Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

અંબાજીનુ ગબ્બર પાછળનું દબાણ આજે દૂર કરાયુ, પોલીસ વન વિભાગની ટીમ જોડાઇ

અહેવાલ -શક્તિસિંહ રાજપુત,અંબાજી બનાસકાંઠા જિલ્લામાં વન વિભાગની વિવિધ રેન્જો અને અભ્યારણ વિસ્તારમાં સરકારે જંગલની સુરક્ષા અને સલામતી માટે તાલુકા કક્ષાએ વન વિભાગની ઓફિસો શરૂ કરી છે. દાંતા તાલુકામાં બાલારામ અભ્યારણના ગીચ જંગલ વિસ્તારમાં વન વિભાગ દ્વારા હવે ગેરકાયદેસર બાંધકામો અને...
અંબાજીનુ ગબ્બર પાછળનું દબાણ આજે દૂર કરાયુ  પોલીસ વન વિભાગની ટીમ જોડાઇ
Advertisement

અહેવાલ -શક્તિસિંહ રાજપુત,અંબાજી

બનાસકાંઠા જિલ્લામાં વન વિભાગની વિવિધ રેન્જો અને અભ્યારણ વિસ્તારમાં સરકારે જંગલની સુરક્ષા અને સલામતી માટે તાલુકા કક્ષાએ વન વિભાગની ઓફિસો શરૂ કરી છે. દાંતા તાલુકામાં બાલારામ અભ્યારણના ગીચ જંગલ વિસ્તારમાં વન વિભાગ દ્વારા હવે ગેરકાયદેસર બાંધકામો અને દબાણ સામે કડક કાર્યવાહી હાથ ધરી છે

Advertisement

Advertisement

ત્યારે અંબાજી ઉત્તર રેન્જ દ્વારા ગબ્બર પાછળના ખેર ફળીમા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નો ગ્રીન અંબાજી પ્રોજેક્ટ મા કેટલાક લોકો દ્રારા દબાણ કરાયા બાદ દૂર ન કરાતાં આજે વન વિભાગની ટીમ દ્વારા પોલીસની મદદથી દબાણ હટાવવાની કામગીરી કરી હતી અને આગામી સમયમાં આ ગ્રીન અંબાજી પ્રોજેક્ટ મા 500 હેક્ટર વાવેતર લેવાનું હોઈ આ દબાણ દૂર કરાયું હતુ. વન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું કેPM મોદીનો પ્રોજેક્ટ છેલ્લા 2 વર્ષથી ચાલી રહ્યો છે.

Image preview

અંબાજી ઉતર રેન્જ દ્વારા ગ્રીન અંબાજી પ્રોજેક્ટમાં આ વર્ષે 200 હેક્ટર વાવેતર કરાયુ હતું અને તે પહેલા 150 હેકટર વાવેતર કરાયુ હતું અને આગામી સમયમાં 500 હેક્ટર વાવેતર કરવામાં આવશે. અંબાજી ઉત્તર રેન્જ ના અંબાજી બીટ વિસ્તારમાં સર્વે નંબર 8 મા કુલ 40 દબાણદારો સામે કાર્યવાહી કરવામાં આવી હતી.

Image preview

જેમા 19 લોકો સનદ સિવાય વધુ દબાણ કર્યુ હતું,તે દબાણ દૂર કરવામા આવ્યુ હતુ. જ્યારે બીજા 21 લોકો સનદ વગરના હતા તેમનું પણ દબાણ દૂર કરવા છેલ્લા 2 મહિનામાં 3 વખત નોટિસ આપી હતી અને આજે તાલુકા કક્ષાની દબાણ ટીમના મામલતદાર , આરએફઓ, અંબાજી પીઆઈ ની સયુંકત ટીમ મળી 80 જેટલા કાફલામાં ટ્રેકટર, જેસીબી સાથે દબાણ દૂર કરવામા આવ્યુ હતું. અહી આવેલી પોલીસ દ્વારા સાથે ટિયર ગેસ પણ રાખવામા આવ્યુ હતુ.

Image preview

ગ્રીન અંબાજી પ્રોજેક્ટની માહિતી

ગબ્બર વિસ્તાર કે જે અંબાજી ઉત્તર રેન્જમાં વન વિભાગની હદમાં આવે છે તેમાં કુલ દોઢસો હેકટર પૈકી સેક્ટરમાં ગ્રીન અંબાજી નો પ્રોજેક્ટ આવેલો છે આ પ્રોજેક્ટમાં અંબાજી અને ગબ્બર વિસ્તારના બોડા ડુંગર ને ફરીથી હરિયાળા કરવા માટે આપ પ્રોજેક્ટ છેલ્લા બે વર્ષથી ચાલી રહ્યો છે જે પીએમ નરેન્દ્ર મોદી નો ડ્રીમ પ્રોજેક્ટ છે. અંબાજી ઉત્તર રેન્જના આરએફઓ મહેન્દ્રસિંહ વાઘેલાએ સંપૂર્ણ વિગત મીડિયાને આપી હતી.

આ પણ  વાંચો-વિશ્વઉમિયાધામની શિવ મહાપુરાણ કથામાં શિવપાર્વતી વિવાહમાં 5 કરોડ 61 લાખના દાનની જાહેરાત

Tags :
Advertisement

.

×