ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

VADODARA : 11 માસથી અપહ્યત સગીરા સુરતથી મળી આવી

VADODARA : વડોદરા શહેરના એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનિટ (ANTI HUMAN TRAFFICKING UNIT) ને મોટી સફળતા સાંપડી છે. વર્ષ 2023 માં વાડી પોલીસ મથક (VADI POLICE STATION) માં અપહરણનો ગુનો નોંધાયો હતો. જેમાં છેલ્લા 11 મહિનાથી નાસતા-ભાગતા આરોપીને સુરતથી પકડી પાડવામાં...
12:50 PM Mar 29, 2024 IST | PARTH PANDYA
VADODARA : વડોદરા શહેરના એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનિટ (ANTI HUMAN TRAFFICKING UNIT) ને મોટી સફળતા સાંપડી છે. વર્ષ 2023 માં વાડી પોલીસ મથક (VADI POLICE STATION) માં અપહરણનો ગુનો નોંધાયો હતો. જેમાં છેલ્લા 11 મહિનાથી નાસતા-ભાગતા આરોપીને સુરતથી પકડી પાડવામાં...
આરોપી - વિજય જીતુભાઇ સોલંકી

VADODARA : વડોદરા શહેરના એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનિટ (ANTI HUMAN TRAFFICKING UNIT) ને મોટી સફળતા સાંપડી છે. વર્ષ 2023 માં વાડી પોલીસ મથક (VADI POLICE STATION) માં અપહરણનો ગુનો નોંધાયો હતો. જેમાં છેલ્લા 11 મહિનાથી નાસતા-ભાગતા આરોપીને સુરતથી પકડી પાડવામાં આવ્યો છે. સાથે જ આરોપી દ્વારા અપહ્યત સગીરાનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. બંનેને વડોદરા લાવી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

વર્ષ 2023 માં અપહરણનો ગુનો નોંધવામાં આવ્યો હતો

વડોદરા શહેર એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનિટ દ્વારા બાળક શ્રમિકોને ઉગારવા સાથે અપહરણના કિસ્સાઓમાં ભોગબનનારને શોધી કાઢવા માટે અસરકારક કામગીરી કરવામાં આવતી હોય છે. વડોદરાના વાડી પોલીસ મથકમાં વર્ષ 2023 માં અપહરણનો ગુનો નોંધવામાં આવ્યો હતો. જે બાદ પોલીસ દ્વારા આરોપી અને અપહ્યત સગીરાની ભાળ મેળવવા માટે ચક્રોગતિમાન કર્યા હતા. દરમિયાન એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનિટની ટીમને ચોક્કસ બાતમી મળી હતી.

બંનેને વડોદરા લાવીને વધુ તપાસ માટે વાડી પોલીસને સોંપ્યા

બાતમી અનુસાર, વાડી પોલીસ મથકમાં નોંધાયેલા ગુનામાં અપહ્યત સગીરા અને આરોપી હાલ સુરતમાં રહે છે. અને હીરાના કારખાનામાં કામ કરે છે. બાતમીના આધારે એક ટીમ સુરત પહોંચી હતી. અને બાતમીથી મળતી જગ્યા શોધી કાઢી આરોપી અને ભોગબનનાર અંગે વોચ ગોઠવવામાં આવી હતી. જેમાં એટીએસચુ યુનિટને સફળતા સાંપડી છે. ટીમે આરોપી વિજય જીતુભાઇ સોલંકી (રહે. ભોળાનગર સોસાયટી, વરાછા, સુરત) (મુળ રહે. સામતેર ગામ, ઉના-ગીર સોમનાથ) ની ધરપકડ કરી છે. સાથે જ અપહ્યત 16 વર્ષિય સગીરાને રેસ્ક્યૂ કરવામાં આવી હતી. એટીએચયુની ટીમ દ્વારા બંનેને વડોદરા લાવીને વધુ તપાસ માટે વાડી પોલીસને સોંપ્યા છે. જે બાદ પોલીસે આરોપીના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી હોવાનું પોલીસ સુત્રો જણાવી રહ્યા છે.

કામગીરીની ચોતરફથી સરાહના કરવામાં આવી

અત્રે નોંધનીય છે કે, વડોદરામાં એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનિટ દ્વારા તાજેતરમાં અનેક દુકાનો, રેસ્ટોરેન્ટ્સમાંથી કામ કરતા બાળ શ્રમિકોને મુક્ત કરાવ્યા હતા. જેને લઇને બાળકોને ભણતર તરફ વાળવાની જગ્યાએ શ્રમિક બનાવવા તરફ વાળવારાઓમાં ફફડાટ પેંસી જવા પામ્યો છે. આ સાથે હાલમાં અપહ્યત સગીરાને 11 માસ બાદ સુરતથી શોધી કાઢવાની કામગીરીની ચોતરફથી સરાહના કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો --VADODARA : પ્રેમીકાની છેડતીની આશંકાએ યુવકે માર્યા હથોડીના ઘા

Tags :
11afterAGEantifindFROMgirlHumanmonthsSurattraffickingunderUnitVadodara
Next Article