ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

SANAND : બાર એસોસિયેશનના પ્રમુખના અપહરણ મામલે આવ્યો ચોંકાવનારો વળાંક

SANAND : અમદાવાદ (AHMEDABAD) પાસેના સાણંદ (SANSND) બાર એસોસિયેશનના પ્રમુખના અપહરણ કેસમાં આજે ચોંકાવનારો વળાંક સામે આવ્યો છે. કરોડો રૂપિયાની લેતીદેતીના મામલે  વકીલ દ્વારા જ SANAND ના વકીલનું અપહરણ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. રૂ. 2 કરોડ આપવામાં...
01:46 PM Mar 14, 2024 IST | PARTH PANDYA
SANAND : અમદાવાદ (AHMEDABAD) પાસેના સાણંદ (SANSND) બાર એસોસિયેશનના પ્રમુખના અપહરણ કેસમાં આજે ચોંકાવનારો વળાંક સામે આવ્યો છે. કરોડો રૂપિયાની લેતીદેતીના મામલે  વકીલ દ્વારા જ SANAND ના વકીલનું અપહરણ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. રૂ. 2 કરોડ આપવામાં...

SANAND : અમદાવાદ (AHMEDABAD) પાસેના સાણંદ (SANSND) બાર એસોસિયેશનના પ્રમુખના અપહરણ કેસમાં આજે ચોંકાવનારો વળાંક સામે આવ્યો છે. કરોડો રૂપિયાની લેતીદેતીના મામલે  વકીલ દ્વારા જ SANAND ના વકીલનું અપહરણ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.

રૂ. 2 કરોડ આપવામાં ન આવે તો કેનાલમાં ફેંકી દેવાની ધમકી

અમદાવાદ પાસે આવેલા સાણંદ બાર એસોસિયેશનના પ્રમુખ મહેશ પટેલ છે. ગઇ કાલે તેમનું તેલાવ ગામ નજીકથી અપહરણ કરવામાં આવ્યું હતું. આ અપહરણ એડવોકેટ ગોતમ દ્વારા કરવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. અપહરણ બાદ તાત્કાલિક રૂ. 6 કરોડની માંગણી કરવામાં આવી હતી. જે બાદ જો આજે રૂ. 2 કરોડ આપવામાં ન આવે તો મહેશ પટેલને કેનાલમાં ફેંકી દેવાની ધમકી આપી હતી.

કારમાંથી રૂ. 44 લાખ મળી આવ્યા

જે બાદ વાટાધાટો શરૂ થતા રૂ. 6 કરોડથી શરૂ થયેલી વાત રૂ. 2 કરોડ પર આવી હતી. થોડાક સમય બાદ રૂ. 1 કરોડમાં સમાધાન થયું હતું. દરમિયામ જાણવા મળ્યું કે, મહેશ પટેલની કારમાંથી રૂ. 44 લાખ અપહરણકારોને મળી આવ્યા હતા. જે બાદ મહેશ પટેલના ભાઇ પાસેથી રૂ. 55 લાખની માંગણી કરવામાં આવી હતી.

ઘટનાક્રમમાં અનેક રોચક વળાંકો આવ્યા

આમ, સાણંદ બાર એસોશિયેસનના પ્રમુખ મહેશ પટેલનું અપહરણ થયાનું સામે આવ્યા બાદ વિવિધ ઘટનાક્રમ સર્જાયો હતો. ગતરોજ મહેશ પટેલનું તેલાવ ગામ નજીકથી અપહરણ કરવામાં આવે છે. ત્યાર બાદ તાત્કાલિક રૂ. 6 કરોડની માંગણી કરવામાં આવે છે. જે બાદ વાટાઘાટો શરૂ થતા રૂ. 2 કરોડ અને ત્યાર બાદ અંતમાં રૂ. 1 કરોડમાં સમાધાન થાય છે. પછી મહેશ પટેલની કારમાંથી રૂ. 44 લાખ મળી આવ્યા હોવાથી તેમના મોટા ભાઇ પાસેથી રૂ. 55 લાખ મંગાવવામાં આવે છે. શરૂઆતથી લઇને અત્યાર સુધીના ઘટનાક્રમમાં અનેક રોચક વળાંકો આવ્યા છે. જેને લઇને સૌ કોઇ વિચારતા થઇ ગયા છે.

આ પણ વાંચો --VADODARA : શહેરના જૂના મોબાઇલ માર્કેટમાં પાલિકાનો સરવે

Tags :
andassociationBarKidnappresidentsansnturntwist
Next Article