ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

vadodara : ધસમસતા પૂરના પાણીમાં યુવાન જીવ જોખમમાં નાખી કરતબ કરતો વીડિયો થયો વાયરલ

અહેવાલ -વિજય માલી.. વડોદરા કડાણા ડેમ તેમજ વણાંકબોરી ડેમ માંથી છોડવામાં આવેલા લાખો ક્યુસેક પાણીથી મહીસાગર નદી બંને કાંઠે વહી રહી છે. અનેક ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. ત્યારે અનેક પરિવારોને બેઘર થવાનો વારો આવ્યો છે. આવી આફ્તની સ્થિતિમાં પણ...
08:15 PM Sep 18, 2023 IST | Hiren Dave
અહેવાલ -વિજય માલી.. વડોદરા કડાણા ડેમ તેમજ વણાંકબોરી ડેમ માંથી છોડવામાં આવેલા લાખો ક્યુસેક પાણીથી મહીસાગર નદી બંને કાંઠે વહી રહી છે. અનેક ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. ત્યારે અનેક પરિવારોને બેઘર થવાનો વારો આવ્યો છે. આવી આફ્તની સ્થિતિમાં પણ...

અહેવાલ -વિજય માલી.. વડોદરા

કડાણા ડેમ તેમજ વણાંકબોરી ડેમ માંથી છોડવામાં આવેલા લાખો ક્યુસેક પાણીથી મહીસાગર નદી બંને કાંઠે વહી રહી છે. અનેક ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. ત્યારે અનેક પરિવારોને બેઘર થવાનો વારો આવ્યો છે. આવી આફ્તની સ્થિતિમાં પણ અવસર શોધી કાઢતા કેટલાક તત્વો પોતાનો જીવ જોખમમાં નાખીને વહેતા પાણીમાં કરતબ કરી રહ્યા છે.

 

 

શહેર નજીક મહીસાગર કિનારે ફાજલપુર ગામ પાસે કેટલાક લોકો નદીમાં વહેતા પાણીને જોવા એકઠા થયા હતા ત્યારે એક સ્ટંટ કરતા તરવૈયાએ બ્રિજ પરથી મહીસાગર નદીમાં છલાંગ લગાવી હતી. જે બાદ પાણીમાં તણાઈને કિનારે પહોંચ્યો હતો.

https://www.gujaratfirst.com/wp-content/uploads/2023/09/VID-20230918-WA0077.mp4

 

આ વીડિયો હાલ સોશ્યલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. એક તરફ તંત્ર તમામ નાગરિકોને સુરક્ષિત રાખવા રાત દિવસ એક કરી રહ્યું છે ત્યારે આવા સ્ટંટ કરતા તરવૈયાઓ જાણીને પોતાનો જીવ જોખમમાં નાખી રહ્યા છે. જો કોઈ અકસ્માત થાય તો અંતે તંત્રને જવાબદાર ઠેરવીને આરોપ મઢવામાં આવે છે.

આ  પણ  વાંચો -બોરડીયાલાના ગ્રામજનોની મહેનત ભારે વરસાદમાં ધોવાઇ ગઇ..! વાંચો, અહેવાલ

 

Tags :
ActingfloodVadodaraviral video
Next Article