Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

SABARKANTHA : સાબરડેરીની ચુંટણીમાં જૂના ડીરેકટરો અને ચેરમેને નોંધાવી ઉમેદવારી

અહેવાલ  - યશ ઉપાધ્યાય  -સાબરકાંઠા  SABARKANTHA : સાબરડેરીના નિયામક મંડળની ચુંટણીમાં ઉમેદવારી કરવાની સમય અવધીને આડે હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે સોમવાર સુધીમાં અંદાજે 57 ઉમેદવારી પત્રો ભરાઈ ચુકયા છે સોમવારે ભરાયેલા ઉમેદવારી પત્રોમાં ડેરીના વર્તમાન ચેરમેન, કેટલાક ડીરેકટરો...
sabarkantha   સાબરડેરીની ચુંટણીમાં જૂના ડીરેકટરો અને ચેરમેને નોંધાવી ઉમેદવારી
Advertisement

અહેવાલ  - યશ ઉપાધ્યાય  -સાબરકાંઠા 

SABARKANTHA : સાબરડેરીના નિયામક મંડળની ચુંટણીમાં ઉમેદવારી કરવાની સમય અવધીને આડે હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે સોમવાર સુધીમાં અંદાજે 57 ઉમેદવારી પત્રો ભરાઈ ચુકયા છે સોમવારે ભરાયેલા ઉમેદવારી પત્રોમાં ડેરીના વર્તમાન ચેરમેન, કેટલાક ડીરેકટરો તથા સહકારી અગ્રણીઓએ ઉમેદવારી પત્રો રજુ કરવા માટે પ્રાંત કચેરીમાં હાજર રહયા હતા.

Advertisement

Advertisement

આ અંગે સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ એક તરફ પેટા કાયદાની અસમંજસ ફેલાયેલી છે ત્યારે જે તે સમયે સાબરડેરીના નિયામક મંડળની ચુંટણીનું જાહેરનામુ પ્રસિધ્ધ કરાયું છે તેમાં જનરલને બદલે વિભાગવાર ડીરેકટરની ચુંટણી યોજવાનું નક્કી કરાયું છે પરંતુ હિંમતનગર તાલુકાની એક દુધ મંડળીના ચેરમેને પેટાકાયદા અંગે હાઈકોર્ટમાં રીટ દાખલ કરી દાદ માંગી છે જેની સુનાવણી છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહી છે અને તેના ભાગરૂપે સોમવારે પણ મુદ્ત હતી. તેમ છતાં હાઈકોર્ટે કેટલાક મુદ્દાઓને લઈને વધુ એક મુદ્ત પાડી છે જે મુજબ મંગળવારે વધુ સુનાવણી થશે એમ વિશ્વસનીય સુત્રોમાંથી જણાવાયું છે.

SABARKANTHA માં સોમવારે જે ઉમેદવારી પત્રો ભરાયા છે તેમાં સાબડેરીના વર્તમાન અને કાર્યકારી ચેરમેન શામળભાઈ પટેલ, ડિરેકટર ર્ડા.વિપુલ પટેલ, તલોદ તાલુકાના સહકારી અગ્રણી મહેન્દ્ર પટેલ સહિત અન્ય નવા અને જાણીતા સહકારી અગ્રણીઓએ હાલના તબક્કે ઉમેદવારી પત્રો ભરીને જિલ્લાના સહકારી ક્ષેત્રમાં ઝંપલાવ્યુ છે. પરંતુ જો ભાજપ દ્વારા મેન્ડેટ આપવાનો નિર્ણય લેવાશે તો ભરાયેલા મોટાભાગના ઉમેદવારો જાતે જ પોતાના ઉમેદવારી પત્રો પરત ખેંચી લેશે તેવી શકયતા નકારી શકાતી નથી.

કયા ઝોનમાં કેટલા ઉમેદવારીપત્રો ભરાયા ?

ઝોન - ૧(ખેડબ્રહ્મા) ૦૪
ઝોન - ર(વડાલી) ૦૩
ઝોન - ૩(ઈડર/૧) ૦૭
ઝોન - ૪(ઈડર/ર) ૦૩
ઝોન - પ(ભિલોડા) ૦૯
ઝોન - ૬(હિંમતનગર/૧) ૦૩
ઝોન - ૭(હિંમતનગર/ર) ૦૩
ઝોન - ૮(પ્રાંતિજ) ૦૨
ઝોન - ૯(તલોદ) ૦૩
ઝોન - ૧૦(મોડાસા/૧) ૦૧
ઝોન - ૧૧(મોડાસા/ર) ૦૬
ઝોન - ૧ર(મેઘરજ) ૦૦
ઝોન - ૧૩(માલપુર) ૦૫
ઝોન - ૧૪(ધનસુરા) ૦૨
ઝોન - ૧પ(બાયડ/૧) ૦૩
ઝોન - ૧૬(બાયડ/ર) ૦૩

આ  પણ  વાંચો-સાબરડેરી નિયામક મંડળની ચૂંટણીમાં ર૬ ઉમેદવારીપત્રો ભરાયા

Advertisement

.

×