ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Reshma Patel : AAP નેતા રેશમા પટેલની અટકાયત, ભૂપત ભાયાણી પર જૂતા ફેંકવાનો હતો પ્લાન

જુનાગઢમાંથી (Junagadh) મોટા સમાચાર સામે આવ્યા છે. આમ આદમી પાર્ટી (AAP) નેતા અને પ્રદેશ મહિલા પ્રમુખ રેશમા પટેલની (Reshma Patel) વહેલી સવારે પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. ભેસાણ ખાતે ભાજપના (BJP) કાર્યકર્તા સંમેલનને લઈને આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું...
08:53 AM Feb 03, 2024 IST | Vipul Sen
જુનાગઢમાંથી (Junagadh) મોટા સમાચાર સામે આવ્યા છે. આમ આદમી પાર્ટી (AAP) નેતા અને પ્રદેશ મહિલા પ્રમુખ રેશમા પટેલની (Reshma Patel) વહેલી સવારે પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. ભેસાણ ખાતે ભાજપના (BJP) કાર્યકર્તા સંમેલનને લઈને આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું...

જુનાગઢમાંથી (Junagadh) મોટા સમાચાર સામે આવ્યા છે. આમ આદમી પાર્ટી (AAP) નેતા અને પ્રદેશ મહિલા પ્રમુખ રેશમા પટેલની (Reshma Patel) વહેલી સવારે પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. ભેસાણ ખાતે ભાજપના (BJP) કાર્યકર્તા સંમેલનને લઈને આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું રેશમા પટેલે જણાવ્યું છે. રેશમા પટેલ આપના નેતા ભૂપત ભાયાણીનો વિરોધ કરવા જઈ રહ્યા હતા. ત્યારે તેમની અટકાયત કરવામાં આવી છે.

પ્રાપ્ત અહેવાલ મુજબ, આજે જુનાગઢના ભેસાણ (Bhesan) ખાતે નેતા ભૂપત ભાયાણી AAP નો સાથ છોડીને ભાજપમાં (BJP) જોડાવવાના છે. ભાજપના કાર્યકર્તા સંમેલન દરમિયાન ભૂપત ભાયાણી (Bhupat Bhayani) કેસરિયો ખેસ ધારણ કરવાના છે. ત્યારે ભૂપત ભાયાણી ભાજપમાં જોડાઈ રહ્યા હોવાથી આપ પાર્ટીના કાર્યકર્તાઓની લાગણી દુભાઈ હોવાનું રેશમા પટેલે જણાવ્યું હતું. અટકાયત પહેલા રેશમા પટેલે એક વીડિયો બનાવીને જણાવ્યું હતું કે, વહેલી સવારે તેઓ તેમના ઘરેથી ભેસાણ જવા નીકળ્યા હતા. જો કે, દરમિયાન તેમને મહિલા પોલીસની ટીમ દ્વારા રોકવામાં આવ્યા હતા અને અટકાયત કરાઈ હતી.

https://www.gujaratfirst.com/wp-content/uploads/2024/02/Reshma-Patel.mp4
ભૂપત ભાયાણી પર જૂતા ફેંકાશે : રેશમા પટેલ

રેશમા પટેલે વીડિયોમાં જણાવ્યું કે, ભૂપત ભાયાણીનો અમે વિરોધ કરીશું. તેમણે વિસાવદરની જનતા સાથે વિશ્વાસઘાત કર્યો છે, તેમણે આપ પાર્ટીના કાર્યકર્તાઓની મહેનત પર પાણી ફેરવ્યું છે અને લાગણી દુભાવી છે. એવા ભૂપતભાઈ ભાયાણી પર જૂતા ફેંકાશે. રેશમા પટેલે આરોપ લગાવતા કહ્યું કે, જ્યારે ભારતીય જનતા પાર્ટી (BJP) ડરે છે ત્યારે તંત્રને આગળ કરે છે. તેમણે કહ્યું કે, આપના ઘણા નેતાઓ અને કાર્યકર્તાની ધરપકડ કરવામાં આવી છે. ભલે અમારી ધરપકડ કરવામાં આવે અમે વિરોધ ચાલુ રાખીશું. આપ નેતા રેશમા પટેલ (Reshma Patel) ભૂપત ભાયાણીને વિશ્વાસઘાતી અને ગદ્દાર ગણાવી જૂતા ફેંકી વિરોધ વ્યક્ત કરવાના હતા. જો કે, આ પહેલા વહેલી સવારે તેમની અટકાયત કરવામાં આવી છે.

આ પણ વાંચો - PI TARAL BHATT : મહાતોડકાંડમાં PI તરલ ભટ્ટને આજે જુનાગઢ કોર્ટમાં રજૂ કરાશે, પૂછપરછમાં મોટા ખુલાસા થવાની વકી

Tags :
Aam Aadmi PartyAAPBhesan.Bhupat BhayaniBJPGujarat FirstGujarati NewsJunagadhReshma Patel
Next Article