ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

બિપરજોય વાવાઝોડાને લઇને પાવગઢ મંદિરઆટલો સમય રહેશે બંધ, રોપ-વે સેવા ચાર દિવસ બંધ

અહેવાલ -નામદેવ પાટીલ, પંચમહાલ  ગુજરાતમાં બીપોરજોય વાવાઝોડાનું સંકટ સતત વધી રહ્યું છે, ત્યારે સરકાર અને સ્થાનિક તંત્ર આ વાવાઝોડાથી કોઈ જાનહાની કે અન્ય નુકસાન ન થાય અને તૈયારીઓમાં કોઈ પણ પ્રકારની કમી ન રહી જાય તે માટે સરકારે સ્થાનિક તંત્રને...
06:45 PM Jun 14, 2023 IST | Vishal Dave
અહેવાલ -નામદેવ પાટીલ, પંચમહાલ  ગુજરાતમાં બીપોરજોય વાવાઝોડાનું સંકટ સતત વધી રહ્યું છે, ત્યારે સરકાર અને સ્થાનિક તંત્ર આ વાવાઝોડાથી કોઈ જાનહાની કે અન્ય નુકસાન ન થાય અને તૈયારીઓમાં કોઈ પણ પ્રકારની કમી ન રહી જાય તે માટે સરકારે સ્થાનિક તંત્રને...

અહેવાલ -નામદેવ પાટીલ, પંચમહાલ 

ગુજરાતમાં બીપોરજોય વાવાઝોડાનું સંકટ સતત વધી રહ્યું છે, ત્યારે સરકાર અને સ્થાનિક તંત્ર આ વાવાઝોડાથી કોઈ જાનહાની કે અન્ય નુકસાન ન થાય અને તૈયારીઓમાં કોઈ પણ પ્રકારની કમી ન રહી જાય તે માટે સરકારે સ્થાનિક તંત્રને પહેલાથી જ એલર્ટ કરી દીધા છે ત્યારે સ્થાનિક તંત્ર તે માટે તમામ પ્રકારની તૈયારીઓ કરી રહ્યું છે બિપરજોય વાવાઝોડાને લઈને પાવાગઢ મંદિર ટ્રસ્ટ દ્વારા મોટો નિર્ણય લેવાયો છે.

બીપોરજોય વાવાઝોડાની આગાહીને લઈને પાવાગઢ મંદિર તા. 15 જૂન ના બપોરે 12 વાગ્યાથી 16 જૂન ના બપોરના 12 વાગ્યા સુધી બંધ રહેશે , વાવાઝોડાની આગાહીને લઈને ડુંગર પર ભારે પવનની આશંકાને લઈને મંદિર દર્શન માટે બંધ રાખવાનો લેવાયો નિર્ણય લેવાયો છે, તે સાથે જ તા.15 અને 16 જૂન ના રોજ પાવાગઢ ખાતે ભક્તોને ન આવવા મંદિર પ્રશાસન દ્વારા વિનંતી કરવામાં આવી છે, હવે પછી આગળની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને મંદિર ટ્રસ્ટ દ્વારા આગામી સૂચના જાહેર કરાશે.

તે સાથે જ સંભવિત વાવઝોડાને ધ્યાને લઈ ભારે પવનના સુસવાટાના કારણે યાત્રાધામ પાવાગઢ ખાતેની રોપવે સેવાની ટ્રોલી ભારે ઉચ્ચાઈમાં સ્થિર ન રહી શકે તેમ હોવાથી અને યાત્રાળુઓના સલામતીના ભાગરૂપે યાત્રાધામ પાવાગઢ ખાતે 13 જૂન થી 16 જૂન સુધી એટલે 4 દિવસ સુધી રોપવે સેવા બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.

Tags :
BiperjoyclosedCyclonePavagadhPavagadh templeropeway service
Next Article