ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Surat : લોકસભાની ચૂંટણી જીતવા CR પાટીલે પેજ કમિટીના સભ્યોને આપ્યો આ ખાસ મંત્ર!

લોકસભાની ચૂંટણીને (Lok Sabha elections,) લઈ ગુજરાત સહિત દેશભરમાં ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા જોરશોરથી પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં (Gujarat) પણ BJP ઉમેદવારો જનતાને રીઝાવવા માટે રાતદિવસ મહેનત કરી રહ્યા છે. દરમિયાન, સુરતમાં (Surat) બીજેપી પ્રદેશ...
12:44 PM Apr 04, 2024 IST | Vipul Sen
લોકસભાની ચૂંટણીને (Lok Sabha elections,) લઈ ગુજરાત સહિત દેશભરમાં ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા જોરશોરથી પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં (Gujarat) પણ BJP ઉમેદવારો જનતાને રીઝાવવા માટે રાતદિવસ મહેનત કરી રહ્યા છે. દરમિયાન, સુરતમાં (Surat) બીજેપી પ્રદેશ...

લોકસભાની ચૂંટણીને (Lok Sabha elections,) લઈ ગુજરાત સહિત દેશભરમાં ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા જોરશોરથી પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં (Gujarat) પણ BJP ઉમેદવારો જનતાને રીઝાવવા માટે રાતદિવસ મહેનત કરી રહ્યા છે. દરમિયાન, સુરતમાં (Surat) બીજેપી પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે (C.R. Patil) પેજ કમિટીના સભ્યોને ટકોર કરતા કહ્યું કે, 'વિધાનસભામાં જે ભૂલ થઈ હતી તે લોકસભામાં ન થાય. આપણી પાસે આ વખતે ઈતિહાસ સર્જવાની તક છે. મતદાન પૂર્ણ ન થાય ત્યા સુધી શાંતિથી બેસતા નહીં.' આ સાથે તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરી ગુજરાતની તમામ 26 લોકસભા બેઠકો જીતવાનો વિશ્વાસ દાખવ્યો છે.

લોકસભા ચૂંટણીને લઈ ગુજરાતમાં બીજેપીએ પ્રચારનો ઘમઘમાટ શરૂ કર્યો છે. ત્યારે, પ્રદેશ BJP અધ્યક્ષ CR પાટીલે (C.R. Patil) સુરતમાં (Surat) પેજ કમિટીના સભ્યો (page committee members) સાથે બેઠક કરી ખાસ ટકોર કરી હતી. તેમણે કહ્યું કે, આપણી પાસે આ વખતે ઇતિહાસ સર્જવાની તક છે. આથી વિધાનસભામાં જે ભૂલ થઈ હતી તે હવે લોકસભામાં ન થાય. C.R. પાટીલે આગળ કહ્યું કે, વિધાનસભામાં કેટલીક સીટો ઓછા માર્જિનથી હાર્યા હતા. આથી મતદાન પૂર્ણ ન થાય ત્યા સુધી શાંતિથી બેસતા નહીં. તેમણે સૂચન કરતા કહ્યું કે, 5 વાગ્યા સુધી મતદારોને મતદાન મથક સુધી લઈ જજો.

CR પાટીલે સોશિયલ મીડિયા પર કરી આ પોસ્ટ

CR પાટીલે પેજ કમિટીના સભ્યોને કહ્યું કે, જે ભૂલ 26 સીટો પર કાર્યકર્તાઓએ કરી તે હવે ન કરતા. આ વખતે ઈતિહાસ સર્જવાની તક છે. આ સાથે CR પાટીલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક ખાસ પોસ્ટ કરી હતી. સાથે જ ગુજરાતની (Gujarat) તમામ 26 લોકસભા બેઠકો 5 લાખના મતોથી જીતવા અંગેનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો. તેમણે પોસ્ટ કરતા લખ્યું કે, પ્રમુખ બનતી વખતે 8 માંથી 8 સીટ જીતી બતાવી. સાથે જ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં પણ ભવ્ય જીત મળી. આ જીત પાછળ પાર્ટીના કાર્યકર્તાઓની સખત મહેનત છે.

 

આ પણ વાંચો - C R Patil At Navsari: નવસારીમાં કુલ 44 હજાર બાળકીઓને એકસાથે સુકન્યા યોજનાનો મળ્યો લાભ

આ પણ વાંચો - Rupala Controversy : રૂપાલાના વિવાદ વચ્ચે CM ભૂપેન્દ્ર પટેલને ફરી એકવાર દિલ્હી તેડું

આ પણ વાંચો - Banaskantha Parshottam Rupala: વિરોધનો વંટોળ બનાસકાંઠામાં, ભાજપની ગાડી કરાઈ પીછેહઠ

Tags :
Bharatiya Janata PartyBJPCongressCR PatilGujarat FirstGujarati NewsLegislative Assembly Electionlocal Swaraj electionsLok Sabha Electionspage committee membersparty workerssocial media platform XSurat
Next Article