ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

VADODARA : બાઇક ચાલકનું અકસ્માતમાં મોત, પોલીસની ગાડી શંકાના દાયરામાં

VADODARA : વડોદરા (VADODARA) ના આજવા નિમેટા રોડ પર ગતરોજ બાઇક ચાલકનું અકસ્માત (BIKE ACCIDENT) માં ગંભીર ઇજાઓ પહોંચતા મોત નિપજ્યું છે. આ ઘટના સમયે પાસેથી પસાર થતી પોલીસની ગાડી (POLICE VAN) શંકાના દાયરામાં હોવાનું ઘટના સમયે હાજર લોકોએ મૃતકના...
12:37 PM May 11, 2024 IST | PARTH PANDYA
VADODARA : વડોદરા (VADODARA) ના આજવા નિમેટા રોડ પર ગતરોજ બાઇક ચાલકનું અકસ્માત (BIKE ACCIDENT) માં ગંભીર ઇજાઓ પહોંચતા મોત નિપજ્યું છે. આ ઘટના સમયે પાસેથી પસાર થતી પોલીસની ગાડી (POLICE VAN) શંકાના દાયરામાં હોવાનું ઘટના સમયે હાજર લોકોએ મૃતકના...

VADODARA : વડોદરા (VADODARA) ના આજવા નિમેટા રોડ પર ગતરોજ બાઇક ચાલકનું અકસ્માત (BIKE ACCIDENT) માં ગંભીર ઇજાઓ પહોંચતા મોત નિપજ્યું છે. આ ઘટના સમયે પાસેથી પસાર થતી પોલીસની ગાડી (POLICE VAN) શંકાના દાયરામાં હોવાનું ઘટના સમયે હાજર લોકોએ મૃતકના મિત્રને જણાવ્યું છે. મિત્ર જણાવી રહ્યા છે કે, ભૂલ કોઇની પણ હોય માનવતા ખાતર ઉભુ રહેવું જોઇએ. હવે આ મામલે શું થાય છે તેના પર સૌ કોઇની નજર છે.

અજાણ્યા શખ્સે રીસીવ કર્યો

વડોદરા શહેર-જિલ્લામાં પોલીસ દ્વારા સડક સુરક્ષાને લઇને લોકજાગૃતિને લઇને અનેક પ્રયત્નો હાથ ધરવામાં આવે છે. પરંતુ અકસ્માતની ઘટનાઓ અટકવાનું નામ નથી લઇ રહી. તાજેતરમાં વડોદરાના આજવા નિમેટા રોડ પર બાઇક પર જતા યુવકનું અકસ્માતમાં ગંભીર ઇજાઓ પહોંચ્યા બાદ મોત નિપજ્યું છે. વાસ્તામાં હાજરી આપવા જવા માટે મોડું થતા મિત્રએ ફોન કર્યો હતો. જે અજાણ્યા શખ્સે રીસીવ કરીને અકસ્માત થયો હોવાની જાણ કરી હતી. આ ઘટનાની જાણ થતા જ મિત્રો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા. ત્યાં જઇને આસપાસના લોકો પાસેથી જાણ્યું કે, પોલીસની ગાડી હતી. ગાડીનું ટાયર ફાટી જતા બંને એકબીજાને અથડાયા છે.

સ્થિતી જોઇ જાણવાનો પ્રયત્ન કર્યો

મિત્ર જણાવે છે કે, અકસ્માત થનાર નિલેશ ડાહ્યાભાઇ પરમાર મારો મિત્ર હતો. તે સવારે અમારી સાથે વાસ્તાના કાર્યક્રમમાં હતો, તે થોડીક વાર માટે ઘરે ગયો હતો. તેનો ફોન બીજા વ્યક્તિએ ઉપાડ્યો હતો. અને તેણે કહ્યું કે, આ ભાઇનો એક્સીડન્ટ થયો છે. અને તેને 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ લઇ જવામાં આવી રહ્યો છે. જે બાદ હું ઘટના સ્થળે પહોંચ્યો હતો. ત્યાં એક તરફ તેની બાઇક પડી હતી. તેને વધારે ઇજાઓ પહોંચી હોવાના કારણે તેને સારવાર માટે લઇ ગયા હતા. ત્યાં બાઇકની સ્થિતી જોઇ જાણવાનો પ્રયત્ન કર્યો, શ્રમિકો હતા, અન્ય લોકો હાજર હતા, તેમને પુછતા જણાવ્યું કે, પોલીસની ગાડી હતી. ગાડીનું ટાયર ફાટી જતા બંને એકબીજાને અથડાયા છે. ભુલ કોઇની પણ હોય, તેમણે માણસાઇની દ્રષ્ટિએ ઉભુ રહેવું જોઇએ. અમે કપુરાઇ પોલીસ મથક જઇને આવ્યો તો ત્યાંથી કહ્યું કે, વર્ધી લખાઇ ગઇ છે.

બાઇક ચાલક ફંગોળાયો

આ ઘટનાના સીસીટીવી હાલ સામે આવ્યા છે. જેમાં પ્રાથમિક દ્રષ્ટિએ બાઇક એક કારની પાસે દેખાય છે. તેવામાં સામેથી પોલીસની ગાડી જેવી દેખાતી કાર આવે છે. અને બાઇક ચાલક ફંગોળાય છે. આ મામલે વધુ સ્પષ્ટતા પોલીસ તપાસ બાદ જ સામે આવી શકે તેમ છે. યુવકના મૃતદેહને એસએસજી હોસ્પિટલમાં લાવવામાં આવતા પરિજનો એકત્ર થયા હતા.

આ પણ વાંચો -- VADODARA : હવે તો ધોળે દહાડે ય વાહનો સલામત નથી

Tags :
AccidentbikecarLifelostmanoverpolicesuspicionVadodarayoung
Next Article