Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Surat City News: રાજ્યમંત્રીએ ભર શિયાળે સત્તાધીશોને પરસેવે નવડાવ્યા

Surat City News: આજરોજ સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના ભાદોલ ગામમાં 107 કરોડના વિકાસ કામોનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઓલપાડ વિધાનસભાના ધારાસભ્ય અને સરકારના રાજ્યકક્ષાના મંત્રી મુકેશ પટેલ હાજર રહ્યા હતા. રાજ્યમંત્રી અધિકારીઓને આપી અંતિમ ચેતવણી અધિકારીઓએ અચૂક નાગરિકોની...
surat city news  રાજ્યમંત્રીએ ભર શિયાળે સત્તાધીશોને પરસેવે નવડાવ્યા
Advertisement

Surat City News: આજરોજ સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના ભાદોલ ગામમાં 107 કરોડના વિકાસ કામોનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઓલપાડ વિધાનસભાના ધારાસભ્ય અને સરકારના રાજ્યકક્ષાના મંત્રી મુકેશ પટેલ હાજર રહ્યા હતા.

  • રાજ્યમંત્રી અધિકારીઓને આપી અંતિમ ચેતવણી
  • અધિકારીઓએ અચૂક નાગરિકોની મુશ્કેલી સાંભળી
  •  જો અધિકારી ફોન રીસિવ ના કરે તો મને કહો

ત્યારે આ કાર્યક્રમને સંલગ્ન સ્પિચ તેમણે આપી હતી. પરંતુ આ સ્પીચ દરમિયાન તેમણે પ્રજાની મુશ્કેલીઓનું નિરાકરણ લાવવાના સવાલ-જવાબને પણ વ્યાખ્યાયિત કરતા હતા. ત્યારે તેમણે સરકારી અધિકારીઓ અને પદઅધિકારીઓને આડે હાથ લીધ હતા.

Advertisement

રાજ્યમંત્રી અધિકારીઓને આપી અંતિમ ચેતવણી

Surat City News

Surat City News

Advertisement

તેમા તેમણે જાહેર મંચ પરથી જણાવ્યું હતું કે, નાગરિકો દ્વારા કરવામાં આવતા ફોન કૉલને કેમ સત્તાધીશો દ્વારા ઉપાડવામાં કે તેમની મુશ્કેલી સાંભળવામાં આવતી નથી. નાગરિકો દ્વારા કરવામાં આવેલી આ રજૂઆતને લઈને રાજ્યકક્ષાના મંત્રી મુકેશ પટેલ સત્તાધીશો પર ખૂબ અકળાયા હતા.

તેમણે સત્તાધીશોને જાહેર અંતિમ ચેતવણી આપી હતી. તેમણે વધુમાં કહ્યું હતું કે, નાગરિકોની તમામ મુશ્કેલીને સમયસર સાંભળી તેનું વહેલી તકે નિરાકરણ આવે તેવી અઘિકારીઓ અને પદઅધિકારીઓને સૂચના પાઠવી હતી.

અધિકારીઓએ અચૂક નાગરિકોની મુશ્કેલી સાંભળી

તેમના કહ્યા પ્રમાણે જનતાની રજૂઆતો સાંભળવી પડશે અને જનતાને જવાબ આપવો પડશે, ભલે કામ પાંચ દિવસ મોડું થાય,ગમે ત્યારે ફોન આવે મારા ઓલપાડ તાલુકાનાં નાગરિકોનો ફોન ન રીસિવ કર્યો હોય એવું ના બનવું જોઈએ.

જો અધિકારી ફોન રીસિવ ના કરે તો મને કહો

દેશના વડાપ્રધાન 140 કરોડ જનતાને સાંભળતા હોય, તો તમે તો સ્થાનિક પ્રતિનિધિ છો. હું અપીલ કરુ છું જનતાને કે તમારા જે પણ કામ હોયએ સીધા તમારા પદાધિકારીઓને કહો. જો તે ના કરે તો મને કહેજો તેવું મંત્રી મુકેશ પટેલે જાહેર મંચ ઉપરથી કહ્યું હતું.

અહેવાલ ઉદય જાદવ

આ પણ વાંચો: ગુજરાતના પત્રકારત્વમાં જાણીતું નામ એવા દિલીપભાઈ ગોહિલનું નિધન

Tags :
Advertisement

.

×