ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Surat : પાંડેસરામાં સાવકા પિતાની ક્રૂરતા, 8 વર્ષના દીકરાના ગળે બ્લેડ ફેરવી

સુરતમાં (Surat) સાવકા પિતાની (Stepfather) ક્રૂરતા સામે આવી છે. સુરતના પાંડેસરા વિસ્તારમાં (Pandesara) 8 વર્ષના માસૂમ બાળકને તેના સાવકા પિતાએ જ તાલીબાની સજા આપી હતી. પિતાએ પુત્રના ગળે બ્લેડ ફેરવી દીધી હતી, જેના કારણે કિશોર લોહીલુહાણ થયો હતો. ઇજાગ્રસ્ત કિશોરને...
04:01 PM Jan 17, 2024 IST | Vipul Sen
સુરતમાં (Surat) સાવકા પિતાની (Stepfather) ક્રૂરતા સામે આવી છે. સુરતના પાંડેસરા વિસ્તારમાં (Pandesara) 8 વર્ષના માસૂમ બાળકને તેના સાવકા પિતાએ જ તાલીબાની સજા આપી હતી. પિતાએ પુત્રના ગળે બ્લેડ ફેરવી દીધી હતી, જેના કારણે કિશોર લોહીલુહાણ થયો હતો. ઇજાગ્રસ્ત કિશોરને...

સુરતમાં (Surat) સાવકા પિતાની (Stepfather) ક્રૂરતા સામે આવી છે. સુરતના પાંડેસરા વિસ્તારમાં (Pandesara) 8 વર્ષના માસૂમ બાળકને તેના સાવકા પિતાએ જ તાલીબાની સજા આપી હતી. પિતાએ પુત્રના ગળે બ્લેડ ફેરવી દીધી હતી, જેના કારણે કિશોર લોહીલુહાણ થયો હતો. ઇજાગ્રસ્ત કિશોરને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયો હતો. જ્યારે તેના પિતાની ધરપકડ કરવામાં આવી છે.

સુરતના (Surat) પાંડેસરા વિસ્તારમાં કમલા ચોક પાસે વિજય કહાર પરિવાર સાથે રહે છે. વિજય કહાર અને તેની બીજી પત્ની વચ્ચે કોઈ ન કોઈ બાબતે અવારનવાર ઝઘડા થતા હતા. દરમિયાન એક દિવસ પત્નીએ કહ્યું કે, 'તું મુઝે પૈસા નહિ દેતા ઈસ્લિયે મેં તેરે સાથ નહિ રહૂંગી'. આથી વિજય કહાર ખૂબ જ ગુસ્સે ભરાયો હતો. નશાની લત ધરાવતા વિજય કહાર સાથે પત્નીના વારંવાર ઝઘડાઓ થતાં હોવાથી એક દિવસ વિજયે બીજી પત્નીના 8 વર્ષના પુત્ર પર જીવલેણ હુમલો કર્યો હતો.

આરોપી પિતા

દરમિયાન સાવકો પિતા વિજય કહાર નોકરી પરથી પરત આવ્યો ત્યારે 8 વર્ષનો કિશોર ઘરે ન હોવાથી વિજય ખૂબ જ ગુસ્સે ભરાયો હતો અને પુત્ર પરત આવતા તેના પર ગુસ્સો કરી ગળા પર બ્લેડ ફેરવી દીધી હતી. આ ઘટના બાદ ઇજાગ્રસ્ત બાળકને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યારે હુમલાખોર ક્રૂર પિતાની પાંડેસરા પોલીસે (Pandesara Police) ધરપકડ કરી હતી. પૂછપરછમાં વિજય કહારે જણાવ્યું કે, પત્ની સાથે ઝઘડાની અદાવતમાં પુત્ર પર હુમલો કર્યો હતો. આ મામલે પાંડેસરા પોલીસે વિજય સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

આ પણ વાંચો - Yuvraj Singh : સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં ભરતી પ્રક્રિયામાં કૌભાંડ આચરાયું હોવાનો આરોપ

 

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે:

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Gujarat FirstGujarati NewsPandesaraPandesara PolicestepfatherSurat
Next Article