ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

VADODARA : પાણીની સમસ્યાને લઇ BJP ના મહિલા કોર્પોરેટર રડી પડ્યા

VADODARA : વડોદરા (VADODARA) ના વોર્ડ નં - 16 ના મહિલા કાઉન્સિલર સ્નેહલબેન પટેલ કોંગ્રેસનો ગઢ ગણાતી બેઠક પર ભાજપમાંથી ચૂંટાઇને આવ્યા છે. તાજેતરમાં તેમના વિસ્તારમાં પાણીની સમસ્યાને લઇને તેઓ પાલિકા (VMC) ની સભામાં બોલવા ઉભા થયા હતા. દરમિયાન મેયર...
08:31 AM Jun 16, 2024 IST | PARTH PANDYA
VADODARA : વડોદરા (VADODARA) ના વોર્ડ નં - 16 ના મહિલા કાઉન્સિલર સ્નેહલબેન પટેલ કોંગ્રેસનો ગઢ ગણાતી બેઠક પર ભાજપમાંથી ચૂંટાઇને આવ્યા છે. તાજેતરમાં તેમના વિસ્તારમાં પાણીની સમસ્યાને લઇને તેઓ પાલિકા (VMC) ની સભામાં બોલવા ઉભા થયા હતા. દરમિયાન મેયર...

VADODARA : વડોદરા (VADODARA) ના વોર્ડ નં - 16 ના મહિલા કાઉન્સિલર સ્નેહલબેન પટેલ કોંગ્રેસનો ગઢ ગણાતી બેઠક પર ભાજપમાંથી ચૂંટાઇને આવ્યા છે. તાજેતરમાં તેમના વિસ્તારમાં પાણીની સમસ્યાને લઇને તેઓ પાલિકા (VMC) ની સભામાં બોલવા ઉભા થયા હતા. દરમિયાન મેયર નિકળી ગયા હોવાથી તેઓ ભાવુક થઇ ગયા હતા. અને મીડિયા સમક્ષ તેમના વિસ્તારની સમસ્યા જણાવતા રડી પડ્યા હતા.

અધિકારી મેયરને ખોટા રિપોર્ટ આપે છે

વડોદરાના કોર્પોરેટર સ્નેહલબેન પટેલ જણાવે છે કે, મહિલા મેયર છે, મહિલાની વેદના મહિલાઓને જ ખબર હોય. પાણી ન આવતું હોય ત્યાં પરિસ્થિતી કેવી હોય. પાણી માટે મારી કાયમ રજુઆત હોય છે, છતાં પણ કોઇ ગંભીરતા લેતા નથી. 20 મિનિટથી પાણીનું સાંભળીને મેયર નિકળી ગયા છે. મારા નાગરિકો ખુબ તરસ્યા છે. અને દુખી છે. મારી મહિલાઓ સવારે 7 વાગ્યાથી મને ફોન કરે છે, પાણી નથી. અધિકારી મેયરને ખોટા રિપોર્ટ આપે છે, તો તેઓ ગંભીરતા કેમ નથી લેતા. તેના કારણે મારૂ કહેવું છે કે, આવું ન હોવું જોઇએ. મેયરને ખોટો રિપોર્ટ આપે, મેયર અમને ખોટો રિપોર્ટ આપે કે પાણી આવે છે. તેઓ જોવા આવે, અમે જગ્યા બતાવીશું. અને કઇ જગ્યાએ પાણી નથી જે બતાવીશું.

ફરી પ્રશ્ન ઉદ્ભવ્યો હોય

સમગ્ર ઘટનાને લઇને મેયર પિન્કીબેન સોનીએ મીડિયાને જણાવ્યું કે, રજુઆત સાંભળવા માટે જ સભાનું આયોજન કરવામાં આવતું હોય છે. દરેક સભાસદની રજૂઆત સાંભળવામાં આવતી હોય છે. તેમના દ્વારા સમસ્યાની જાણ મને કરતા અધિકારીઓ ત્યાં ગયા હતા. તેમણે ઘરે ઘરે જઇને રીવ્યું લીધા છે. બની શકે કે ફરી પ્રશ્ન ઉદ્ભવ્યો હોય. ફરી કામગીરી હાથમાં લેવામાં આવશે. પાલિકા રોડ, પાણી, અને ગટરના કામો વર્ષોથી કરતા આવ્યા છે, આ કામોને પ્રાધન્ય હોય જ. હું ક્યાંય ગઇ ન્હતી. તબિયતના કારણે બ્રેક લેવો પડ્યો હતો.

આ પણ વાંચો -- VADODARA : સાંસદ યુસુફ પઠાણ સામે લેન્ડ ગ્રેબિંગ હેઠળ કાર્યવાહી કરવા માંગ

Tags :
aboutapartBJPCorporatorCrisisfemaleissueraiseTearVadodarawater
Next Article