ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Sabarkantha : કાર-ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારની 2 માસૂમ બાળકી સહિત 5 સભ્યોનાં મોત

સાબરકાંઠામાં (Sabarkantha) ગમખ્વાર અકસ્માતનો એક બનાવ બન્યો છે. ઈડરના (Idar) નેત્રામલીના પરિવારને ભેટાલી પાસે અકસ્માત નડતાં પરિવારનાં 5 સભ્યોનાં મોત નીપજ્યાં છે. મૃતકોમાં બે નાની માસૂમ બાળકીઓ પણ સામેલ છે. પરિવારની કાર ટ્રક સાથે અથડાતા ગોઝારો અકસ્માત સર્જાયો છે. એક...
09:16 AM Jun 07, 2024 IST | Vipul Sen
સાબરકાંઠામાં (Sabarkantha) ગમખ્વાર અકસ્માતનો એક બનાવ બન્યો છે. ઈડરના (Idar) નેત્રામલીના પરિવારને ભેટાલી પાસે અકસ્માત નડતાં પરિવારનાં 5 સભ્યોનાં મોત નીપજ્યાં છે. મૃતકોમાં બે નાની માસૂમ બાળકીઓ પણ સામેલ છે. પરિવારની કાર ટ્રક સાથે અથડાતા ગોઝારો અકસ્માત સર્જાયો છે. એક...

સાબરકાંઠામાં (Sabarkantha) ગમખ્વાર અકસ્માતનો એક બનાવ બન્યો છે. ઈડરના (Idar) નેત્રામલીના પરિવારને ભેટાલી પાસે અકસ્માત નડતાં પરિવારનાં 5 સભ્યોનાં મોત નીપજ્યાં છે. મૃતકોમાં બે નાની માસૂમ બાળકીઓ પણ સામેલ છે. પરિવારની કાર ટ્રક સાથે અથડાતા ગોઝારો અકસ્માત સર્જાયો છે. એક જ પરિવારનાં 5 સભ્યોનાં મોત બાદ નેત્રામલી ગામ હિબકે ચડ્યું છે.

અકસ્માતમાં કારનો કચ્ચાઘાણ વળ્યો

ભેટાલી પાસે કાર અને ટ્રક વચ્ચે અકસ્માત થયો

પ્રાપ્ત માહિતી મુજબ, મૂળ સાબરકાંઠાના (Sabarkantha) ઈડરના નેત્રામલીનો (Netramali) અને હાલ મુંબઈ (Mumbai) ખાતે રહેતો જરીવાળા પરિવાર રજાઓમાં વતન આવ્યો હતો. પરિવારનાં સભ્યો મોડી રાતે કાર મારફતે હિંમતનગર (Himmatnagar) તરફ જઈ રહ્યો હતો ત્યારે ભેટાલી પાસે તેમની કાર અને ટ્રક વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. જ્યારે, કારમાં સવાર પરિવારનાં 5 સભ્યોનાં કરૂણ મોત નીપજ્યાં હતાં. આ અકસ્માતમાં બે નાની બાળકીઓના પણ ઘટના સ્થળે મોત થયાં હતાં.

બે માસૂમ સહિત પરિવારના 5 સભ્યોનાં કરૂણ મોત

5 સભ્યોમાં 2 માસૂમ બાળકીઓના પણ મોત

એક જ પરિવારનાં અકસ્માતમાં થયેલ મોત બાદ સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે. અકસ્માતને પગલે મોટી સંખ્યામાં લોકોનું ટોળું ભેગું થયું હતું. સ્થાનિક પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને મૃતકોના શવને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવાની કામગીરી હાથ ધરી હતી. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. જો કે, એક જ પરિવારના 5 સભ્યોને કાળ ભરખી જતા સગા-સંબંધીઓ સહિત સમગ્ર પંથકમાં શોકની લાગણી પ્રસરી છે.

 

આ પણ વાંચો - Gondal: જસદણ હાઇવે પર થયો ગમખ્વાર અકસ્માત, ખાંડાધારના પૂર્વ સરપંચના પુત્રનું મોત

આ પણ વાંચો - Bharuch: જાહેર માર્ગ પર આખલા તોફાને ચડતાં વાહનચાલકોના જીવ તાળવે ચોંટ્યા

આ પણ વાંચો - Kutch : પ્રેમિકાને મળવા આવેલા યુવકને પરિજનોએ બાંધી ઢોર માર માર્યો, અંજારમાં રૂ.40 લાખની લૂંટ મચાવી 4 ફરાર

Tags :
family Member dead in AccidentGujarat FirstGujarati NewsHimmatnagarIdarMUMBAINetramaliRaod AccidentSabarkantha
Next Article