ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

SURAT : માનવ તસ્કરીના રેકેટનો પર્દાફાશ, 6 આરોપીઓ ઝબ્બે

SURAT : સુરત પોલીસે (SURAT) માનવ તસ્કરીના રેકેટનો પર્દાફાશ કર્યો છે. આ રેકેટની તપાસમાં સામે આવ્યુ્ં કે, બે વિધર્મી દ્વારા હિંદુ ઓખળ ધરીને સગીરાને ફસાવવામાં આવી હતી. તેમણએ બ્યુટી પાર્લરમાં કામ કરતી સગીરાને ફસાવી તેનું અપહરણ કર્યું હતું. જે બાદ...
11:40 AM Mar 19, 2024 IST | PARTH PANDYA
SURAT : સુરત પોલીસે (SURAT) માનવ તસ્કરીના રેકેટનો પર્દાફાશ કર્યો છે. આ રેકેટની તપાસમાં સામે આવ્યુ્ં કે, બે વિધર્મી દ્વારા હિંદુ ઓખળ ધરીને સગીરાને ફસાવવામાં આવી હતી. તેમણએ બ્યુટી પાર્લરમાં કામ કરતી સગીરાને ફસાવી તેનું અપહરણ કર્યું હતું. જે બાદ...

SURAT : સુરત પોલીસે (SURAT) માનવ તસ્કરીના રેકેટનો પર્દાફાશ કર્યો છે. આ રેકેટની તપાસમાં સામે આવ્યુ્ં કે, બે વિધર્મી દ્વારા હિંદુ ઓખળ ધરીને સગીરાને ફસાવવામાં આવી હતી. તેમણએ બ્યુટી પાર્લરમાં કામ કરતી સગીરાને ફસાવી તેનું અપહરણ કર્યું હતું. જે બાદ તેને રાજસ્થાન લઇ જઇ વૈશ્યાવૃત્તિમાં ધકેલી દેવામાં આવી હતી. ઉપરોક્ત મામલે પોલીસે 6 આરોપીઓને દબોચી લીધા છે અને ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

બ્યુટી પાર્લરમાં કામ કરતી સગીરાને ફસાવી

સુરતના અમરોલીમાં દેહ વ્યપાર, માનવ તસ્કરી અને મોટા સેક્સ રેકેટનો પર્દાફાશ કરવામાં પોલીસની સફળતા મળી છે. જે અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, મોનીરાખાતુન અને મોહિમા મુલ્લાએ હિંદુ ઓળખ ધારણ કરીને બ્યુટી પાર્લરમાં કામ કરતી સગીરાને ફસાવી હતી. તેમણે બ્યુટી પાર્લરમાં કામ કરતી સગીરાનું અપહરણ કરી તેને રાજસ્થાનમાં વૈશ્યાવૃત્તિમાં ધકેલી દીધી હતી. નાગોર જિલ્લાના દેગાણ ગામે 15 જેટલા નરાધમોએ સગીરાને પીંખી નાંખી હતી.

અર્ધનગ્ર હાલતમાં ડાન્સ કરાવ્યો

વધુમાં મળતી માહિતી પ્રમાણે, કોઇ ફિલ્મી પરદે પણ ન ભજવાય તેવું સગીરાએ પોતાના જીવનમાં અનુભવવું પડ્યું હતું. સગીરા જોડે અર્ધનગ્ર હાલતમાં ડાન્સ કરાવીને મોહિમાના પતિએ તેની સાથે મરજી વિરૂદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. સગીરાએ તેની આપવિતી પોલીસને જણાવતા અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. અને આ મામલે ધડાધડ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અત્યાર સુધી 6 આરોપીઓ સુધી પોલીસ પહોંચી છે. અને તમામની સઘન પુછપરછ હાથ ધરવામાં આવી રહી છે. આ ચોંકાવનારી ઘટના સામે આવતા જ શહેરભરમાં ચર્ચાનો વિષય બન્યો છે.

વધુ ભોગબનનાર યુવતિઓને મુક્તિ મળી શકે છે

અત્રે ઉલ્લેખનીય છે કે, આ રેકેટ મોટું હોવાની પ્રબળ શક્યતાઓ છે. જેને ધ્યાને રાખીને પોલીસે તપાસનો દોર લંબાવ્યો છે. ઝીણવટભરી તપાસના અંતે વધુ લોકોની ધરપકડ થાય તેવી શક્યતાઓ સેવાઇ રહી છે. તો બીજી તરફ સગીરાની જેમ ખોટા કામમાં બહેલાવી-ફોસલાવીને ધકેલી દેવામાં આવનાર અન્ય યુવતિઓની પણ મુક્તિ થઇ શકે તેમ છે. હવે પોલીસની તપાસમાં શું સામે આવે છે તેના પર સૌ કોઇની નજર રહેલી છે.

આ પણ વાંચો -- KUTCH : મફતમાં કામ કરવાનો ઇનકાર કરતા ઝનૂની શખ્સે 12 ઝૂંપડા ફૂંકી માર્યા

Tags :
6accusedarrestedcaughtHumanpoliceScamSurattrafficking
Next Article