ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

VADODARA : બેફામ હાંકતા કાર ચાલકે દંપતિને અડફેટે લીધા, મહિલાનું મોત

VADODARA : વડોદરા (VADODARA) માં રાત્રીના સમયે બેફામ કારે દંપતિને અડફેટે લીધા (CAR ACCIDENT) હતા. તે પૈકી મહિલાનું મોત નિપજ્યું છે. અને તેમના પતિ હાલ ખાનગી હોસ્પિટલના આઇસીયુમાં સારવાર હેઠળ છે. અકસ્માત બાદના સીસીટીવી સામે આવતા ચાલકે કાબુ ગુમાવતા કાર...
08:24 AM Jun 10, 2024 IST | PARTH PANDYA
VADODARA : વડોદરા (VADODARA) માં રાત્રીના સમયે બેફામ કારે દંપતિને અડફેટે લીધા (CAR ACCIDENT) હતા. તે પૈકી મહિલાનું મોત નિપજ્યું છે. અને તેમના પતિ હાલ ખાનગી હોસ્પિટલના આઇસીયુમાં સારવાર હેઠળ છે. અકસ્માત બાદના સીસીટીવી સામે આવતા ચાલકે કાબુ ગુમાવતા કાર...

VADODARA : વડોદરા (VADODARA) માં રાત્રીના સમયે બેફામ કારે દંપતિને અડફેટે લીધા (CAR ACCIDENT) હતા. તે પૈકી મહિલાનું મોત નિપજ્યું છે. અને તેમના પતિ હાલ ખાનગી હોસ્પિટલના આઇસીયુમાં સારવાર હેઠળ છે. અકસ્માત બાદના સીસીટીવી સામે આવતા ચાલકે કાબુ ગુમાવતા કાર પલ્ટીને હોસ્પિટલના આગળના ભાગ સુધી પહોંચી હોવાનું સામે આવ્યું છે. હાલ આ મામલે સમા પોલીસે ગુનો નોંધીને ફરાર કારચાલકની ધરપકડ કરવાના ચક્રોગતિમાન કર્યા છે.

તબિબોએ મૃત જાહેર કર્યા

સમા પોલીસ મથકમાં બીપીનભાઇ જેરામભાઇ પ્રજાપતિએ નોંધાવેલી ફરિયાદ, 9 જૂનના રોજ રાત્રે 11 કલાકે મિત્રનો ફોન આવ્યો હતો. અને કહ્યું કે, તાત્કાલીક પ્રીત પાર્ટી પ્લોટની બાજુમાં આવી જાઓ. તમારા સાળા વિપુલભાઇ અને તેમના પત્ની શિલ્પાબેનનું એક્સીડન્ટ થયું છે. બાદમાં તેઓ ત્યાં પહોંચ્યા હતા. ત્યાં જઇ જાણવા મળ્યું કે, એક સ્કોર્પીયો કાર આડી પડી છે. તેના ચાલકે અકસ્માત સર્જ્યો છે. વિપુલભાઇને ઇજાઓ પહોંચતા તેમને ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા છે. જ્યારે શિલ્પાબેનને એસએસજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા છે. ખાનગી હોસ્પિટલમાં સારવાર લેતા ઇજાગ્રસ્ત આઇસીયુમાં બેભાન હાલતમાં મળી આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. અન્ય ગંભીર ઇજાગ્રસ્ત શિલ્પાબેનને એસએસજી હોસ્પિટલમાં લઇ જવાતા ફરજ પરના હાજર તબિબોએ તેમને મૃત જાહેર કર્યા છે.

કાર પલ્ટીને દિવાલ કુદી

આ ઘટના બાદ અકસ્માતના ભયાનક સીસીટીવી સામે આવ્યા છે. જેમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે, સ્પોર્પીયો કાર રસ્તા પર એક તરફ રેલાતી આવે છે. અને એક તબક્કે ચાલક તેનો કાબુ ગુમાવતા કાર રસ્તા પર થોડાક સેકંડો માટે આડી થઇ જાય છે. અને ત્યાર બાદ કાર પલ્ટીને દિવાલ કુદી થાંભલો તોડીને હોસ્પિટલના આગળના ભાગમાં આડી પડી જાય છે. આ ઘટનામાં અડફેટે આવેલુ દંપતિ રાત્રે ચાલવા નિકળ્યું હોવાનું સુત્રોએ જણાવ્યું છે. ઘટના બાદ પોલીસે ફરાર ચાલકની શોધખોળ કરવાના ચક્રોગતિમાન કર્યા છે. તો બીજી તરફ આ ઘટનામાં મૃતકના મૃતદેહને વધુ કાર્યવાહી અર્થે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે.

આ પણ વાંચો -- VADODARA : શહેરમાં ગાજવીજ સાથે મેઘરાજાની એન્ટ્રી, 1 નું મોત

Tags :
AccidentanothercarcoupledriverLifelostononerunTreatmentunderVadodara
Next Article