Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Kutch : પ્રેમિકાને મળવા આવેલા યુવકને પરિજનોએ બાંધી ઢોર માર માર્યો, અંજારમાં રૂ.40 લાખની લૂંટ મચાવી 4 ફરાર

કચ્છમાં પ્રોમિકાને મળવા આવેલા યુવકને ઢોર માર માર્યા હોવાની ઘટના સામે આવી છે. પૂર્વ કચ્છ વિસ્તારમાં યુવકને ઢોર માર મારવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસ હરકતમાં આવી છે. આ મામલે પોલીસે વીડિયોના આધારે તપાસ હાથ ધરી છે. જ્યારે બીજી...
kutch   પ્રેમિકાને મળવા આવેલા યુવકને પરિજનોએ બાંધી ઢોર માર માર્યો  અંજારમાં રૂ 40 લાખની લૂંટ મચાવી 4 ફરાર
Advertisement

કચ્છમાં પ્રોમિકાને મળવા આવેલા યુવકને ઢોર માર માર્યા હોવાની ઘટના સામે આવી છે. પૂર્વ કચ્છ વિસ્તારમાં યુવકને ઢોર માર મારવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસ હરકતમાં આવી છે. આ મામલે પોલીસે વીડિયોના આધારે તપાસ હાથ ધરી છે. જ્યારે બીજી એક ઘટના કચ્છના અંજારમાંથી આવી છે જ્યાં બાઇક પર આવેલા 4 ઇસમોએ મહાવીર ડેવલોપર્સના માલિક સાથે રૂ. 40 લાખની લૂંટ મચાવી ફરાર થયા હતા. પોલીસે CCTV ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે.

યુવકને બાંધી ઢોર માર માર્યો

કચ્છમાં સતત ગુનાહિત પ્રવૃત્તિઓમાં વધારો થઈ રહ્યો છે. મારપીટ, લૂંટ, હત્યા સહિતના ગુનો દૈનિક ધોરણે પોલીસ સ્ટેશનમાં નોંધાઈ રહ્યા છે. ત્યારે વધુ બે ગુનાહિત બનાવ સામે આવ્યા છે. પૂર્વ કચ્છમાં પ્રેમિકાને મળવા આવેલા યુવકને યુવતીના પરિવારજનોએ ઢોર માર માર્યો હતો. આ વીડિયો સામે આવતા સ્થાનિક પોલીસ હરકતમાં આવી છે. પોલીસે વાઇરલ વીડિયોને લઈ કાર્યવાહી હાથ ધરી છે. જો કે, આ વીડિયોમાં દેખાતો યુવક અને માર મારતા લોકો કોણ છે અને આ વીડિયો ક્યાં ગામનો છે તે હાલ જાણી શકાયું નથી. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

બાઇક પર આવી છરી બતાવી રૂ. 40 લાખ લૂંટી ફરાર

બીજી એક અન્ય ઘટના કચ્છના અંજારમાંથી સામે આવી છે. અહીં, મહાવીર ડેવલોપર્સના માલિક સાથે લૂંટની ઘટના બની છે. પોલીસ ફરિયાદ અનુસાર, મહાવીર ડેવલોપર્સના માલિક પાસે ચાર ઇસમો બાઇક પર આવ્યા હતા અને છરી બતાવીને રૂ. 40 લાખની લૂંટ કરી ફરાર થયા હતા. આ મામલે પોલીસે લૂંટારુંએ ઝડપી પાડવા માટે તમામ સ્થળોએ નાકાબંધી ગોઠવી છે અને CCTV ફૂટેજના આધારે તપાસ આદરી છે.

Advertisement

આ પણ વાંચો - Junagadh: ગણેશ જાડેજા સહિત આઠેય આરોપીઓના રિમાન્ડ નામંજૂર, જૂનાગઢ જેલ મોકલવા કોર્ટેનો આદેશ

આ પણ વાંચો - Fraud Case: અદાણી હેલ્થ વેન્ચર્સ લિમીડેટના નામે કરોડોની છેતરપિંડી કરનાર ગેંગનો પર્દાફાશ

આ પણ વાંચો - Gondal: જસદણ હાઇવે પર થયો ગમખ્વાર અકસ્માત, ખાંડાધારના પૂર્વ સરપંચના પુત્રનું મોત

Advertisement

.

×