'માણસ માત્ર ભૂલને પાત્ર...', Parshottam Rupala એ ફરી ક્ષત્રિજ સમાજની માગી માફી, જાણો શું કહ્યું ?
ગુજરાતમાં ગઈકાલે લોકસભાની 25 બેઠકો માટે મતદાન યોજાયું હતું. મતદાન પ્રક્રિયા પૂર્ણ થતા આ વખતે ગુજરાતમાં સૌથી ચર્ચિત રહેલી એવી રાજકોટ લોકસભા બેઠક પરથી ભાજપના (BJP) ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાએ (Parshottam Rupala) આજે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. દરમિયાન, તેમણે ક્ષત્રિય આંદોલનને (Kshatriya Andolan) લઈ ફરી એકવાર ક્ષત્રિય સમાજની માફી માગી છે અને દિલગીરી વ્યક્ત કરી છે.
આ પરિસ્થિતિ માટે હું જ જવાબદાર છું : પરશોત્તમ રૂપાલા
કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, મારી 40 વર્ષની જાહેર જીવનની કારર્કિદી છે અને કારર્કિદીના આ દોરમાં હું ચૂંટણી લડ્યો છું. આજે મારે એક નિખાલસ એકરાર કરવો છે. આ દોર મારી કારર્કિદીનો સૌથી કઠિન દોર હતો. પરશોત્તમ રૂપાલાએ આગળ કહ્યું કે, ગઈકાલે ઉત્સાહપૂર્વક વાતાવરણમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ. સૌથી સારી વાત એ રહી કે રાજ્યભરમાં સંપૂર્ણ મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ. તેમણે કહ્યું કે, મારા એક નિવેદનના કારણે આખી ચૂંટણી દરમિયાન વિવાદના વમળો સર્જાયા. પરશોત્તમ રૂપાલાએ કહ્યું કે, આ મારી ભૂલ છે. મારા કારણે મારી પાર્ટીને સહન કરવું પડ્યું. જે મારા માટે સૌથી કષ્ટદાયક છે. આ પરિસ્થિતિ માટે હું જ જવાબદાર છું.
પરશોત્તમ રૂપાલાએ ફરી માગી ક્ષત્રિયોની માફી
હું નમ્રતાપૂર્વક ક્ષત્રિયોની માફી માગું છુંઃ રૂપાલા
ક્ષત્રિય સમાજની લાગણી દુભાઈ હતીઃ રૂપાલા
હું માણસ છું, માણસ માત્ર ભૂલને પાત્રઃ રૂપાલા@PRupala @GujaratFirst @BJP4India @BJP4Gujarat @INCIndia @INCGujarat #ParshottamRupala… pic.twitter.com/rpPsGlfKJ9— Gujarat First (@GujaratFirst) May 8, 2024
'માણસ છું, માણસ માત્ર ભૂલને પાત્ર...'
રૂપાલાએ (Parshottam Rupala) આગળ કહ્યું કે, આ મામલે પ્રદેશ પ્રમુખ CR પાટીલે (CR Patil) પણ દિલગીરી વ્યક્ત કરી હતી. હું પણ માણસ છું અને હું માણસ છું, માણસ માત્ર ભૂલને પાત્ર... આ પહેલા પણ મેં ઘણી વખત માફી માગી હતી. જો કે, હવે મતદાન સમાપ્ત થયું છે. હવે રાજકીય વિષય પણ નથી. અગાઉ જ્યારે પણ માફી માગી ત્યારે એવો ભાવાર્થ પણ નીકળતો હોય કે ચૂંટણી છે એટલે માફી માગીને તેમાંથી બચવાનો પ્રયાસ છે. પરંતુ, હવે ચૂંટણી (Lok Sabha elections) માહોલ નથી. મતવાળો વિષય નથી. આ રાજનીતિ પ્રેરિત મારું નિવેદન નથી. હું ફરી એકવાર જાહેરમાં નમ્રતાપૂર્વક સમગ્ર ક્ષત્રિય સમાજની માફી માગું છું ક્ષત્રિય સમાજની માતૃશક્તિને પણ વિનંતી કરું છું.
આ પણ વાંચો - Kshatriya Samaj : મતદાનના દિવસે તમામ ક્ષત્રિયો…
આ પણ વાંચો - Lok Sabha : ચૂંટણીમાં ચૌરે ચૌટે આ એક જ ચર્ચા….! વાંચો આ અહેવાલ
આ પણ વાંચો - Jamsaheb : મતદાનના 1 દિવસ પૂર્વે જામસાહેબે પત્રમાં શું લખ્યું ?