ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

VADODARA : 17 વર્ષ પછી મતદારોએ કર્યું સત્તા "પરિવર્તન"

VADODARA : વડોદરામાં ગતરોજ બરોડા કેમિસ્ટ એસોસિએશન (BARODA CHEMIST ASSOCIATION) ની ચૂંટણી યોજાઇ હતી. જેમાં પરિવર્તન પેનલના મનીષ પટેલનો વિજય થયો છે. અગાઉ 17 વર્ષ સુધી પ્રગતિ પેનલ દ્વારા એકહથ્થુ સાશન ચલાવવામાં આવતું હતું. જેને મતદારોએ અંત આણ્યો છે. પરિવર્તન...
11:19 AM May 10, 2024 IST | PARTH PANDYA
VADODARA : વડોદરામાં ગતરોજ બરોડા કેમિસ્ટ એસોસિએશન (BARODA CHEMIST ASSOCIATION) ની ચૂંટણી યોજાઇ હતી. જેમાં પરિવર્તન પેનલના મનીષ પટેલનો વિજય થયો છે. અગાઉ 17 વર્ષ સુધી પ્રગતિ પેનલ દ્વારા એકહથ્થુ સાશન ચલાવવામાં આવતું હતું. જેને મતદારોએ અંત આણ્યો છે. પરિવર્તન...

VADODARA : વડોદરામાં ગતરોજ બરોડા કેમિસ્ટ એસોસિએશન (BARODA CHEMIST ASSOCIATION) ની ચૂંટણી યોજાઇ હતી. જેમાં પરિવર્તન પેનલના મનીષ પટેલનો વિજય થયો છે. અગાઉ 17 વર્ષ સુધી પ્રગતિ પેનલ દ્વારા એકહથ્થુ સાશન ચલાવવામાં આવતું હતું. જેને મતદારોએ અંત આણ્યો છે. પરિવર્તન પેનલનું નિશાન ઉગતો સુર્ય હતું. જીત બાદ બરોડા કેમિસ્ટ એસો.માં નવા સુર્યનો ઉદય થયો હોય તેવી સ્થિતી સર્જાઇ છે. પરિવર્તન પેનલને ગુજરાત રાજ્ય ફાર્મસી કાઉન્સિલના સભ્ય હસમુખ વાઘેલાનું સમર્થન પ્રાપ્ત હતું. જે ફળદાયી નિવડ્યું હોવાનું મનાઇ રહ્યું છે.

રેમડેસીવીર ઇન્જેક્શનની કાળા બજારી

વડોદરામાં ગતરોજ બરોડા કેમિસ્ટ એસોસિએશનની ચૂંટણી યોજાઇ હતી. આ ચૂંટણીમાં પ્રગતિ પેનલ અને પરિવર્તન પેનલ આમને સામને હતા. સુત્રોના જણાવ્યા અનુસાર, પ્રગતિ પેનલનો છેલ્લા 17 વર્ષથી બરોડા કેમિસ્ટ એસોસિએશનની ચૂંટણીમાં દબદબો હતો. જેની સામે આ વખતે પરિવર્તન પેનલ દ્વારા કોરોના કાળમાં રેમડેસીવીર ઇન્જેક્શનની કાળા બજારી સહિતના મુદ્દે આક્રમક કેમ્પેઇન કરવામાં આવ્યું હતું. ચૂંટણી પહેલા પરિવર્તન પેનલને ગુજરાત રાજ્ય ફાર્મસી કાઉન્સિલના સભ્ય હસમુખ વાઘેલા દ્વારા સમર્થન પણ જાહેર કરવામાં આવ્યું હતું.

મોડી રાત્રે ચૂંટણીના પરિણામો જાહેર

ગતરોજ શહેરના બ્રહ્મભટ્ટ છાત્રાલય ખાતે બરોડા કેમિસ્ટ એસોસિએશનની ચૂંટણી માટે મતદાન યોજાયું હતું. જેમાં મતદારોએ 17 વર્ષ બાદ પરિવર્તન આણ્યું છે. 17 વર્ષથી જે પ્રગતિ પેનલનો દબદબો હતો તેનો અંત આવ્યો છે. અને પરિવર્તન પેનલના પ્રેસીડેન્ટ, વાઇસ પ્રેસીડેન્ટ, સેક્રેટરી તથધા ટ્રેઝરર સહિતની પોસ્ટ પર બમણાં મતોથી વિજય થયો છે. ગત મોડી રાત્રે ચૂંટણીના પરિણામો જાહેર થયા છે. વર્ષ 2024 થી 2027 સુધી પરિવર્તન પેનલ ચાર્જ સંભાળશે.

મહત્વના પદ પરિવર્તન પેનલના ફાળે

બરોડા કેમિસ્ટ એસોશિયેશનના પ્રમુખ પદે પરિવર્તન પેનલના મનીષ પટેલનો 618 મતે, ઉપ પ્રમુખ પદે રૂપેશભાઇ અગ્રવાલનો 593 મચે, સેક્રેટરી પદે ઉમેશભાઇ પટેલનો 583 મતે, અને ટ્રેઝરર પદે રોમિલ ખાનપરાનો 582 મતે વિજય થયો છે. નવું સુકાન તેમના આપેલા વાયદાઓ પર કેટલું ખરૂ ઉતરે છે, તે આવનાર સમય જ બતાવશે.

આ પણ વાંચો -- VADODARA : માતાએ યુવકને પકડી રાખ્યો, પુત્રએ બેરહેમીપૂર્વક ઝીંક્યા ચપ્પુના ઘા

Tags :
17administrationassociationBarodachangechemistpanalParivartanVadodaraWinyears
Next Article