ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Surat murder case: સુરતમાં જમીન લે-વેચે મામલે મોતનું કાવતરું ઘડાયું

Surat murder case: સુરતના ઓલપાડ ટાઉનમાં ચકચારી હત્યા થયાનો મામલો સામે આવ્યો છે. સુરતના પરા વિસ્તારમાંથી જમની દલાલમાં સંકળાયેલા એક યુવાનની અનેક છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટનામાં 30 વર્ષીય અંજરઅલી હેદરઅલી મલેકની 25 તારીખના રોજ મોડી...
05:57 PM Jan 30, 2024 IST | Aviraj Bagda
Surat murder case: સુરતના ઓલપાડ ટાઉનમાં ચકચારી હત્યા થયાનો મામલો સામે આવ્યો છે. સુરતના પરા વિસ્તારમાંથી જમની દલાલમાં સંકળાયેલા એક યુવાનની અનેક છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટનામાં 30 વર્ષીય અંજરઅલી હેદરઅલી મલેકની 25 તારીખના રોજ મોડી...

Surat murder case: સુરતના ઓલપાડ ટાઉનમાં ચકચારી હત્યા થયાનો મામલો સામે આવ્યો છે. સુરતના પરા વિસ્તારમાંથી જમની દલાલમાં સંકળાયેલા એક યુવાનની અનેક છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટનામાં 30 વર્ષીય અંજરઅલી હેદરઅલી મલેકની 25 તારીખના રોજ મોડી રાત્રે ચાર જેટલા ઈસમોએ હત્યા કરી હતી.

મૃતદેહ પાસે રિવોલ્વર મળી આવી હતી

ત્યાર બાદ સુરત પોલીસ દ્વારા સમગ્ર ઘટના અંગે તપાસ હાથ ધરવામાં આવી હતી. ત્યારે મૃતદેહની બાજુમાંથી એક રિવોલ્વર મળી આવી હતી. પોલીસે મૃતદેહનો કબજો લઇને સુરત જિલ્લા પોલીસે હત્યારાઓને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા હતા. ત્યારે મહારાષ્ટ્રના ભુસાવલ અને સુરતના પલસાણામાંથી ગણતરીના કલાકોમાં જ જમીન દલાલ યુવકની હત્યામાં સંડોવાયેલા ચાર યુવકોને દબોચી લીધા હતા.

Surat murder case

માણસોની સોપારી આપી કાવતરું ઘડાયું

ત્યારે ક્યા કારણોસર હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું. આ ઘટનામાં હત્યાની સોપારી ઇસ્માઇલ ઘોડાવાળાએ જૂના જમીન પ્રકરણમાં જમીન દલાલ અંજર મલેકનું કાસળ કાઢી નાખવા પૈસા અને જેલમાંથી છોડાવી આપવાની સોપારી આપી હતી. જો કે ભાડૂતી માણસોને સોપારી આપી જમીન દલાલ યુવકની હત્યા કરાવી હોવાનું ખુલ્લું હતું.

પોલીસ તપાસમાં 70 હજારનો માલ જપ્ત કરાયો

આ ઘટનામાં પૈસાની લાલચે ચારેય આરોપીઓએ કાવતરું રચી જમીન દલાલ અંજર મલેકને વિશ્વાસમાં લઇને મોકો મળતા જ 25 થી વધુ ચપ્પુના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો. હાલમાં, સુરત જિલ્લા પોલીસે સોપારી લઈ ખૂન કરનાર રાકેશ ઉર્ફે બાળા એકનાથ મોહિત, પંકજ ઉર્ફે પંક્યા મચ્છીન્દ્ર સૈદાંને, સાહિલ પટેલ પાસે ચાર મોબાઈલ સહિત 70 હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

અહેવાલ ઉદય જાદવ

આ પણ વાંચો: Bharuch SOG police: ભરૂચમાં વધુ એક ગેરકાયદેસર મની એક્સચેન્જ નેટવર્ક ઝડપાયું

Tags :
deadshotGujaratGujaratFirstGunLand Grabbingland grabbing caseMurdermurder caseSurat MurderSurat murder case
Next Article