ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Surat Child Suicide: વાલીઓ બાળકોને ફોન આપતા પહેલા વિચાર જો, ફોનની લતમાં યુવતીએ કર્યો આપઘાત

Surat Child Suicide: દરેક માતા-પિતા માટે આ સમાચાર ખૂબ જ મહત્વના છે. વાલીઓ તમારા બાળકોનું ધ્યાન રાખો. સુરતનો એક બનાવ દરેક વાલીઓ માટે એક ચેતવણીરૂપ કિસ્સો બન્યો છે. નાની ઉંમરમાં વધુ પડતો ફોનનો ઉપયોગ કરતા બાળકો માટે એક ચોંકાવનાર દાખલો...
08:31 PM Mar 10, 2024 IST | Aviraj Bagda
Surat Child Suicide: દરેક માતા-પિતા માટે આ સમાચાર ખૂબ જ મહત્વના છે. વાલીઓ તમારા બાળકોનું ધ્યાન રાખો. સુરતનો એક બનાવ દરેક વાલીઓ માટે એક ચેતવણીરૂપ કિસ્સો બન્યો છે. નાની ઉંમરમાં વધુ પડતો ફોનનો ઉપયોગ કરતા બાળકો માટે એક ચોંકાવનાર દાખલો...
girl committed suicide due to phone addiction

Surat Child Suicide: દરેક માતા-પિતા માટે આ સમાચાર ખૂબ જ મહત્વના છે. વાલીઓ તમારા બાળકોનું ધ્યાન રાખો. સુરતનો એક બનાવ દરેક વાલીઓ માટે એક ચેતવણીરૂપ કિસ્સો બન્યો છે. નાની ઉંમરમાં વધુ પડતો ફોનનો ઉપયોગ કરતા બાળકો માટે એક ચોંકાવનાર દાખલો રાજ્યના સુરત શહેરમાંથી આવ્યો છે.

આ મામલામાં સુરત શહેરમાં 20 વર્ષની વિશાખા રાણાને અનહદ મોબાઈલની લત લાગી ગઈ હતી. પરિવારના મતે યુવતી બે મહિલાથી સતત ડિપ્રેશનમાં રહેતી હતી. તેનું મુખ્ય કારણ એ હતું કે વિશાખા દિવસ દરમિયાન સતત મોબાઈલમાં વ્યસ્ત રહેતી હતી. તે ઉપરાંત આ મામલામાં પરિવાર દ્વારા જે માહિતી આપવામાં આવેલી તે અત્યંત ચોંકાવનારી હતી.

યુવતી માનસિક બીમારીથી પીડિત હતી

પરિવારના કહ્યા પ્રમાણે વિશાખા સતત મોબાઈલ અને ગૂગલ પર સમય પસાર કરતી હોવાથી. તે કહેતી હતી કે તેને કોઈ અવાજ સંભળાતા હતા. તે ઉપરાંત તેને કંઈક અજીબોગરિબ વસ્તુંઓ પણ દેખાતી હતી. તે કહેતી હતી કે તેને ગૂગલ ખાવાનું ના પાડે છે. ગુગલ કહે છે મરી જા, એવો અવાજ યુવતીને આવતો હતો.

Surat Child Suicide

સારવાર દરમિયાન ફોન લઈ લેતા જીવન ટૂંકાવ્યું

એટલું જ નહીં યુવતી જ્યારે મંદિર જાય ત્યારે પણ તેને મોબાઈલ જોવાતો હોવાનું કહેતી હતી. સમસ્યા વધતી પરિવારજનોએ માનસિક રોગના નિષ્ણાતનો પણ સંપર્ક કર્યો હતો અને તેમની પાસે સારવાર શરૂ કરી હતી. પરંતું સારવાર દરમિયાન તેની પાસેથી મોબાઈલ લઈ લેવામાં આવ્યો હતો. તેના કારણે તેણે આપઘાત કર્યો હતો. ત્યારે આ ઘટનાને લઈને સુરત શહેર સહિત દેશભરમાં સતત મોબાઈલનો ઉપયોગ કરતા યુવક-યુવતીઓ માટે આ ચોંકાવનારો દાખલો છે.

મોબાઈલની લત છોડાવાનો શું છે ઉપાય?

 

Tags :
awarenesschild assaultGujaratGujaratFirsthypnotizingmobilesuicideSuratSurat Child Suicide
Next Article