Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ramotsav : રાજ્યભરમાં શોભાયાત્રા, બાઈક-કાર રેલીઓ યોજાઈ, HC ના વકીલોનો હનુમાન ચાલીસા પાઠ

આજે 22 જાન્યુઆરીનો દિવસ ઇતિહાસ રચનારો છે. આજે 500 વર્ષના સંઘર્ષ, તપ, ત્યાગ અને બિલદાન બાદ ભગવાન શ્રી રામ અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં (Ramotsav) બિરાજમાન થયા છે. આ ઐતિહાસિક ક્ષણના દેશ-વિદેશમાં રહેતા કરોડો રામભક્તો સાક્ષી બન્યા છે. સમગ્ર દેશ રામમય...
ramotsav   રાજ્યભરમાં શોભાયાત્રા  બાઈક કાર રેલીઓ યોજાઈ  hc ના વકીલોનો હનુમાન ચાલીસા પાઠ
Advertisement

આજે 22 જાન્યુઆરીનો દિવસ ઇતિહાસ રચનારો છે. આજે 500 વર્ષના સંઘર્ષ, તપ, ત્યાગ અને બિલદાન બાદ ભગવાન શ્રી રામ અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં (Ramotsav) બિરાજમાન થયા છે. આ ઐતિહાસિક ક્ષણના દેશ-વિદેશમાં રહેતા કરોડો રામભક્તો સાક્ષી બન્યા છે. સમગ્ર દેશ રામમય બન્યો છે. આજે વિવિધ રાજ્ય, શહેર અને ગામમાં મહાઆરતી, મહાપ્રસાદ અને શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતભરમાં પણ વિવિધ સ્થળે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની (Ram Mandir Pran Pratishtha Mohotsav,) ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી છે. અંબાજી નજીક ગબ્બર પર્વત પર આરતી, અમદાવાદમાં (Ahmedabad) શોભાયાત્રા, કાર રેલી, મહેસાણામાં શોભાયાત્રા, ગુજરાત હાઇકોર્ટના વકીલો દ્વારા હનુમાન ચાલીસા પાઠનું આયોજન કરાયું હતું.

વકીલોએ કર્યો હનુમાન ચાલીસાનો પાઠ

Advertisement

બાઈક અને કાર રેલી

Advertisement

મહેસાણામાં ટ્રેક્ટર રેલી

અમદાવાદમાં વિવિધ સ્થળે શોભાયાત્રા, કાર-બાઇક રેલીનું આયોજન

અમદાવાદની વાત કરીએ તો, 22 જાન્યુઆરીના રોજ વિવિધ સ્થળે જેમ કે, રાણીપ, ચાંદખેડા, નરોડા, વસ્ત્રાલ સહિતના વિવિધ સ્થળે કાર રેલી અને શોભાયાત્રાનું (Ramotsav) આયોજન કરાયું હતું. વસ્ત્રાલમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) અયોધ્યાધામ શ્રી રામ મંદિરે ભગવાન શ્રીરામના શ્રદ્ધાપૂર્વક દર્શન કર્યા હતા અને 'શ્રી રામ મંદિરના વાલમ વધામણા-શ્રી રામોત્સવ' કાર્યક્રમમાં સહભાગી થયા હતા. જ્યારે નરોડામાં કરણી સેના ગુજરાતના પ્રમુખ સોનાસિંહ રાજપૂતના નેતૃત્વમાં ભવ્ય મહારેલીનું આયોજન કરાયું હતું, જેમાં ધારાસભ્ય પાયલબેન કુકરાનીના કાર્યાલયથી 500 કાર અને 500 બાઈક સાથેની રેલી અલગ-અલગ વિસ્તારમાંથી કાઢવામાં આવી હતી. ચાંદખેડાની વાત કરીએ તો યુવાઓ દ્વારા ભવ્ય કાર રેલી યોજાઇ હતી, જેમાં મોટી સંખ્યામાં ધજા સાથે ગાડીઓ પણ જોવા મળી હતી.

વસ્ત્રાલમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

ગુજરાતમાં રામોત્સવ

ગબ્બરમાં મહાઆરતી

મહેસાણા, અંબાજી ગબ્બરમાં પણ ઉજવણી

મહેસાણામાં (Mehsana) ડી માર્ટ સર્કલથી રાજધાની સુધી 30થી વધુ ટેબ્લોવાળા ટ્રેકટરો સાથે શોભાયાત્રા નીકળી હતી. શ્રીરામની વાનર સેનામાં 150થી વધુ સંખ્યામાં બાળકો વાનર સેના બન્યા હતા. જ્યારે શોભાયાત્રામાં મોટી સંખ્યામાં બાઇક અને કારચાલકોએ ભાગ લીધો હતો. જ્યારે અંબાજી ખાતે ગબ્બર પર્વત (Gabbar) પર ભગવાન શ્રીરામ દર્શન અને મહાઆરતી કાર્યક્રમનું આયોજન કરાયું છે. અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા સાંજે આ મહાઆરતીનું આયોજન કરાયું છે. આ સાથે ગબ્બર પર્વત પર અયોધ્યા રામ મંદિરમાં બિરાજમાન ભગવાન શ્રી રામનું ચિત્ર મોટી સ્ક્રીન પર રજૂ કરવામાં આવ્યું હતું. લાઇટ એન્ડ સાઉન્ડ શોમાં મોટી સંખ્યામાં લોકો ભગવાન શ્રીરામની ભક્તિ કરતા જોવા મળ્યા હતા. ગુજરાત હાઈકોર્ટની વાત કરીએ તો આજે અયોધ્યા (Ayodhya) રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે પરિસરમાં વકીલો માટે બનેલા બાર રૂમમાં મોટી સંખ્યામાં વકીલોએ ભેગા થઈ હનુમાન ચાલીસાનો પાઠ કર્યો હતો. ગુજરાત હાઈકોર્ટના વકીલો પણ રામભક્તિમાં લીન જોવા મળ્યા હતા.

આ પણ વાંચો - Khoraj : ખોરજમાં કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ, મુસ્લિમ સમાજે શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત કર્યું, ઘરે ધજા ફરકાવી

Tags :
Advertisement

.

×