વડાપ્રધાન મોદીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે કરી ટેલિફોનિક વાતચીત, સિંહોની સલામતી અંગે કરી પૃચ્છા
બિપરજોય વાવાઝોડું મધ્યરાત્રીએ ગુજરાતને ઘમરોળી રહ્યું છે ત્યારે ગુજરાત, ગુજરાતીઓ અને ગુજરાતની કિંમતી જણસ એવા એશિયાટીક સિંહોની ચિંતા સતત વડાપ્રધાન મોદીને થઇ રહી છે, વડાપ્રધાન મોદી પહેલેથીજ વાવાઝોડા સાથે જોડાયેલી તમામ બાબતો પર નજર રાખી રહ્યા છે અને જરૂરી માર્ગદર્શન...
11:43 PM Jun 15, 2023 IST
|
Vishal Dave
બિપરજોય વાવાઝોડું મધ્યરાત્રીએ ગુજરાતને ઘમરોળી રહ્યું છે ત્યારે ગુજરાત, ગુજરાતીઓ અને ગુજરાતની કિંમતી જણસ એવા એશિયાટીક સિંહોની ચિંતા સતત વડાપ્રધાન મોદીને થઇ રહી છે, વડાપ્રધાન મોદી પહેલેથીજ વાવાઝોડા સાથે જોડાયેલી તમામ બાબતો પર નજર રાખી રહ્યા છે અને જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપી રહ્યા છે. દરમ્યાન તેમણે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે વાતચીત કરી હતી જેમાં તેમણે સિંહો સહિતના વન્ય પ્રાણીઓની સલામતી વિશે પૃચ્છા કરી હતી.
મહત્વપૂર્ણ છે કે બિપરજોયને લઇને સિંહોની સલામતી માટે વન વિભાગ પહેલેથીજ હરકતમાં આવી ગયુ હતું.. ખાસ કરીને દરિયાકાંઠાની નજીકના વિસ્તારોમાં જે સિંહોનો પડાવ રહેતો હતો તેમને ત્યાંથી દુર કરીને અન્યત્ર સ્થળે ખસેડાયા હતા
Next Article