ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

વનકર્મી પર હુમલા મામલે ચૈતર વસાવાનું 'સરેન્ડર', હાજર થતા પહેલા કહી આ વાત!

આમ આદમી પાર્ટી (AAP)ના MLA ચૈતર વસાવાએ ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં આજે સરેન્ડર કર્યું છે. નર્મદામાં વનકર્મીને માર મારવાના કેસમાં ચૈતર વસાવા છેલ્લા 1 મહિનાથી ફરાર હતા. ત્યારે આજે તેમણે ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં સરેન્ડર કર્યું છે. દરમિયાન મોટી સંખ્યામાં ચૈતર વસાવાના...
12:00 PM Dec 14, 2023 IST | Vipul Sen
આમ આદમી પાર્ટી (AAP)ના MLA ચૈતર વસાવાએ ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં આજે સરેન્ડર કર્યું છે. નર્મદામાં વનકર્મીને માર મારવાના કેસમાં ચૈતર વસાવા છેલ્લા 1 મહિનાથી ફરાર હતા. ત્યારે આજે તેમણે ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં સરેન્ડર કર્યું છે. દરમિયાન મોટી સંખ્યામાં ચૈતર વસાવાના...

આમ આદમી પાર્ટી (AAP)ના MLA ચૈતર વસાવાએ ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં આજે સરેન્ડર કર્યું છે. નર્મદામાં વનકર્મીને માર મારવાના કેસમાં ચૈતર વસાવા છેલ્લા 1 મહિનાથી ફરાર હતા. ત્યારે આજે તેમણે ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં સરેન્ડર કર્યું છે. દરમિયાન મોટી સંખ્યામાં ચૈતર વસાવાના સમર્થકો ત્યાં પહોંચ્યા હતા.

જણાવી દઈએ કે, આપના ધારાસભ્ય ચૈતર વસાવા પર વનકર્મી પર હુમલો કરવાનો આરોપ છે. આ મામલે વનકર્મીએ પોલીસ ફરિયાદ કરી હતી. ત્યાર બાદ કેસ નોંધાયા ચૈતર વસાવાએ સેશન્સ કોર્ટ અને ત્યાર બાદ હાઈકોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી, જેને કોર્ટે ફગાવી દીધા હતા. આ કેસમાં ચૈતર વસાવા છેલ્લા એક મહિનાથી ભૂગર્ભમાં હતા. ત્યારે આજે તેમણે ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં સરેન્ડર કર્યું છે. સરેન્ડર પહેલા ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે, 'મારી પર ખોટા કેસ કરીને મને ફસાવવાનું કાવતરું કરવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે, મારી પત્નીને પણ જેલમાં બંધ કરવામાં આવી છે. પરંતુ, હું ડરવાનો નથી અને હું મારી અને આદિવાસીઓ માટે લડત ચાલુ રાખીશ.'

'મારી જીત થઈ ત્યારથી મારી સાથે ષડયંત્ર થઈ રહ્યા છે'

પોલીસ સમક્ષ હાજર થતા પહેલા ચૈતર વસાવાએ પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, 'હું પોલીસ સમક્ષ હાજર થવા જઈ રહ્યો છું. હું લોકોની વચ્ચે રહ્યો છું. મને કોઈ પણ રીતે ફસાવવામાં આવી રહ્યો છે.' ચૈતર વસાવાએ વધુમાં કહ્યું કે, 'મારી જીત થઈ ત્યારથી મારી સાથે ષડયંત્ર રચવામાં આવી રહ્યા છે. મને અને મારા પરિવારને હેરાન કરવામાં આવી રહ્યો છે.' ચૈતર વસાવાએ કહ્યું કે, 'હું મારી સાથે થયેલા ષડયંત્ર સામે અને આદિવાસી લોકો માટે લડતો રહીશ.' જણાવી દઈએ કે, ચૈતર વસાવા પર વનકર્મીને માર મારવાનો આરોપ છે. આ આરોપ હેઠળ સેશન્સ કોર્ટ અને હાઈકોર્ટે તેમના દ્વારા કરવામા આવેલા આગોતરા જામીન અરજી ફગાવી દીધા હતા. જોકે, આ કેસમાં ચૈતર વસાવા છેલ્લા 1 મહિનાથી ફરાર હતા. આજે તેમને ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં સરેન્ડર કર્યું છે.

આ પણ વાંચો- ગોંડલમાં ઘરના સભ્યોની હાજરીમાં યુવતીએ જીવન ટૂંકાવ્યું

Tags :
AAP MLAChaitar VasavadediapadaDediapada Police StationGujarat MLAGujarat Politics
Next Article