ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Surat : નવરાત્રીમાં ખેલૈયાઓનું સ્મિત ચમકશે, સુરતવાસીઓ દાંત પર લગાવી રહ્યા છે ડાયમંડ

અહેવાલ- આનંદ પટણી,સુરત  કોઈપણ તહેવારમાં સુરતીઓ અવનવું કરવા માટે ટેવાયેલા હોય છે ત્યારે આ નવરાત્રીમાં પણ સુરતીઓ કાંઈક નવું કરવાની તૈયારી કરી રહ્યા છે નવરાત્રીમાં સુરતીઓ આ વખતે દાંત ઉપર ડાયમંડ લગાવીને પોતાની સ્માઈલ ને ચળકાટ આપવા માટે જઈ રહ્યા...
12:48 PM Oct 05, 2023 IST | Hiren Dave
અહેવાલ- આનંદ પટણી,સુરત  કોઈપણ તહેવારમાં સુરતીઓ અવનવું કરવા માટે ટેવાયેલા હોય છે ત્યારે આ નવરાત્રીમાં પણ સુરતીઓ કાંઈક નવું કરવાની તૈયારી કરી રહ્યા છે નવરાત્રીમાં સુરતીઓ આ વખતે દાંત ઉપર ડાયમંડ લગાવીને પોતાની સ્માઈલ ને ચળકાટ આપવા માટે જઈ રહ્યા...

અહેવાલ- આનંદ પટણી,સુરત 

કોઈપણ તહેવારમાં સુરતીઓ અવનવું કરવા માટે ટેવાયેલા હોય છે ત્યારે આ નવરાત્રીમાં પણ સુરતીઓ કાંઈક નવું કરવાની તૈયારી કરી રહ્યા છે નવરાત્રીમાં સુરતીઓ આ વખતે દાંત ઉપર ડાયમંડ લગાવીને પોતાની સ્માઈલ ને ચળકાટ આપવા માટે જઈ રહ્યા છે. પોતાની સ્માઈલને ચમકતી બતાવવા માટે સુરતમાં ખેલૈયાઓ નવરાત્રી પહેલા દાંત ઉપર ડાયમંડ લગાવી રહ્યા છે.

 

સુરત ને ડાયમંડ સીટી કહેવામાં આવે છે.ત્યારે સુરત માં નવરાત્રી પર્વ પર આ વખતે સુરત ના ખેલૈયા અનોખી રીતે તૈયાર થઈ રહ્યા છે..આ વર્ષે લોકો ની નજર ખેલૈયા ના પહેરવેશ પર નહીં પરંતુ તેમના ચમકતા દાંત પર પડશે..કારણ કે આ વર્ષે ખેલૈયાઓ પોતાના દાંત મા હીરા ફિટ કરાવી રહ્યા છે.આ હીરા ખાસ પ્રકાર ના અલગ અલગ કલર ના મળી રહ્યા છે અને સુરત ના એક ડેન્ટિસ્ટ આ હીરા દાંત માં લગાવી રહ્યા છે..ખાસ હીરા દાંત પર લાગેલા હોવાથી અનોખી સ્માઈલ જોવા મળી રહી છે.

સુરતના ડેન્ટિસ્ટ ખાસ સ્વરોસ્કી કંપનીના ડાયમંડ લોકો ને દાંત પર લગાવી રહ્યા છે.આ ડાયમંડ માત્ર પાંચ મિનિટ માં દાંત પર લગાવવા માં આવે છે સુરત ના ડોકટર હેતલ તમાકુવાળા એ પોતાની ક્લિનિક પર ડાયમંડ ના વધતા ક્રેઝ ને ધ્યાને રાખી નવરાત્રી દરમ્યાન ખાસ સ્કીમ બહાર પાડી છે..જેમાં 2500 ની કિંમત નો હીરો માત્ર 800 માં લગાવી આપવામાં આવશે.આ હીરા સ્વરોસ્કી 16 પ્રકાર ના શેડ માં મળે છે.નાની અને મોટી સાઈઝ ના હીરા આવતા હોવાથી લોકો એક દાંત માં બે હીરા પણ લગાવે છે.આ ડાયમંડ ની વિશેષતા એ છે કે તે દાંત માંથી કદાચ પેટ માં પણ જતો રહે તો સ્વાસ્થ્ય ને કોઈ પ્રોબ્લેમ નહિ પડે અને તે નિયત રીતે બહાર આવી જશે.

હાલ આવનારી નવરાત્રી પર્વ ને લઈ લોકો માં આ ડાયમંડ ને દાંત માં લગાવવાનો ક્રેઝ ખૂબ વધ્યો છે. સુરતીઓ તહેવારમાં કઈક નવું કરવા માટે ટેવાયેલા હોય છે. આ નવરાત્રિએ પોતાનું સ્મિત ચમકાવવા માટે દાંત ઉપર હીરો ફીટ કરવી રહ્યા છે, ત્યારે આ નવરાત્રિએ સુરતીઓનું સ્મિત કેવું ચમકે છે તે જોવું રહ્યું

 

આ પણ  વાંચો-રાજકોટની આ સરકારી હોસ્પિટલે રૂપિયા 10 લાખની સર્જરી ફ્રીમાં કરીને ૧૭૭ બાળકોને શ્રવણ શકિતની ભેટ આપી છે

 

Tags :
Gujarat FirstNavratriNavratri 2023putting diamondsresidentsSuratSurat news
Next Article