Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : માતાએ યુવકને પકડી રાખ્યો, પુત્રએ બેરહેમીપૂર્વક ઝીંક્યા ચપ્પુના ઘા

VADODARA : વડોદરાના અટલાદરા (VADODARA - ATLADRA) માં અગાઉની અદાવતે ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં માતાએ યુવકને પકડી રાખ્યો હતો. અને પુત્રએ બેરહેમીપૂર્વક ઘા ઝીંક્યા હોવાનું સામે આવ્યું હતું. સમગ્ર મામલે માતા...
vadodara   માતાએ યુવકને પકડી રાખ્યો  પુત્રએ બેરહેમીપૂર્વક ઝીંક્યા ચપ્પુના ઘા
Advertisement

VADODARA : વડોદરાના અટલાદરા (VADODARA - ATLADRA) માં અગાઉની અદાવતે ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં માતાએ યુવકને પકડી રાખ્યો હતો. અને પુત્રએ બેરહેમીપૂર્વક ઘા ઝીંક્યા હોવાનું સામે આવ્યું હતું. સમગ્ર મામલે માતા પુત્ર સહિત ત્રણ લોકો સામે અટલાદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે. જે બાદ પોલીસે સમગ્ર મામલે વધુ કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

હોળી વખતે બાઇક અને કારનો એક્સીડન્ટ થયો

અટલાદરા પોલીસ મથક (ATLADRA POLICE STATION) માં શર્મિષ્ઠાબેન મહેન્દ્રભાઇ ઠાકોર (રહે. ચાણક્ય નગરી વુડાના મકાન, અટલાદરા) એ નોંધાવેલી ફરિયાદ અનુસાર, 9 મે ના રોજ ભાઇ પવન અને માતા રેણુકાબેન જમી પરવારીને રાત્રીના સાડા નવ વાગ્યે નીચે આવ્યા હતા. જે બાદ તેઓ તેમના ભાઇ પવન જોડે વુડાના મકાનમાં ગરબા ચાલતા હોવાથી ત્યાં જોવા માટે ગયા હતા. ત્યાં પ્રકાશ અને અજયે પવન પાસે આવીને જણાવ્યું કે, હોળી વખતે બાઇક અને કારનો એક્સીડન્ટ થયો હતો. તેનું ઉપરાણું લઇને મોટા પપ્પાના દિકરાઓએ ઝઘડો કર્યો હતો. અને કહ્યું કે, તું અહિંયાનો દાદા થઇ ગયો છે. તારી દાદાગીરી વધતી જાય છે. તારા જેટલા માણસો હોય તેટલા બોલાવી લે આજે તને છોડીશું નહિ.

Advertisement

અમે ઘરે જતા રહીએ છીએ

તેવામાં અજયની માતા હંસાબેન રોહિત આવી ગયા હતા. અને પવનને ગાલ પર લાફો મારી દીધો હતો. સાથે બોલાચાલી કરીને ઝઘડો કર્યો હતો. તેવામાં મોટા પપ્પાના દિકરા પાર્થ અને હાર્દિક પણ આવી ગયા હતા. અને પ્રકાશનું લગ્ન હોવાથી આપણે ઝઘડો કરવો નથી, તેમ કહી વાત વાળી લેવાનો પ્રયાસ કર્યો હતો. અમે ઘરે જતા રહીએ છીએ, કહીને પાર્થ અને હાર્દિક ઘરે જતા રહ્યા હતા. અને શર્મિષ્ઠાબેન અને તેમને ભાઇ ઘરે જતા હતા.

Advertisement

પરિજનો દોડી આવ્યા

તેવામાં પાછળથી પ્રકાશ અને તેનો ભાઇ અજય દોડી આવ્યા હતા. અને પ્રકાશની માતાએ પવનને પકડી રાખ્યો હતો. અને અજયે તેના હાથમાં રાખેલ ચપ્પુ વડે ઘા માર્યા હતા. માથાના ભાગે ઉપરા-છાપરી ઘા વાગવાના કારણે તે ત્યાં જ બેભાન થઇ ગયો હતો. જે બાદ તેઓ નાસી છુટ્યા હતા. ઘટનામાં બુમાબુમ થતા પરિજનો દોડી આવ્યા હતા. 108 એમ્બ્યુલન્સ મારફતે ગંભીર ઇજાગ્રસ્ત હાલતમાં પવનને હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના હાજર તબિબો દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.

ત્રણ સામે ફરિયાદ

આખરે સમગ્ર મામલે અટલાદરા પોલીસ મથકમાં અજય સોમાભાઇ રોહીત, પ્રકાશભાઇ સોમાભાઇ રોહિત અને હંસાબેન સોમાભાઇ રોહિત (ત્રણેય રહે. ચાણક્ય નગરી, વુડાના મકાન, અટલાદરા) સામે ફરિયાદ નોંધવામાં આવી છે. જે બાદ પોલીસે સમગ્ર મામલે વધુ કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ પણ વાંચો -- Jetpur: બોખલા દરવાજા પાસે મોબાઈલની શોપનો સ્લેબ ધરાશાયી, એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત

Tags :
Advertisement

.

×