Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Nita Ambani : જામનગરના લાલપુરમાં પહોંચ્યાં નીતા અંબાણી, બાંધણી કેન્દ્રની મહિલાઓને પૂછ્યું 'કેમ છો બધા?'

દેશના ટોચના ઉદ્યોગપતિ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના પત્ની નીતા અંબાણી (Mukesh Ambani) ગઈકાલે ગુજરાતની મુલાકાતે હતા. સોમવારે સાંજે નીતા અંબાણી (Nita Ambani) એકાએક જામનગરના લાલપુર ગામે પહોંચ્યા હતા. અહીં, નીતા અંબાણીએ બાંધણી કેન્દ્રની મુલાકાત લીધી હતી. નીતા અંબાણીએ...
nita ambani   જામનગરના લાલપુરમાં પહોંચ્યાં નીતા અંબાણી  બાંધણી કેન્દ્રની મહિલાઓને પૂછ્યું  કેમ છો બધા
Advertisement

દેશના ટોચના ઉદ્યોગપતિ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના પત્ની નીતા અંબાણી (Mukesh Ambani) ગઈકાલે ગુજરાતની મુલાકાતે હતા. સોમવારે સાંજે નીતા અંબાણી (Nita Ambani) એકાએક જામનગરના લાલપુર ગામે પહોંચ્યા હતા. અહીં, નીતા અંબાણીએ બાંધણી કેન્દ્રની મુલાકાત લીધી હતી. નીતા અંબાણીએ કેન્દ્રની બહેનો સાથે 'કેમ છો બધા?' કહીને સંવાદની શરૂઆત કરી હતી. જણાવી દઈએ કે લાલપુર પંથકમાં રિલાયન્સ રિફાઇનરી (Reliance Refinery) આવેલી છે.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના (Reliance Industries) ચેરમેન મુકેશ અંબાણીના (Mukesh Ambani) પત્ની અને રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન નીતા અંબાણી (Nita Ambani) અચાનક જામનગર (Jamnagar) પહોંચ્યા હતા. જિલ્લાના લાલપુરમાં આવેલ રિલાયન્સ રિફાઇનરી (Reliance Refinery) આવેલી છે. આ ગામમાં બાંધણી કેન્દ્ર પણ ચાલે છે, જેની મુલાકાત નીતા અંબાણીએ લીધી હતી. તેમણે કેન્દ્રની બહેનોના હાલચાલ પૂછી 'કેમ છો બધા ?' કહીને સંવાદ શરૂ કર્યો હતો. આ સાથે બાંધણી કેન્દ્રની બહેનો સાથે નીતા અંબાણીએ ગોષ્ઠી કરી હતી. નીતા અંબાણી સાથે મુલાકાત કરી સખી મંડળની બહેનોમાં ભારે ઉત્સાહ અને ખૂબ જ ખુશ જોવા મળી હતી.

Advertisement

Advertisement

જણાવી દઈએ કે, નીતા અંબાણીએ (Nita Ambani) બાંધણીકામ કરતી મહિલા કારીગરો સાથે મુલાકાત કરી બાંધણી કઈ રીતે બનાવવામાં આવે છે તે અંગેની માહિતી મેળવી હતી. ગામના સરપંચે જણાવ્યું કે, બાંધણીકામમાં ગામની 300થી વધુ મહિલાઓ જોડાયેલી છે. અહીં રાજ્ય સરકારના લોકલ ફોર વોકલને (local for vocal) પ્રોત્સાહન આપવામાં આવે છે. આત્મનિર્ભર બની પરિવારના ગુજરાનમાં મદદ કરતી આ મહિલાઓ સાથે નીતા અંબાણી વાત કરી તેમને પ્રોત્સાહન આપ્યું હતું અને તેમના કામને બિરદાવ્યું હતું.

આ પણ વાંચો - GujaratNIDJAM2024 : ગુજરાતમાં સૌથી મોટી NIDJAM સ્પર્ધા અંગે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીની પ્રેસ કોન્ફરન્સ, નીજર ચોપરાએ કરી આ અપીલ

Tags :
Advertisement

.

×