Tapi : ઉચામાળા ગામની ઘટના, યુવતી સાપ કરડતા થયું મોત
અંધશ્રદ્ધાએ લીધો યુવતીનો જીવ તાપીના ઉચામાળા ગામની ઘટના સર્પદંશ બાદ ભુવા પાસે લઈ ગયા હોસ્પિટલના બદલે ભુવા પાસે લઈ ગયા સારવાર મળે તે પહેલા મોત થયું ગુજરાતમાં અંધશ્રદ્ધાને લઈને અવાર નવાર ઘટનાઓ સામે આવતી હોત છે ત્યારે તાપીમાં...
Advertisement
- અંધશ્રદ્ધાએ લીધો યુવતીનો જીવ
- તાપીના ઉચામાળા ગામની ઘટના
- સર્પદંશ બાદ ભુવા પાસે લઈ ગયા
- હોસ્પિટલના બદલે ભુવા પાસે લઈ ગયા
- સારવાર મળે તે પહેલા મોત થયું
ગુજરાતમાં અંધશ્રદ્ધાને લઈને અવાર નવાર ઘટનાઓ સામે આવતી હોત છે ત્યારે તાપીમાં મોબાઈલમાં વ્યસ્ત યુવતીનું સર્પદંશથી મોત થયુ છે. કાળોતરો સાપ કરડતા યુવતીનું મોત થયુ છે. તેમાં હોસ્પિટલની જગ્યાએ યુવતીનો દેશી ઉપચાર કરાયો હતો. વ્યારા તાલુકાના ઊંચામાળા ગામની આ ઘટના છે. તેમજ તબિયત વધુ લથડતા યુવતીને સારવારના બદલે ભૂવા પાસે લઈ ગયા હતા
કબાટ નીચેથી કાળોતરા પાસે દંશ દીધો
હોસ્પિટલમાં સારવાર દરમિયાન યુવતીનું મોત થયુ છે. સૌથી ઝેરી કાળોતરા સાપનું રેસ્ક્યુ કરાયું છે. તેમજ કાકરાપાર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. તેમાં દેશી દવાના ચક્કરમાં સર્પદંશનો ભોગ બનેલી આશાસ્પદ યુવતીએ જીવ ગુમાવ્યો છે. વ્યારા તાલુકાના ઊંચામાળા ગામમાં ગત મોડી સાંજે યુવતિએ મોબાઈલ ચાર્જમાં લગાડી મોબાઈલમાં વ્યસ્ત હતી. ત્યારે કબાટ નીચેથી કાળોતરા પાસે દંશ દીધો હતો.
સારવાર દરમ્યાન દિવ્યાનું મોત થયુ
ગામડાની પરંપરા મુજબ પરિવારજનોએ બાજુના લીમડદા ગામમાં સર્પદંશની દેશી ઉપચાર કરાવવા લઈ ગયા હતા. જેમાં દિવ્યાની હાલત વધુ કથળતા તેણીને વ્યારાની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. જ્યા સારવાર દરમ્યાન દિવ્યાનું મોત થયુ છે. આ તરફ દિવ્યાને ડશનાર કાળોતરા નાગનું રેસ્ક્યું કરી પકડી લેવાયો છે. ત્યારે કાકરાપાર પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Advertisement


