Panchmahal : ગોધરા RTO કચેરીનું સરવર ડાઉન થતા અરજદારો મુશ્કેલીમાં મૂકાયા
અહેવાલ : નામદેવ પાટીલ, પંચમહાલ
Panchmahal : સમગ્ર ગુજરાત રાજ્યમાં આર ટી ઓ કચેરી માં ઉપયોગમાં લેવાએલ સારથી નામનો સોફ્ટવેર ખોટકાઈ ગયો છે. ત્યારે Panchmahal જિલ્લાના ગોધરામાં (Godhra) આવેલ આર ટી ઓ કચેરીમાં છેલ્લા 5 દિવસથી સારથી સોફ્ટવેર સરવર ડાઉન (server down) હોવાના કારણે ગોધરા RTO કચેરી ખાતે લાયસન્સ, મેમો ની રકમ ભરવા સહિત ની કામગિરી પર મોટી અસર પડી છે, તો બીજી તરફ જિલ્લાભરમાંથી દૂર દૂર થી RTO કચેરીમાં કામ અર્થે આવતા અરજદારો ભારે મુશ્કેલીમાં મૂકાયા છે.
સરકાર ડિજિટલ ઇન્ડિયાની બુમરાંગ વગાડી રહી છે ત્યારે જરૂરિયાત મુજબની ટેકનોલોજી વિકસાવવી તે પણ જરૂરી છે. જે હાલ ગોધરા આરટીઓ કચેરીમાં બુમરાણ ઉઠવા પામી છે. પંચમહાલ જિલ્લાના ગોધરા આરટીઓ કચેરીમાં છેલ્લા 5 દિવસથી સારથી સરવર ડાઉન થતા અનેક ડચકા ખાતા ચાલતા કર્મચારીઓ અને અરજદારો પારાવાર મુશેકલીમાં મુકાયા છે.
હાલ કચેરીની તમામ કામગીરી ઓનલાઈન બની છે ત્યારે સરવર ડાઉન હોવાના કારણે કોમ્પ્યુટર શોભાના ગાંઠિયા સમાન બની જતા લાયસન્સ, મેમો, નવી અરજી અપલોડ સહિત ની કામગિરી ઠપ્પ થઈ જવા પામી છે. સરવર ખોટકાઈ જવાના કારણે રોજિંદા આશરે 500 લાયસન્સના અને 500 ઉપરાંત વાહનના કામો અટકી પડ્યા છે. તો ટ્રાફિક નિયમન ભંગ બદલ ડિટેઇન કરાયેલ વાહન છોડાવવા આવતા અરજદારોના ટ્રાફિક મેમો કે આરટીઓને લગતું કોઈપણ કામ થતું નથી જેના કારણે જિલ્લા ભરમાંથી ભાડું ખર્ચીને દૂર દૂર થી આવતા અરજદારો વીલા મોડે પરત ફરવા મજબુર બન્યા છે અને તેઓના નાણાં તથા સમયનો વેડફાટ થઈ રહ્યો છે.
ત્યારે તંત્ર ની આવી અવદશાના કારણે અરજદારોમાં રોષની લાગણી ફેલાવા પામી છે. સાથે જ ગોધરા આરટીઓ કચેરીમાં સરવર ખોટકાઈ જવાના કારણે કચેરીના તમામ કાર્યો અસરગ્રસ્ત બન્યા છે અને અરજદારોને ધરમધક્કા થઈ રહ્યા છે. ત્યારે પંચમહાલ જિલ્લાના અંતરિયાળ વિસ્તારના ગ્રામ્ય વિસ્તાર માંથી ભાડું ખર્ચી ગોધરા RTO કચેરી ખાતે આવતા અરજદારો ને સમય ની સાથે નાણાં પણ ખર્ચ પણ ભોગવવાનો વારો આવી રહ્યો છે ત્યારે ખોટકાઈ ગયેલ સરવર વહેલી તકે કાર્યરત કરવામાં આવે તેવી અરજદારો દ્વારા માંગ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો - Draupadi Murmu : રાષ્ટ્રપતિ બન્યા બાદ પ્રથમ વખત દ્રોપદી મુર્મુ આ દિવસે આવશે સુરત, વાંચો વિગત


