ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Rajkot : ગોંડલ પંથકમાં એકા'દ વર્ષમાં જ 'સિંહો'નો કાયમી વસવાટ થઈ જશે!

છેલ્લા કેટલાક સમયથી રાજકોટ (Rajkot) જિલ્લામાં સતત અવર-જવર કરી રહેલા સિંહોનો વસવાટ ગિરનાર (Girnar) અને કુંકાવાવ (Kunkawav) રેવન્યૂ વિસ્તારમાં હવે વધીને એકાદ વર્ષમાં જ રાજકોટ જિલ્લાનાં ગોંડલ પંથકમાં કાયમી થઈ જાય તેવા નિર્દેશો રાજકોટ વન વિભાગના સૂત્રોએ આપ્યા છે. અત્રે...
09:12 PM Feb 26, 2024 IST | Vipul Sen
છેલ્લા કેટલાક સમયથી રાજકોટ (Rajkot) જિલ્લામાં સતત અવર-જવર કરી રહેલા સિંહોનો વસવાટ ગિરનાર (Girnar) અને કુંકાવાવ (Kunkawav) રેવન્યૂ વિસ્તારમાં હવે વધીને એકાદ વર્ષમાં જ રાજકોટ જિલ્લાનાં ગોંડલ પંથકમાં કાયમી થઈ જાય તેવા નિર્દેશો રાજકોટ વન વિભાગના સૂત્રોએ આપ્યા છે. અત્રે...

છેલ્લા કેટલાક સમયથી રાજકોટ (Rajkot) જિલ્લામાં સતત અવર-જવર કરી રહેલા સિંહોનો વસવાટ ગિરનાર (Girnar) અને કુંકાવાવ (Kunkawav) રેવન્યૂ વિસ્તારમાં હવે વધીને એકાદ વર્ષમાં જ રાજકોટ જિલ્લાનાં ગોંડલ પંથકમાં કાયમી થઈ જાય તેવા નિર્દેશો રાજકોટ વન વિભાગના સૂત્રોએ આપ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ સરકાર દ્વારા રાજકોટ જિલ્લાના અમૂક તાલુકાઓનો બ્રૃહદ ગીરમાં સમાવેશ કરાયો છે, જેમાં ગોંડલ તાલુકાનો પણ સમાવેશ થાય છે.

ખાસ કરીને ગોંડલનાં (Gondal) રેવન્યૂ ખંભાલીડા, ધરાળા, દેરડી, કુંભાજી વિસ્તારમાં વારંવાર સિંહો આવી રહ્યા છે. હાલમાં જ છેલ્લા એકા'દ માસ દરમિયાન ગોંડલના ઉપરોકત વિસ્તારોમાં સિંહોની અવર-જવર ખૂબ જ સક્રિય બની છે. ત્યારે વન વિભાગના સૂત્રો એવા નિર્દેશ આપી રહ્યા છે કે ગોંડલ પંથકમાં વાતાવરણ ઉપરાંત સિંહોને પૂરતા પ્રમાણમાં ખોરાક પાણી ઉપલબ્ધ થઈ રહ્યા છે. આથી વધીને એકા'દ વર્ષમાં આ પંથકમાં સિંહોનો કાયમી વસવાટ થઈ જાય તેવી પૂરી શકયતા છે.

સિંહ જોડી સાત માસથી આ એક જ સ્થળે

વનવિભાગના (Rajkot Forest Department) સૂત્રો એવું પણ જણાવ્યું હતું કે, કોઈ વિસ્તારમાં, સિંહનો પરિવાર એક સાથે છ માસથી વધુ રહે તો તેનો અર્થ એવો થાય છે કે તેણે સંબંધિત સ્થળને કાયમી રહેઠાણ બનાવી લીધું છે. ત્યારે વન વિભાગના સૂત્રો એવું પણ જણાવી રહ્યા છે કે છેલ્લા કેટલાક મહિનાઓથી ઉપર મુજબની પ્રક્રિયા થઈ પણ રહી છે. ગોંડલના ખંભાલીડા (Khambhalida) જંગલ વિસ્તારમાં છેલ્લા સાત માસથી સિંહની એક જોડીએ પડાવ નાંખ્યો છે અને આ સિંહ સાત માસથી આ એક જ સ્થળે છે. કોઈ ક જ વાર આ સિંહ જેતપુરની બોર્ડર સુધી જાય છે. પરંતુ, તુરંત ખંભાલિડા આવી જાય છે. આ બાબતનો અર્થ એવો થયો કે આ સિંહો ખંભાલિડાના જંગલને પોતાના કાયમી વસવાટ માટે પસંદ કરી લીધો છે. વનવિભાગના અધિકારીઓ એવો નિર્દેશ પણ આપે છે કે નજીકના સમયમાં જ આ સિંહ જોડીનો વિસ્તાર વધશે એટલે સંભવત: ખંભાલિડા પંથકમાં સિંહોનો કાયમી વસવાટ થઈ શકે છે.

અહેવાલ : વિશ્વાસ ભોજાણી, ગોંડલ

આ પણ વાંચો - Gujarat BJP : લોકસભાની ચૂંટણી માટે BJP ની પૂરજોશ તૈયારી, તમામ બેઠકો પર સેન્સ પ્રક્રિયા શરૂ, વાંચો સંપૂર્ણ વિગત

Tags :
DharalaGirnarGondalGujarat FirstGujarati NewsJetpurKhambhalidaKunkawavlionsRAJKOTRajkot Forest Department
Next Article