Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Surat Suicidal Story: સુરતના હલદરૂ ગામે કળિયુગની ક્રૂર માતાએ પોતાનું ધાવણ લાજવ્યું

Surat Suicidal Story: સુરતના કામરેજ તાલુકામાં હૃદય કંપાવનારી ઘટના સામે આવી છે.  સુરતના હલદરૂના શુભમ રો હાઉસમાં રહેતી અનન્યા મિશ્રાએ ગઈકાલે પોતાના ઘરે સાંજના સમયે એકલી હતી. તે દરમ્યાન પોતાની 2 માસુમ દીકરીઓ વૈષ્ણવી મિશ્રા (2 વર્ષ) અને વિધિ મિશ્રા...
surat suicidal story  સુરતના હલદરૂ ગામે કળિયુગની ક્રૂર માતાએ પોતાનું ધાવણ લાજવ્યું
Advertisement

Surat Suicidal Story: સુરતના કામરેજ તાલુકામાં હૃદય કંપાવનારી ઘટના સામે આવી છે.  સુરતના હલદરૂના શુભમ રો હાઉસમાં રહેતી અનન્યા મિશ્રાએ ગઈકાલે પોતાના ઘરે સાંજના સમયે એકલી હતી. તે દરમ્યાન પોતાની 2 માસુમ દીકરીઓ વૈષ્ણવી મિશ્રા (2 વર્ષ) અને વિધિ મિશ્રા (11 માસ) ને કોઈ ઝેરી પ્રવાહી પીવડાવી મોટને ઘાટ ઉતારી દીધી હતી. ત્યારબાદ પોતે પણ પંખા સાથે લટકી ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.

  • સુરતમાં માતાએ આપઘાત પહેલા દીકરીઓને ઝેર આપ્યું
  • મહિલા અને તેના પતિ વચ્ચે સંબંધોમાં ખડાશ હતી
  • મહિલાના પીયર દ્વારા સાસરિયા પક્ષ પર લાગાવાયા આરોપ
  • પોલીસે મહિલાની પતિ વિરુદ્ધ ફરિયાદ કરી દાખલ

જોકે પડોસમાં રહેતો ઈસમ તેમના ઘરે ઇલેક્ટ્રીક મીટર પેટીની ચાવી લેવા ગયો. ત્યારે ઘટનાની જાણ થતાં મહિલાના પતિ તેમજ પોલીસને જાણ કરી હતી. કળિયુગની ક્રૂર માતા એ આ પગલું કેમ ભર્યું એ સૌથી મોટો સવાલ છે. મૃતકના બાળકીઓના પિતા અને મહિલાના પતિનું માનીએ તો ઘરમાં શુભ પ્રસંગ હોવાને લઇ ઘરમાં તૈયારીઓ ચાલી રહી હતી.

Advertisement

Advertisement

મહિલાના પીયર દ્વારા સાસરિયા પક્ષ પર લાગાવાયા આરોપ

ગઈકાલે મૃતક મહિલાએ એ 500 રૂપિયા પોતાના પતિ પાસે માંગ્યા હતા પરંતુ પતિ એ પૈસાની શુ જરૂર છે કહેતા માઠું લાગી આવતા મહિલાએ પગલું ભર્યું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આ ઘટનાની જાણ થતાં મુંબઇ ખાતે રહેતા મૃતક મહિલાના પરિવાર જનો પણ કામરેજ ખાતે પહોંચ્યા હતા.

પોલીસે મહિલાની પતિ વિરુદ્ધ ફરિયાદ કરી દાખલ

તે ઉપરાંત મહિલા પરિવારના સભ્યોનું માનીએ તો મૃતક મહિલાના સસરિયાઓ મહિલાને દહેજ માટે ખુબજ ત્રાશ આપતા હતા. અગાઉ પણ પોતાની જમીન વેચી મૃતક મહિલાના પતિને ચાર લાખ રૂપિયા આપ્યા હતા. તો બીજી તરફ મૃતક મહિલાનો પતિ અવારનવાર મૃતક મહિલા સાથે મારપીટ કરતો અને પિયર મોકલી દેતો હતો. ત્યારે પોલીસ દ્વારા પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે.

અહેવાલ ઉદય જાદવ

આ પણ વાંચો: PM Modi in Gujarat : આવતીકાલે શિલાન્યાસ કાર્યક્રમ, રૂ.2400 કરોડ ખર્ચે કાલુપુર, મણિનગર સહિતના રેલવે સ્ટેશનની કાયાપલટ થશે

Tags :
Advertisement

.

×