ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

અહો આશ્ચર્યમ્....માત્ર 1 રૂપિયાની વસૂલાત માટે નિર્દયી PGVCL ખેડૂતને કોર્ટમાં લઈ ગયું, નોટિસ મોકલવા માટે રૂ.5ની ટિકિટ લગાવી

અમરેલીના કુંકાવાવમાંથી એક આશ્ચર્ય પમાડે તેવી ઘટના સામે આવી છે. અહીં માત્ર 1 રૂપિયાની ભરપાઈ કરવા માટે ખેડૂતને કોર્ટની નોટિસ ફટકારવામાં આવી છે. કુંકાવાવના ખેડૂતોનો માત્ર એક રૂપિયો બાકી હોવાથી PGVCL દ્વારા 1 રૂપિયો વસૂલવા માટે કોર્ટ થકી નોટિસ મોકલવામાં...
10:44 AM Dec 09, 2023 IST | Vipul Sen
અમરેલીના કુંકાવાવમાંથી એક આશ્ચર્ય પમાડે તેવી ઘટના સામે આવી છે. અહીં માત્ર 1 રૂપિયાની ભરપાઈ કરવા માટે ખેડૂતને કોર્ટની નોટિસ ફટકારવામાં આવી છે. કુંકાવાવના ખેડૂતોનો માત્ર એક રૂપિયો બાકી હોવાથી PGVCL દ્વારા 1 રૂપિયો વસૂલવા માટે કોર્ટ થકી નોટિસ મોકલવામાં...

અમરેલીના કુંકાવાવમાંથી એક આશ્ચર્ય પમાડે તેવી ઘટના સામે આવી છે. અહીં માત્ર 1 રૂપિયાની ભરપાઈ કરવા માટે ખેડૂતને કોર્ટની નોટિસ ફટકારવામાં આવી છે. કુંકાવાવના ખેડૂતોનો માત્ર એક રૂપિયો બાકી હોવાથી PGVCL દ્વારા 1 રૂપિયો વસૂલવા માટે કોર્ટ થકી નોટિસ મોકલવામાં આવી છે.  જ્યારે ચોંકાવનારી વાત એ છે કે  PGVCL દ્વારા માત્ર 1 રૂપિયો વસૂલવા માટે 5 રૂપિયાની ટિકિટ લગાવીને ખેડૂતને ટપાલ મોકલવામાં આવી હતી.

અમરેલીના કુંકાવાવમાં રહેતા અને ખેતીકામ કરતા હરેશ સોરઠિયા નામના ખેડૂતને કોર્ટ દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે. 7 વર્ષ પહેલાં ખેતરમાંથી કનેક્શન રદ કરવામાં આવ્યું હતું. જો કે, હરેશભાઈને માત્ર 1 રૂપિયો બાકી રહેતા હવે તેની વસૂલાત માટે PGVCL દ્વારા કોર્ટની નોટિસ મોકલવામાં આવી છે. આ નોટિસ મોકલવા માટે PGVCL દ્વારા 5 રૂપિયાની ટિકિટ લગાવીને ટપાલ મોકલવામાં આવી છે. એક તરફ રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના હકની વાતો કરવામાં આવે છે. ત્યારે બીજી તરફ નિર્દયી PGVCL માત્ર 1 રૂપિયા માટે ખેડૂતને કોર્ટમાં લઈ ગયું છે.

ગુજરાત સરકાર દ્વારા રાજ્યના ખેડૂતોને પ્રાધાન્ય આપી તેમના હિત અને સર્વાંગી વિકાસ માટે અનેક મહત્ત્વપૂર્ણ યોજનાઓ લાગૂ કરવામાં આવે છે. પરંતુ, બીજી તરફ અમરેલીના એક ખેડૂતને માત્ર એક રૂપિયો બાકી રહેતા નિર્દયી PGVCL દ્વારા 1 રૂપિયાની વસૂલાત માટે કોર્ટની નોટિસ મોકલી છે. જો કે, આ નોટિસ મોકલવા માટે PGVCL દ્વારા રૂ. 5ની ટિકિટ લગાવીને ટપાલ મોકલવામાં આવી છે. ત્યારે એવા સવાલ થાય છે કે PGVCLના અધિકારીઓ ખેડૂત પ્રત્યે આટલા નિર્દયી કેમ બની શકે છે? સરકાર ખેડૂતો માટે સંવેદનશીલ છે તો પછી અધિકારીઓ કેમ ઉદ્ધતાઈ વર્તી રહ્યા છે? 1 રૂપિયા માટે ખેડૂતને કોર્ટના ધક્કા ખવડાવવા કેટલા યોગ્ય? PGVCLને નોટિસના તાયફા કરવા કેમ ગમી રહ્યા છે?

 

આ પણ વાંચો- પક્ષીઓ માટે કયાં બનાવાયો છે 1 કરોડ રૂપિયાનો આલીશાન બંગલો, વાંચો અહેવાલ

Tags :
AmreliAmreli PGVCLcourtfarmerGujaratGujarat NewsKunkawav
Next Article