ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Ahmedabad : SG હાઇવે પર ઇકો ચાલકે સગીરને 200 મીટર ઢસડ્યો, થયું મોત, CCTV ફૂટેજ આવ્યા સામે

અમદાવાદના (Ahmedabad) એસ.જી હાઇવે પર હિડ એન્ડ રનનો (hit and run) બનાવ બન્યો હતો, આ ગોઝારા અકસ્માતના હચમચાવે એવા CCTV ફૂટેજ હવે સામે આવ્યા છે. 10 મેના રોજ થયેલ આ અકસ્માતમાં બેફામ આવતા ઇકો કારચાલકે 15 વર્ષીય સગીરને 200 મીટર...
03:29 PM May 13, 2024 IST | Vipul Sen
અમદાવાદના (Ahmedabad) એસ.જી હાઇવે પર હિડ એન્ડ રનનો (hit and run) બનાવ બન્યો હતો, આ ગોઝારા અકસ્માતના હચમચાવે એવા CCTV ફૂટેજ હવે સામે આવ્યા છે. 10 મેના રોજ થયેલ આ અકસ્માતમાં બેફામ આવતા ઇકો કારચાલકે 15 વર્ષીય સગીરને 200 મીટર...

અમદાવાદના (Ahmedabad) એસ.જી હાઇવે પર હિડ એન્ડ રનનો (hit and run) બનાવ બન્યો હતો, આ ગોઝારા અકસ્માતના હચમચાવે એવા CCTV ફૂટેજ હવે સામે આવ્યા છે. 10 મેના રોજ થયેલ આ અકસ્માતમાં બેફામ આવતા ઇકો કારચાલકે 15 વર્ષીય સગીરને 200 મીટર સુધી ઢસડ્યો હતો. માહિતી મુજબ, અકસ્માતની આ ઘટના સોલા સિવિલ હોસ્પિટલ નજીક બની હતી. આ મામલે પોલીસે અજાણ્યા ઇકો કારચાલક સામે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.

ઇકોચાલકે સગીરને 200 મીટર સુધી ઢસડ્યો

અમદાવાદનો (Ahmedabad) એસ.જી. હાઇવે સૌથી વધુ વ્યસ્ત માર્ગો પૈકીનો એક છે. અહીં, દિવસ દરમિયાન મોટાભાગે ટ્રાફિક જોવા મળતું હોય છે. ત્યારે એસ.જી. હાઇવે પર અકસ્માતના બનાવો પણ સતત બનતા હોય છે. ત્યારે 10 મેના રોજ SG હાઇવે ( SG highway) પર આવેલ સોલા સિવિલ હોસ્પિટલ (Sola Civil Hospital) નજીક એક ગોઝારો અકસ્માત સર્જાયો હતો. આ આકસ્માતમાં પૂરઝડપે અને બેફામ આવતા એક અજાણ્યા ઇકો કારચાલકે 15 વર્ષીય સગીરને પાછળથી જોરદાર ટક્કર મારી હતી અને 200 મીટર સુધી ઢસડ્યો હતો. અકસ્માત દરમિયાન ઇકો કારના આગળ અને પાછળના બંને ટાયર સગીરની છાતી પર ફરી વળ્યા હતા.

SG હાઇવે પર ગોઝારો અકસ્માત

મૃતકના મમ્મીનું 8 વર્ષ જ્યારે પિતાનું 10 વર્ષ પહેલા થયું હતું નિધન

આ અકસ્માતમાં સગીરનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે, ઇકો કારચાલક અકસ્માત સર્જીને ફરાર થઈ ગયો હતો. આ હચમચાવે એવા અકસ્માતના હવે CCTV ફૂટેજ સામે આવ્યા છે, જેમાં દેખાય છે કે બેફામ આવતો ઇકો કારચાલક કેવી રીતે યુવકને 200 મીટર સુધી ઢસડે છે અને પછી ફરાર થઈ જાય છે. આ ઘટનામાં પોલીસે તપાસ કરતા મૃતક સગીરની ઓળખ અમન તરીકે થઈ હતી અને અમનનાં મમ્મીનું 8 વર્ષ પહેલાં જ્યારે પિતાનું 10 વર્ષ પહેલા નિધન થયું હતું. આ અકસ્માતમાં (Road Accident) પોલીસે અજાણ્યા ઇકો કારચાલક સામે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.

 

આ પણ વાંચો - Ahmedabad: જોધપુરમાં બેફામ AMTS બસે એક સાથે આઠ વાહનના ભુક્કા બોલાવ્યા

આ પણ વાંચો - Accident : અમદાવાદના પરિવારને દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર નડ્યો અકસ્માત, 3 ના મોત, 5 ઘાયલ…

આ પણ વાંચો - Vaishali Joshi Case : PI બી.કે.ખાચરની આગોતરા જામીનની આજે સુનાવણી

Tags :
AccidentAhmedabadCctv FootageCrime Newseco car driverGujarat FirstGujarati Newshit and runSG HighwaySola Civil HospitalSOLA POLICE
Next Article