ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

VADODARA : કાર ચાલકની ગફલત સાયકલ સવારને ભારે પડી

VADODARA : વડોદરા પાસે વડુ પોલીસ મથક (VADU POLICE STATION) વિસ્તારમાં સાયકલ પર ઘાસનો ભારો લઇને જઇ રહેલા આધેડને કારની ટક્કર લાગતા ફંગોળાયા હતા. આ ટક્કર એટલી જોરદાર હતી કે સાયકલ નજીકથી પસાર થતી નર્મદા કેનેલમાં જઇ પડી હતી. અને...
10:43 AM Apr 08, 2024 IST | PARTH PANDYA
VADODARA : વડોદરા પાસે વડુ પોલીસ મથક (VADU POLICE STATION) વિસ્તારમાં સાયકલ પર ઘાસનો ભારો લઇને જઇ રહેલા આધેડને કારની ટક્કર લાગતા ફંગોળાયા હતા. આ ટક્કર એટલી જોરદાર હતી કે સાયકલ નજીકથી પસાર થતી નર્મદા કેનેલમાં જઇ પડી હતી. અને...
Representative Image

VADODARA : વડોદરા પાસે વડુ પોલીસ મથક (VADU POLICE STATION) વિસ્તારમાં સાયકલ પર ઘાસનો ભારો લઇને જઇ રહેલા આધેડને કારની ટક્કર લાગતા ફંગોળાયા હતા. આ ટક્કર એટલી જોરદાર હતી કે સાયકલ નજીકથી પસાર થતી નર્મદા કેનેલમાં જઇ પડી હતી. અને સાયકલ સવારને ગંભીર ઇજાઓ પહોંચી હતી. સમગ્ર મામલે વડું પોલીસ મથકમાં કાર ચાલક સામે ફરિયાદ નોંધવામાં આવી છે. જે બાદ પોલીસે આરોપી સામે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

કાકી બિમાર હોવાથી તે ખબર કાઢવા ગયા

વડુ પોલીસ મથકમાં નરેશભાઇ અરવિંદભાઇ પરમાર (રહે. ગામેઠા, સરકારી ડેરી પાસે, પાદરા) એ નોંધાવેલી ફરિયાદ અનુસાર, 5 એપ્રિલે તેના સગા કાકી બિમાર હોવાથી તે ખબર કાઢવા ગયા હતા. દરમિયાન કુટુંબીજન સંજયભાઇ ઠાકોરભાઇ પરમારે જણાવ્યું કે, પપ્પા, અરવિંદભાઇ પુનમભાઇ પરમાર નો એક્સીડન્સ થયો છે. તેમને વડુ સરકારી દવાખાને લઇ જવામાં આવ્યા હતા. ત્યાંથી વધુ સારવાર અર્થે એસએસજી હોસ્પિટલ રીફર કરવામાં આવ્યા હતા.

સાયકલ નર્મદા કેનાલમાં જતી રહી

પિતાને જોતા તેમના માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હોવાનું ધ્યાને આવ્યુ્ હતું. પગના નળાના ભાગે ફ્રેક્ચર હોવાનું તબિબોએ જણાવ્યું હતું. જે બાદ પરિચીતથી જાણવા મળ્યું કે, તેમના પિતા માસર ગામની સીમ વાળા ખેતરમાંથી ઘાસ કાપીને ભરી સાયકલ પર બાંધી ગામેઠા ગામે ઘરે જઇ રહ્યા હતા. દરમિયાન સાડા અગિયાર વાગ્યે ગામેઠા ગામની સિમમાં નર્મદા કેનાલ રોડ પર ચિત્રાલ ગામ તરફથી આવતી એક અજાણી કાર ચાલકે સાયકલ જોડે અકસ્માત સર્જ્યો હતો. જેમાં સાયકલ સવાર ફંગોળાયા હતા. અને સાયકલ નર્મદા કેનાલમાં જતી રહી હતી. સાથે જ કારની આગળના ભાગે નુકશાન પહોંચ્યું હતું. પોલીસ તપાસમાં કાર ચાલકનું નામ અંકિત અનુરોધ ગુપ્તા (રહે. જય યોગેશ્વર ટાઉનશીપ, આજવા રોડ, વડોદરા) હોવાનું જાણવા મળ્યું હતું.

ઇજાગ્રસ્તનું ઓપરેશન કરવામાં આવ્યું

અકસ્માતમાં ઇજાગ્રસ્ત અરવિંદભાઇ પુનમભાઇ પરમારનું સારવાર દરમિયાન ઓપરેશન પણ કરવામાં આવ્યું છે. આખરે ઉપરોક્ત મામલે અંકિત અનુરોધ ગુપ્તા (રહે. જય યોગેશ્વર ટાઉનશીપ, આજવા રોડ, વડોદરા) સામે વડું પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે. જે બાદ પોલીસે આરોપી સામે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો -- Lok Sabha Election 2024 : નીતિશ કુમારના Viral Video ને લઈ તેજસ્વી યાદવે આપી પ્રતિક્રિયા

Tags :
admittedcarcollisioncycleHospitalInjuredonetoVadodarawith
Next Article