ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Surat : બિહારની ગેંગવોરમાં ફરાર કુખ્યાત શાર્પ શૂટર હજીરા રોડથી ઝડપાયો, હજારો રૂપિયાનું હતું ઇનામ

બિહારનાં (Bihar) મુઝફ્ફરપુરમાં દોઢ માસ અગાઉ થયેલ ગેંગવોરની ઘટનાના મામલે સુરત ક્રાઇમ બ્રાન્ચે (Surat Crime Branch) હજીરા રોડ પરથી એક કુખ્યાત શાર્પ શૂટરની ધરપકડ કરી છે. આરોપી સુધાંશુસિંહ ભૂમિહારની ધરપકડ કરવામાં આવી છે. દોઢ મહિના પૂર્વે બિહારના મુઝફ્ફરપુરમાં (Muzaffarpur) ગેંગવોરની...
12:37 PM Jul 03, 2024 IST | Vipul Sen
બિહારનાં (Bihar) મુઝફ્ફરપુરમાં દોઢ માસ અગાઉ થયેલ ગેંગવોરની ઘટનાના મામલે સુરત ક્રાઇમ બ્રાન્ચે (Surat Crime Branch) હજીરા રોડ પરથી એક કુખ્યાત શાર્પ શૂટરની ધરપકડ કરી છે. આરોપી સુધાંશુસિંહ ભૂમિહારની ધરપકડ કરવામાં આવી છે. દોઢ મહિના પૂર્વે બિહારના મુઝફ્ફરપુરમાં (Muzaffarpur) ગેંગવોરની...

બિહારનાં (Bihar) મુઝફ્ફરપુરમાં દોઢ માસ અગાઉ થયેલ ગેંગવોરની ઘટનાના મામલે સુરત ક્રાઇમ બ્રાન્ચે (Surat Crime Branch) હજીરા રોડ પરથી એક કુખ્યાત શાર્પ શૂટરની ધરપકડ કરી છે. આરોપી સુધાંશુસિંહ ભૂમિહારની ધરપકડ કરવામાં આવી છે. દોઢ મહિના પૂર્વે બિહારના મુઝફ્ફરપુરમાં (Muzaffarpur) ગેંગવોરની ઘટના બની હતી, જેમાં હિમાશું ઠાકુરની 5 શાર્પશૂટરોએ હત્યા કરી હતી. આ કેસમાં ઝડપાયેલ આરોપીઓ પૈકી સુધાંશુ મુખ્ય આરોપી છે. બિહાર પોલીસે આરોપી પર 25 હજાર રૂપિયાનું ઇનામ પણ રાખ્યું હતું.

આરોપી પર બિહાર પોલીસે રાખ્યું હતું રૂ. 25 હજારનું ઇનામ

બિહારનાં (Bihar) મુઝફ્ફરપુરમાં દોઢ માસ અગાઉ જબરદસ્ત ગેંગવોર (Gang War) થયો હતો. આ ગેંગવોરમાં હિમાશું ઠાકુર નામના શખ્સની 5 શાર્પશૂટરોએ હત્યા કરી હતી. આ કેસમાં અગાઉ ઝડપાયેલ આરોપીઓ પૈકી મુખ્ય આરોપી સુધાંશુસિંહ ભૂમિહાર (Sudhanshu Singh Bhumihar) ઘટના બાદથી ફરાર હતો. ત્યારે હવે બાતમી મળતા સુરત ક્રાઇમ બ્રાન્ચે (Surat Crime Branch) હજીરા રોડ પરથી શાર્પ શૂટર અને આરોપી સુધાંશુસિંહ ભૂમિહારની ધરપકડ કરી છે. જણાવી દઈએ કે, બિહાર પોલીસે આરોપી (Bihar Police) પર રૂ. 25 હજારનું ઇનામ પણ રાખ્યું હતું.

20 દિવસ પહેલા જ આવ્યો હતો સુરત

આરોપીની પૂછપરછમાં જાણવા મળ્યું કે, આરોપી 20 દિવસ પહેલા જ સુરત (Surat) આવ્યો હતો અને તેના બનેવી આદિત્યને ત્યાં રહેતો હતો. આરોપીનો બનેવી આદિત્ય એક કંપનીમાં કોન્ટ્રાક્ટ પર સુપરવાઈઝર છે. આરોપી સુધાંશુસિંહ વર્ષ 2018 થી 2022માં ધાડ-લૂંટમાં બિહાર પોલીસના હાથે પણ ઝડપાઇ ચૂક્યો હતો. આરોપી સુધાંશુસિંહ સામે હત્યા સહિત કુલ 5 ગુના નોંધાયેલા છે. માહિતી છે કે આરોપીને બિહાર પોલીસને સોંપવામાં આવ્યો છે.

 

આ પણ વાંચો - કોંગ્રેસ ભવન ખાતે થયેલા ઘર્ષણ મુદ્દે શું કહ્યું રાહુલ ગાંધીએ…?

આ પણ વાંચો - BJP-Congress : 5 લોકોની અટકાયત, કોંગ્રેસના જાણીતા નેતાઓ સહિત 250 સામે ફરિયાદ

આ પણ વાંચો - Rajkot Gamezone Fire : પૂર્વ TPO સાગઠિયાનો જમણો હાથ રિંકુ કોણ ? BJP ના 2 નેતા આરોપીના સંપર્કમાં!

Tags :
BiharBihar PoliceCrime NewsGANG WARGujarat FirstGujarati NewsHazira Road SuratHimashun Thakur MurderMuzaffarpurSharp shooterSudhanshu Singh BhumiharSurat Crime Branch
Next Article