ્કૂલે સમયસર પહોંચી જાય તે માટે વાહનની વ્યવસ્થા કરી છે.

Advertisement

પરીક્ષાર્થીઓને પોલીસે તિલક લગાવી શુભેચ્છા પાઠવી

જણાવી દઈએ કે, રાજ્યભરમાં ધો.10, 12ની બોર્ડની પરીક્ષા માટે 140 જેટલા સ્ટ્રોંગ રૂમ (strong room) ઊભા કરાયા છે. આ સ્ટ્રોંગ રૂમમાંથી અધિકારીઓની હાજરીમાં પ્રશ્નપત્રો કેન્દ્ર પર મોકલાશે. તમામ સ્ટ્રોંગ રૂમની બહાર રાઉન્ડ ધ ક્લોક પોલીસ બંદોબસ્ત ગોઠવાવામાં આવ્યો છે. અમદાવાદમાં (Ahmedabad) બાર જેટલા સ્ટ્રોંગ રૂમ પરથી પેપરો સેન્ટર ખાતે લઈ જવામાં આવ્યા હતા.

આ પણ વાંચો - Botad Police : બોટાદ પોલીસની સરાહનીય કામગીરી

આ પણ વાંચો - Gujarat Board Exams : આજથી રાજ્યમાં ધોરણ 10 અને 12 ની પરીક્ષાનો પ્રારંભ

આ પણ વાંચો - છોટાઉદેપુર : રાજ્યભરમાં આવતી કાલથી ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષા શૂરું

Tags :
Advertisement

.

×