Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Rajkot : PGVCL કચેરી સામે 5 દિવસથી ઉમેદવારોનું વિરોધ પ્રદર્શન, મુખ્ય ગેટ બંધ, અધિકારો અન્ય ગેટથી જવા મજબૂર

રાજકોટની (Rajkot) PGVCL કચેરી ખાતે છેલ્લા 5 દિવસથી વિદ્યુત સહાયકના ઉમેદવારો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. આ વિરોધ પ્રદર્શનના કારણે હવે PGVCL ની મુખ્ય કચેરીનો ગેટ બંધ કરવામાં આવ્યો છે અને કચેરીના અધિકારીઓને અન્ય ગેટથી અંદર જવાની ફરજ...
rajkot   pgvcl કચેરી સામે 5 દિવસથી ઉમેદવારોનું વિરોધ પ્રદર્શન  મુખ્ય ગેટ બંધ  અધિકારો અન્ય ગેટથી જવા મજબૂર
Advertisement

રાજકોટની (Rajkot) PGVCL કચેરી ખાતે છેલ્લા 5 દિવસથી વિદ્યુત સહાયકના ઉમેદવારો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. આ વિરોધ પ્રદર્શનના કારણે હવે PGVCL ની મુખ્ય કચેરીનો ગેટ બંધ કરવામાં આવ્યો છે અને કચેરીના અધિકારીઓને અન્ય ગેટથી અંદર જવાની ફરજ પડી છે. વિદ્યુત સહાયકની પરીક્ષાને એક વર્ષ પૂર્ણ હોવા છતાં હજુ સુધી ઓર્ડર ન અપાતા ઉમેદવારો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.

જણાવી દઈએ કે, 1 જાન્યુઆરી-2023ના રોજ વિદ્યુત સહાયકની (Electrical Assistant) પરીક્ષા લેવામાં આવી હતી. જો કે, હજુ સુધી ઓર્ડર ન અપાતા આખરે ઉમેદવારોએ વિરોધ પ્રદર્શન શરૂ કર્યું છે. રાજકોટની (Rajkot) PGVCL કચેરી ખાતે છેલ્લા 5 દિવસથી વિદ્યુત સહાયકના ઉમેદવારો દ્વારા ઉગ્ર વિરોધ દાખવવામાં આવી રહ્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ, RTI માં પણ ખુલાસો થયો છે કે 13 ડિવિઝનમાં 361 જગ્યા ખાલી છે. છતાં ભરતી કરવમાં આવતી નથી. પરીક્ષાને એક વર્ષ પૂર્ણ થવા છતાં ઓર્ડર નહીં મળતા ઉમેદવારોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. રાજકોટની PGVCL કચેરી ખાતે ઉમેદવારોના વિરોધ પ્રદર્શનના કારણે PGVCL ની મુખ્ય કચેરીનો ગેટ હવે બંધ કરવામાં આવ્યો છે.

Advertisement

Advertisement

'ન્યાય નહીં મળે ત્યાં સુધી વિરોધ પ્રદર્શન'

મુખ્ય કચેરીનો ગેટ બંધ થતા અધિકારીઓને અન્ય ગેટથી કચેરીમાં પ્રવેશવા ફરજ પડી છે. ઉમેદવારોનું કહેવું છે કે, જ્યાં સુધી તેમને ન્યાય નહીં મળે ત્યાં સુધી તેઓ વિરોધ પ્રદર્શન ચાલુ રાખશે. ઉમેદવારો છેલ્લા 4 દિવસથી ખુલ્લામાં સૂઈને રાતવાસો કરી રહ્યા છે. માહિતી મુજબ, આ વિરોધ પ્રદર્શનમાં ગુજરાતભરમાંથી ઉમેદવારો જોડાઈ રહ્યા છે.

આ પણ વાંચો - Surat : ડાર્ક વેબથી ડ્રગ્સ મગાવી ક્રિપ્ટોથી પેમેન્ટ કર્યાનો ખુલાસો! નવી દિશામાં તપાસ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે: 

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.

×