ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

શૌર્યનો રંગ ખાખી, Kailash Kher ના શૌર્યના સૂરો વચ્ચે થશે દેશના જવાનોનું સમ્માન...

Gujarat First પર છેલ્લા એક વર્ષથી શૌર્યનો રંગ ખાખી શૉ શરૂ કર્યો. આ શૉને ખુબ ઓછા સમયમાં લોકોનો પ્રેમ મળ્યો. જેમાં પોલીસની ઈન્વેસ્ટીગેશનની કામગીરી દર્શાવાઈ. આ જાંબાજ પોલીસકર્મીઓ અને વીર જવાનોને હૃદયથી સન્માન આપવા માટે SBI અને કૌશિક આઉટડોર્સ દ્વારા...
02:26 PM Aug 07, 2023 IST | Hiren Dave
Gujarat First પર છેલ્લા એક વર્ષથી શૌર્યનો રંગ ખાખી શૉ શરૂ કર્યો. આ શૉને ખુબ ઓછા સમયમાં લોકોનો પ્રેમ મળ્યો. જેમાં પોલીસની ઈન્વેસ્ટીગેશનની કામગીરી દર્શાવાઈ. આ જાંબાજ પોલીસકર્મીઓ અને વીર જવાનોને હૃદયથી સન્માન આપવા માટે SBI અને કૌશિક આઉટડોર્સ દ્વારા...

Gujarat First પર છેલ્લા એક વર્ષથી શૌર્યનો રંગ ખાખી શૉ શરૂ કર્યો. આ શૉને ખુબ ઓછા સમયમાં લોકોનો પ્રેમ મળ્યો. જેમાં પોલીસની ઈન્વેસ્ટીગેશનની કામગીરી દર્શાવાઈ. આ જાંબાજ પોલીસકર્મીઓ અને વીર જવાનોને હૃદયથી સન્માન આપવા માટે SBI અને કૌશિક આઉટડોર્સ દ્વારા શૌર્ય નો રંગ ખાખી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. શોર્યનો રંગ ખાખી કાર્યક્રમમાં જાંબાજ પોલીસ કર્મીઓનું સન્માન કરવામાં આવશે.

ગુજરાત પોલીસના ઉચ્ચ અધિકારીઓ હાજર  રહેશે 

ગાંધીનગર મહાત્મા મંદિરમાં 9 ઓગષ્ટે સાંજે SBI દ્વારા આયોજિત શૌર્ય નો રંગ ખાખી કાર્યક્રમ આયોજીત થશે. આ અદ્ભૂત કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ચીફ ગેસ્ટ તરીકે હાજર રહેશે જ્યારે સન્માનનિય અતિથી તરીકે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી હાજર રહેશે. કાર્યક્રમમાં ગુજરાત પોલીસના ઉચ્ચ અધિકારીઓ, અધિકારીઓ અને પોલીસ જવાનો હાજર રહેશે.

 

લાખ્ખો દર્શકો સાક્ષી બનશે

ગુજરાત ફર્સ્ટ અને ઓટીટી ઇન્ડિયાની ઐતિહાસિક ઇવેન્ટ એટલે શૌર્યનો રંગ ખાખી, જેના લાખ્ખો દર્શકો સાક્ષી બનશે.. ગુજરાત ફર્સ્ટ અને ઓટીટી ઇન્ડિયા વેબસીરીઝ અને બુક લોન્ચ કરશે જેનું નામ છે કાશ્મીર 2023 એક નયા સવેરા. જેને પ્રોડ્યુસ કરી છે ગુજરાત ફર્સ્ટના એમડી શ્રી જસ્મીનભાઇ પટેલે અને ડિરેક્ટ કરી છે ગુજરાત ફર્સ્ટના ચેનલ હેડ શ્રીવિવેકકુમાર ભટ્ટે. આ વેબ સીરીઝને હોસ્ટ કરી છે મનોજ જોશીએ.. આ ઇવેન્ટને આપ ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ચેનલની સાથે-સાથ ઓટીટી ડિઝિટલ પ્લેટફોર્મ પર લાઇવ નીહાળી શકશો. ગુજરાતના ઈતિહાસમાં પ્રથમવાર ભવ્યાતિભવ્ય એવોર્ડ શૉ, સાથે જ શૌર્યના રંગમાં ચાર ચાંદ લગાવશે જમ્મુ-કાશ્મીર પર બનેલી ખાસ વેબસિરિઝ અને કશ્મીર 2023 પુસ્તકનું વિમોચન નયા સવેરા  કરવામાં  વશે.

 

ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર કોઈ મીડિયા હાઉસ કરશે દેશના ઝાંબાઝ શૌર્ય વીરોનું સમ્માન અને આ શાનદાર એવોર્ડ શૉમાં કૈલાસ ખેરના શૌર્યના સુરો વચ્ચે દેશના જવાનોને સમ્માનવામાં આવશે તો જોવાનું ચુકતા નહી. Gujarat First અને OTT India ની વિશેષ રજૂઆત, શૌર્યનો રંગ ખાખી એવોર્ડ એનાયત કરવામાં આવશે. દેશના ઝાંબાઝ શૌર્ય વીરોનું સમ્માન અને આ શાનદાર એવોર્ડ શૉમાં શૌર્યના સૂર રેલાવશે દેશનું ખ્યાતનામ બેન્ડ કૈલાસા  અવાજ દેશના   શહીદોને  શ્રદ્ધાંજલિ  આપવામાં  આવશે.

 

કાશ્મીર-2023 નયા સવેરા નામની વેબસિરીઝ અને વીડિયો બુક પણ લોન્ચ
ઉપરાંત આ કાર્યક્રમમાં કાશ્મીર-2023 નયા સવેરા નામની વેબસિરીઝ અને વીડિયો બુક પણ લોન્ચ કરાશે. જેમાં કાશ્મીરમાં 370ની કલમ અને 35 એ કલમ નાબૂદ થયા બાદ કેવી સ્થિતી છે તેનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ દર્શાવામાં આવ્યો છે.
પોલીસ અધિકારી અને જવાનોને શ્રદ્ધાંજલિ પણ અપાશે
ઉપરાંત આ કાર્યક્રમમાં કોવિડ-10 મહામારી દરમિયાન પ્રજાની વચ્ચે રહીને ફરજ બજાવી મોતને ગળે લગાડનારા પોલીસ અધિકારી અને જવાનોને શ્રદ્ધાંજલિ પણ અપાશે.
ગુજરાત ફર્સ્ટ પર 9 ઓગષ્ટે સાંજે 6 વાગ્યાથી લાઇવ નિહાળી શકશો
આ ઐતિહાસિક એવોર્ડ શોને આપ ગુજરાત ફર્સ્ટ પર 9 ઓગષ્ટે સાંજે 6 વાગ્યાથી લાઇવ નિહાળી શકશો અને ઘેર બેઠા ઐ ઐતિહાસિક ક્ષણોના ભાગીદાર બની શકશો.
આ પણ વાંચો-શોર્યનો રંગ ખાખી’ ચાલો આ ઐતિહાસિક ઇવેન્ટમાં આપવામાં આવનારા એવોર્ડસ પર એક નજર કરીએ

 

Tags :
Bhupendra PatelGujarat FirstGujarat PoliceHarsh SanghviOTT IndiapresentedRESENTEDShaurya no Rang KhakhiShorya no Rang KhakhiSri Siddhi Grouptake a look
Next Article