ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Palanpur : વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો, 5 વર્ષનું બાળક અવાવરું પડેલી ગાડીમાં બેઠું અને થયું મોત

બનાસકાંઠાના (Banaskantha) પાલનપુરમાંથી (Palanpur) વાલીઓ માટે ચેતવણી સમાન ઘટના સામે આવી છે. ગણેશપુરામાં 5 વર્ષના બાળકનું બંધ ગાડીમાં શ્વાસ રૂંધાતા મોત નીપજ્યું છે. માસૂમ બાળક 2 કલાકથી વધુ સમયથી બંધ ગાડીમાં રહેતા તેનું શ્વાસ રૂંધાતા મૃત્યુ થયું છે. બાળકના આકસ્મિક...
05:45 PM May 30, 2024 IST | Vipul Sen
બનાસકાંઠાના (Banaskantha) પાલનપુરમાંથી (Palanpur) વાલીઓ માટે ચેતવણી સમાન ઘટના સામે આવી છે. ગણેશપુરામાં 5 વર્ષના બાળકનું બંધ ગાડીમાં શ્વાસ રૂંધાતા મોત નીપજ્યું છે. માસૂમ બાળક 2 કલાકથી વધુ સમયથી બંધ ગાડીમાં રહેતા તેનું શ્વાસ રૂંધાતા મૃત્યુ થયું છે. બાળકના આકસ્મિક...

બનાસકાંઠાના (Banaskantha) પાલનપુરમાંથી (Palanpur) વાલીઓ માટે ચેતવણી સમાન ઘટના સામે આવી છે. ગણેશપુરામાં 5 વર્ષના બાળકનું બંધ ગાડીમાં શ્વાસ રૂંધાતા મોત નીપજ્યું છે. માસૂમ બાળક 2 કલાકથી વધુ સમયથી બંધ ગાડીમાં રહેતા તેનું શ્વાસ રૂંધાતા મૃત્યુ થયું છે. બાળકના આકસ્મિક મોતથી પરિવાર સહિત સમગ્ર પંથકમાં ગમગીની છવાઈ છે. પોલીસે પણ હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બાળકે ગાડીને અંદરથી લોક મારી દેતા ફસાયો

બનાસકાંઠા જિલ્લાના પાલનપુર (Palanpur) તાલુકાના ગણેશપુરા (Ganeshpura) ગામમાં ચોંકાવનારો બનાવ બન્યો છે. 5 વર્ષીય નિક્ષિક દવે ઘરની બહાર રમતો હતો. દરમિયાન, રમતા રમતા તે ઘર નજીકની ડેરી પાસે બે વર્ષથી પડેલ અવાવરું ગાડીમાં બેસી ગયો હતો. જો કે, ગાડીના દરવાજા લોક થઈ જતા નિક્ષિક દવે ગાડીમાં જ ફસાઈ ગયો હતો. પ્રાથમિક માહિતી મુજબ, બાળકે ગાડીને અંદરથી લોક મારી દીધા બાદ અંદરથી ગાડીનો દરવાજો ખુલ્યો નહોતો અને નિક્ષિક અંદાજે 2 કલાક સુધી ગાડીમાં ફસાયો હતો.

મૃતક નિક્ષિક દવે

માતાએ શોધખોળ કરતા બાળક ગાડીમાંથી મૃત હાલતમાં મળ્યો

કલાકો સુધી ગાડીમાં ફસાઈ જવાના કારણે નિક્ષિક દવેને (Nikshik Dave) શ્વાન લેવામાં મુશ્કેલી થઈ હતી. અંતે માસૂમનું મોત નીપજ્યું હતું. ઘણો સમય વીતી ગયા પછી પણ બાળક ઘરે ન આવતા અને બાળક કોઈ જગ્યાએ ન દેખાતા તેની માતા સહિત આજુબાજુના લોકોએ શોધખોળ કરતા તે ગાડીમાંથી મૃત હાલતમાં મળી આવ્યો હતો. માસૂમ બાળકના આકસ્મિક મોતથી પરિવાર સહિત સમગ્ર પંથકમાં ગમગીની છવાઈ. સ્થાનિક પોલીસે આ મામલે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 

આ પણ વાંચો - RAJKOT ના ગેમઝોન અગ્નિકાંડ બાદ નાગરિકો અને તંત્ર બન્યું જાગૃત, ફાયર સેફટી યંત્રોની માંગ આસમાને

આ પણ વાંચો - Sports Club of Gujarat માં 10 કરોડનું કૌંભાંડ! સાત વર્ષે પણ પૈસા પરત નથી અપાયા

આ પણ વાંચો - આગામી 24 કલાક દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે ભારે પવન ફંકાશે, હવામાન વિભાગે કરી આગાહી

Tags :
accidental deathBanaskanthaCrime StoryGaneshpura villageGujarat FirstGujarati NewsNikshik DavePalanpur
Next Article