ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

VADODARA : લોકસભા બેઠક પર ડેમેજ કંટ્રોલને લઇ પ્રભારીએ કહ્યું "EVERYTHING IS CLEAR"

VADODARA : વડોદરા (VADODARA) માં ભાજપ (BJP) દ્વારા લોકસભા (LOKSABHA 2024) પદના ઉમેદવાર તરીકે ડો. હેમાંગ જોષીને ઉતાર્યા છે. આ બેઠક પર પ્રથમ વખત ટિકિટ સાંસદ રંજનબેન ભટ્ટને આપવામાં આવી હતી. તેમણે ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવતા ડો. હેમાંગ જોષીની પસંદગી...
05:30 PM Mar 31, 2024 IST | PARTH PANDYA
VADODARA : વડોદરા (VADODARA) માં ભાજપ (BJP) દ્વારા લોકસભા (LOKSABHA 2024) પદના ઉમેદવાર તરીકે ડો. હેમાંગ જોષીને ઉતાર્યા છે. આ બેઠક પર પ્રથમ વખત ટિકિટ સાંસદ રંજનબેન ભટ્ટને આપવામાં આવી હતી. તેમણે ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવતા ડો. હેમાંગ જોષીની પસંદગી...

VADODARA : વડોદરા (VADODARA) માં ભાજપ (BJP) દ્વારા લોકસભા (LOKSABHA 2024) પદના ઉમેદવાર તરીકે ડો. હેમાંગ જોષીને ઉતાર્યા છે. આ બેઠક પર પ્રથમ વખત ટિકિટ સાંસદ રંજનબેન ભટ્ટને આપવામાં આવી હતી. તેમણે ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવતા ડો. હેમાંગ જોષીની પસંદગી કરાઇ છે. તેમની પસંદગી બાદ પાર્ટીમાં એકલ-દોકલ વિરોધના સુર સામે આવ્યા હતા. જે બાદ આજે વડોદરાની મુલાકાતે આવેલા પ્રભારી ગોરધન ઝડફિયાએ ડેમેજ કંટ્રોલ અંગે કહ્યું કે, કોઇ અટકળ નથી, "NOTHING IS SUSPECIOUS, EVERYTHING IS CLEAR" (કંઈ પણ શંકાસ્પદ નથી, બધું સ્પષ્ટ છે)

મહત્વની બેઠક બાદ તેમને ચૂંટણી પ્રચાર જામશે

વડોદરામાં લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી યોજાવવા જઇ રહી છે. તેને લઇને ભાજપ દ્વારા લોકસભા બેઠક માટે ડો. હેમાંગ જોષી અને વાઘોડિયા વિધાનસભા બેઠક પરથી ધર્મેન્દ્રસિંહ વાઘેલાને ઉતાર્યા છે. ડો. હેમાંગ જોષી ભાજપની બીજી પસંદ છે. ભાજપની પહેલી પસંદગી હાલના સાંસદ રંજનબેન ભટ્ટ હતા. પરંતુ ટીકીટ મળ્યા બાદ તેમનો પ્રચંડ વિરોધ થતા તેમણે ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવી હતી. ડો. હેમાંગ જોષીનો શરૂઆતમાં વિરોધ હતો. જો કે, આજે લોકસભાની ચૂંટણી અંગે મળેલી મહત્વની બેઠક બાદ તેમને ચૂંટણી પ્રચાર જામશે. તો બીજી તરફ કોંગ્રેસ તેના ઉમેદવાર જ નક્કી નથી કરી શકી.

મતદાન સુધીની વ્યવસ્થા ટોટલ વ્યવસ્થાત્મક બેઠક

વડોદરાની મુલાકાતે આવેલા પ્રભારી ગોરધન ઝડફિયા જણાવે છે કે, આજે સવારથી વડોદરા લોકસભા વિસ્તારની વિધાનસભા સહ ચૂંટાયેલા અને સંગઠનના પ્રમુખ-મહામંત્રીની ચૂંટણી સંદર્ભે વ્યવસ્થાત્મક બેઠક રાખી છે. કામકાજી બેઠક છે, ગ્રામીણ બેઠકનું કામ થઇ ગયા બાદ શહેરની બેઠકો પરનું કામ હાથમાં લેવાયું છે. સંપર્ક વ્યવસ્થા, પ્રચાર-પ્રસાર, ચૂંટણી સંદર્ભના વિષયોને લઇને બેઠક યોજાઇ રહી છે. જિલ્લા પંચાયત સીટ સ્તરની બેઠકો ચાલુ છે. પાર્ટીના આગામી કાર્યક્રમો અત્યારથી શરૂ કરીને મતદાન સુધીની વ્યવસ્થા ટોટલ વ્યવસ્થાત્મક બેઠક છે. ડેમેજ કંટ્રોલના સવાલ અંગે જવાબ આપતા તેઓ કહે છે કે, કોઇ અટકળ નથી, "NOTHING IS SUSPECIOUS, EVERYTHING IS CLEAR" (કંઈ પણ શંકાસ્પદ નથી, બધું સ્પષ્ટ છે)

અસર ચૂંટણીના પરિણામોમાં જોવા મળશે

અત્રે નોંધનીય છે કે, ઉપરોક્ત નિવેદન બાદ ડો. હેમાંગ જોષીના એકલ-દોકલ વિરોધ તથા તેમના વિરૂદ્ધ ચાલતી અફવાહો અંત તરફ જતા જોવા મળી રહ્યા છે. જેની અસર ચૂંટણીના પરિણામોમાં ચોક્કસથી જોવા મળશે. સાથે જ વ્યવસ્થાત્મક બેઠક બાદ ભાજપનો ચૂંટણી પ્રચાર જોરશોરમાં જામશે. જ્યારે બીજી તરફ કોંગ્રેસ હજી સુધી ઉમેદવારોની પસંદગી નથી કરી શકી.

આ પણ વાંચો -- VADODARA : ભર બપોરે મહિલા કાર ચાલકે ટુ વ્હીલર પર જતા દંપતિને ફંગોળ્યા, એકનું મોત

Tags :
2024appointedBJPleaderLokSabhaMarathonMeetingpreparationspecialVadodaravisit
Next Article