Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

RAJIV MODI : રાજીવ મોદીના સામે A સમરી રિપોર્ટ અંતર્ગત પીડિતા કોર્ટમાં પહોંચી

RAJIV MODI : કેડીલાના રાજીવ મોદી (RAJIV Modi)કે સમાં ફરી એકવાર તપાસનો ધમધમાટ શરૂ થયો છે. જેમાં પીડતાના નિવેદન બાદ પોલીસ કમિશનર એક્શનમાં આવ્યા છે. જેમાં નિવૃત પોલીસ અધિકારીને સીપીએ પૂછપરછ કરવા બોલાવ્યા છે. જેમાં બલ્ગેરિયન યુવતીએ રાજીવ મોદી સામે...
rajiv modi   રાજીવ મોદીના સામે a સમરી રિપોર્ટ અંતર્ગત પીડિતા કોર્ટમાં પહોંચી
Advertisement

RAJIV MODI : કેડીલાના રાજીવ મોદી (RAJIV Modi)કે સમાં ફરી એકવાર તપાસનો ધમધમાટ શરૂ થયો છે. જેમાં પીડતાના નિવેદન બાદ પોલીસ કમિશનર એક્શનમાં આવ્યા છે. જેમાં નિવૃત પોલીસ અધિકારીને સીપીએ પૂછપરછ કરવા બોલાવ્યા છે. જેમાં બલ્ગેરિયન યુવતીએ રાજીવ મોદી સામે જાતીય શોષણની ફરિયાદ કરી છે. એ ફરિયાદને દબાવી દેવા માટે કેશવ કુમારની ભૂમિકા હોવાનો આક્ષેપ પોતાના એફિડેવિટમાં કર્યો હતો.

Advertisement

છેલ્લા થોડાં સમયથી સતત વિવાદોમાં ચાલી રહેલા બલ્ગેરિયન યુવતીના જાતીય શોષણ મામલે ફરી પોલીસની તપાસ શરૂ થઈ છે. આ મામલે પોલીસે કેસમાં પુરાવા ન મળતાં પોલીસ A સમરી ભરી હતી. જે પછી SITના વડા સમક્ષ નિવૃત્ત અધિકારીને નિવેદન આપવા માટે બોલાવવામાં આવ્યા છે. તેમજ નિવૃત્ત DGP કેશવ કુમારે ફરિયાદ ન લેવા ભલામણ કરી હતી. જેના કારણે વિવાદ સામે આવ્યો છે.

Advertisement

મેજિસ્ટ્રેટ કોર્ટમાં આજે હાથ ધરાશે સુનાવણી
કેડિલાના CMD રાજીવ મોદી સામે થયેલી દુષ્કર્મની ફરિયાદમાં સૌથી મોટો વળાંક આવ્યો છે. રાજીવ મોદી સામે થયેલી ફરિયાદમાં પુરાવાના અભાવને કારણે તેમને ક્લિન ચીટ મળી ગઇ હોવાનું સામે આવ્યું છે. રાજીવ મોદી સામે દુષ્કર્મની ફરિયાદ કર્યા બાદ બલ્ગેરિયન યુવતી ગાયબ થઈ ગઈ હતી.આ મામલે પોલીસે 8 વખત સમન્સ પાઠવ્યા બાદ પણ બલ્ગેરિયન યુવતી હાજર ન થતાં આખરે પોલીસે A સમરીનો રિપોર્ટ કોર્ટમાં રજૂ કર્યો છે.

આ તરફ મહિલા ACP હિમાલા જોશીને ફરિયાદ ન લેવા ભલામણ કરી હોવાનો આક્ષેપ સામે આવ્યો છે. જેમાં બલ્ગેરિયન યુવતીએ હિમાલા સામે આક્ષેપ લગાવ્યા હતા. આ અંગે ACP હિમાલા જોશીએ ફરિયાદ ન નોંધી હોવાનો આક્ષેપ કર્યો છે. જ્યારે આ મામલે SIT ના વડા ચિરાગ કોરડીયા સમક્ષ કેશવ કુમારનું નિવેદન નોંધી રહ્યા છે.

16 માર્ચે વધુ સુનાવણી થશે

આ તરફ પીડિતાએ A સમરી રિપોર્ટ અંતર્ગત કોર્ટમાં પહોંચી છે. જેમાં પીડિતાએ પોલીસ સામે કોર્ટમાં અરજી કરી છે. જેમાં વકીલે પોલીસ તપાસના ડોક્યુમેન્ટ ન આપ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ સાથે જ 700 પાનાની A સમરીના રિપોર્ટની કોપી પીડિતાએ માંગી છે. જેના પર પીડિતાના વકીલે પોલીસ સામે રિપોર્ટ કોપી ન આપવામાં આવી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ મામલે 16 માર્ચે પીડિતાની અરજી પર સુનાવણી થશે.

નોંધનીય છેકે, બલ્ગેરિયન યુવતી થોડા દિવસ હાજર ન થઈ એ દરમિયાન અચાનક રાજીવ મોદી પોલીસ સ્ટેશનમાં પ્રગટ થયા હતા. આ વાત જાણીને બલ્ગેરિયન યુવતી ફરીથી પોલીસ સમક્ષ આવીને A સમરી ભરવાની પ્રક્રિયા સામે વાંધો ઉઠાવ્યો હતો અને હવે પોલીસને લાગ્યું કે આ કેસને દબાવી શકાય એમ નથી એવું લાગતાં બલ્ગેરિયન યુવતીના આક્ષેપ મુજબ પડદા પાછળ જેની ભૂમિકા રહી છે એવા કેશવ કુમારને પોલીસે નિવેદન આપવા માટે બોલાવ્યા છે.

રાજીવ મોદીની 5 કલાક પૂછપરછ ચાલી હતી

જ્યાં અગાઉ કેડિલાના CMD રાજીવ મોદી સામેના રેપ કેસમાં પુરાવા ન હોય, કહી પોલીસે જ્યારે કેસ બંધ કરવા A સમરી ભરી પછી ભોગ બનનારી બલ્ગેરિયન યુવતી ફરીથી અમદાવાદમાં હાજર થતાં આ ચકચારી કેસમાં ફરી એકવાર કોર્ટ અને પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ થયો છે. રાજીવ મોદીની 5 કલાક પૂછપરછ કર્યા પછી હવે પોલીસે રિટાયર્ડ DG કેશવ કુમારની પૂછપરછ શરૂ કરી છે. અમદાવાદ પોલીસે કેશવ કુમારને સમન્સ કાઢી બોલાવ્યા હતા અને પોલીસ કમિશનર ઓફિસે હાજર થયા હતા.

આ  પણ  વાંચો - Indian Cost Guard News: ભારતીય તટરક્ષક દળના વિકાસશીલ કાર્યમાં વધુ એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું

Tags :
Advertisement

.

×