ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Parshottam Rupala : આવતીકાલે રૂપાલા ભરશે ઉમેદવારી ફોર્મ, અહીં યોજાશે જંગી સભા અને રોડ શૉ

લોકસભાની ચૂંટણી (Lok Sabha elections) લડવા માટે આજથી રાજકીય પાર્ટીઓના ઉમેદવારો ફોર્મ ભરશે. ત્યારે રાજકોટ (Rajkot) લોકસભા બેઠક પરથી ભારતીય જનતા પાર્ટી (BJP) ના ઉમેદવાર અને કેન્દ્રીયમંત્રી પરશોત્તમ રૂપાલા (Parshottam Rupala) આવતીકાલે ઉમેદવારી ફોર્મ ભરશે. ફોર્મ ભરતા પહેલા પરશોત્તમ રૂપાલા...
12:34 PM Apr 15, 2024 IST | Vipul Sen
લોકસભાની ચૂંટણી (Lok Sabha elections) લડવા માટે આજથી રાજકીય પાર્ટીઓના ઉમેદવારો ફોર્મ ભરશે. ત્યારે રાજકોટ (Rajkot) લોકસભા બેઠક પરથી ભારતીય જનતા પાર્ટી (BJP) ના ઉમેદવાર અને કેન્દ્રીયમંત્રી પરશોત્તમ રૂપાલા (Parshottam Rupala) આવતીકાલે ઉમેદવારી ફોર્મ ભરશે. ફોર્મ ભરતા પહેલા પરશોત્તમ રૂપાલા...

લોકસભાની ચૂંટણી (Lok Sabha elections) લડવા માટે આજથી રાજકીય પાર્ટીઓના ઉમેદવારો ફોર્મ ભરશે. ત્યારે રાજકોટ (Rajkot) લોકસભા બેઠક પરથી ભારતીય જનતા પાર્ટી (BJP) ના ઉમેદવાર અને કેન્દ્રીયમંત્રી પરશોત્તમ રૂપાલા (Parshottam Rupala) આવતીકાલે ઉમેદવારી ફોર્મ ભરશે. ફોર્મ ભરતા પહેલા પરશોત્તમ રૂપાલા જંગી જનસભાને સંબોધશે. જે માટે તૈયારીઓને આખરી ઓપ અપાયો છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસે (Rajkot Police) ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે.

ફોર્મ ભરતા પહેલા જંગી જનસભાને સંબોધિત કરશે

લોકસભા ચૂંટણીના માહોલ વચ્ચે આવતીકાલે રાજકોટ (Rajkot) બેઠક પરથી બીજેપીના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા ઉમેદવારી ફોર્મ ભરશે. માહિતી મુજબ, પરશોત્તમ રૂપાલા ફોર્મ ભરતા પહેલા જંગી જનસભાને સંબોધિત કરશે. આ સભામાં હજારોની સંખ્યામાં લોકો, કાર્યકર્તાઓ અને પક્ષના આગેવાનો હાજર રહેશે. આ જન સભાને લઈ તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. ત્યારે કાર્યક્રમ દરમિયાન, કોઈ અપ્રિય ઘટના ન બને તે માટે પોલીસે પણ લોખંડી સુરક્ષા બંદોબસ્ત ગોઠવ્યો છે. બહુમાળી ચોક (Bahumaali Chowk) ખાતે આ જનસભા યોજાશે.

ગઈકાલે વિધાનસભા 70મા કાર્યાલયને ખુલ્લુ મુક્યું

પ્રાપ્ત માહિતી અનુસાર, ઉમેદવારી ફોર્મ (nomination form) ભરતા પહેલા પરશોત્તમ રૂપાલા (Parshottam Rupala) બહુમાળી ચોક ખાતે જનસભાને સંબોધિત કરશે. ત્યાર બાદ બહુમાળી ચોકથી જૂની કલેક્ટર કચેરી સુધી રોડ-શો પણ યોજશે. જણાવી દઈએ કે, લોકસભાની ચૂંટણીને લઈ પરશોત્તમ રૂપાલા છેલ્લા ઘણા દિવસથી જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે. ગઈકાલે રૂપાલાએ રાજકોટ વિધાનસભા 70મા કાર્યાલયને ખુલ્લુ મુક્યું હતું. આ પ્રસંગે સાંસદ રામભાઇ મોહનભાઈ (Rambhai Mohanbhai), ધારાસભ્ય રમેશ ટીલાળા, પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોધરા (Bharat Bodhra) સહિતના નેતાઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તા અને લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા.

 

આ પણ વાંચો - Lok Sabha elections : આજે BJP ના 8, Congress ના આ 4 ઉમેદવાર ભરશે ફોર્મ, વાંચો સંપૂર્ણ અહેવાલ

આ પણ વાંચો - Rajkot Kshatriya Community: ટિકિટ રદને લઈ 19 માર્ચ સુધીનું અલ્ટીમેટમ, નહીંતર ક્ષત્રિયો મહાસંગ્રામ માટે સજ્જ

આ પણ વાંચો - Parshottam Rupala News: વિરોધના વાદળો વચ્ચે કેન્દ્રીય મંત્રી રૂપાલા પૂરજોરથી પ્રચાર કરી રહ્યા

Tags :
Bahumaali ChowkBharat BodhraBharatiya Janata PartyBJPGujarat FirstGujarat PoliticsGujarati NewsLok Sabha ElectionsMP Rambhai Mohanbhainomination.formParshottam RupalaRAJKOTrajkot police
Next Article