Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : છાણીના એકતાનગરમાં પાણીની સમસ્યા ઉકેલવા ભાજપ-કોંગ્રેસ અગ્રણી સામ-સામે આવ્યા

VADODARA : શહેરના છાણી વિસ્તારમાં આવેલા એકતાનગર (EKTANAGAR) માં લોકોની પાણીની સમસ્યા (WATER ISSUE) દુર કરવા માટે એક તબક્કે ભાજપ (BJP) અને કોંગ્રેસ (CONGRESS) ના અગ્રણીઓ સામસામે આવી ગયા હતા. સ્થળ પર પોલીસની હાજરીને પગલે માહોલ વધુ ગરમાયો હતો. આખરે...
vadodara   છાણીના એકતાનગરમાં પાણીની સમસ્યા ઉકેલવા ભાજપ કોંગ્રેસ અગ્રણી સામ સામે આવ્યા
Advertisement

VADODARA : શહેરના છાણી વિસ્તારમાં આવેલા એકતાનગર (EKTANAGAR) માં લોકોની પાણીની સમસ્યા (WATER ISSUE) દુર કરવા માટે એક તબક્કે ભાજપ (BJP) અને કોંગ્રેસ (CONGRESS) ના અગ્રણીઓ સામસામે આવી ગયા હતા. સ્થળ પર પોલીસની હાજરીને પગલે માહોલ વધુ ગરમાયો હતો. આખરે ભાજપના ચૂંટાયેલા કોર્પોરેટર દ્વારા પાલિકાની ટીમ સાથે કામગીરી શરૂ કરવામાં આવી છે. અને આ સમસ્યાનો ટુંકા સમયમાં ઉકેલ આવશે તેમ જણાવ્યું છે.

કોર્પોરેટર ભાણજીભાઇ પટેલે પાલિકાની ટીમને બોલાવી

વડોદરાના છાણી વિસ્તારમાં આવેલા એકતાનગરમાં પાણી નહિ આવતું હોવાની સમસ્યા કેટલાક ઘરોમાં હતી. જેનો ઉકેલ લાવવા માટે ભાજપ અને કોંગ્રેસના અગ્રણીઓને અલગ અલગ લોકો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. જે બાદ બંને અગ્રણીઓ સ્થળ પર પહોંચ્યા હતા. ભાજપના કોર્પોરેટર ભાણજીભાઇ પટેલે પાલિકાની ટીમને બોલાવીને કામગીરી શરૂ કરી હતી. જ્યારે કોંગી અગ્રણી દ્વારા તેમને રજુઆત કરતા અટકાવવા માટે પોલીસ બોલાવવામાં આવી હોવાનો આરોપ મુકવામાં આવ્યો હતો.

Advertisement

સવારે પોણા છ વાગ્યે અધિકારીઓ આવી ગયા

સ્થાનિક કાઉન્સિલર ભાણજીભાઇ પટેલ જણાવે છે કે, પરમદિવસે સ્થાનિક અગ્રણીઓએ સાંજે મને પાણી ઓછુ આવવાની ફરિયાદ કરી હતી. મેં તેમને એક દિવસ રોકાઇ જવા કહ્યું હતું. મારા ઓજી વિસ્તારમાં પાણીના લો પ્રેશરની સમસ્યા એક જ દિવસમાં દુર કરવામાં આવી હતી. લો પ્રેસરની સમસ્યા હતી. આજે સવારે પોણા છ વાગ્યે અધિકારીઓ આવી ગયા હતા. અને પ્રેશરની તપાસ કરી હતી. તે પહેલા કોંગ્રેસના મિત્રો આવ્યા છે. આજસુધી મારા વિસ્તારના તમામ પ્રશ્નોનું નિરાકરણ લાવ્યું છે. પાણી એક ફુટ પર આવે છે. ચાર-પાંચ ઘરમાં પાણી આવવાની સમસ્યા છે. જેના કામ માટે જેસીબી આવશે, અને સ્કાવર કરી ઉકેલ લાવી આપશે.

Advertisement

નિરાકરણ નહિ આવતા પાલિકાના અધિકારીઓને રજૂઆત કરવા જવાના હતા

કોંગી અગ્રણી નાનુભાઇ પટેલ જણાવે છે કે, એકતાનગરમાં રહેતા કેટલાય રહીશો છેલ્લા ત્રણ વર્ષથી પાણીની સમસ્યા સહન કરી રહ્યા છે. તે લોકોએ ઘણી જગ્યાએ રજૂઆત કરી હતી. પરંતુ તેનું નિરાકરણ નહિ આવતા પાલિકાના અધિકારીઓને રજૂઆત કરવા જવાના હતા. ગઇ કાલે કશ્યપભાઇને વાત કરી તો તેમણે કહ્યું કે આગળથી પાણી રોકવામાં આવ્યું છે. તમે તે કક્ષાએ રજૂઆત કરો. અમે સ્થાનિકો સાથે ભેગા થઇને પાલિકામાં રજૂઆત કરવા જતા હતા. દરમિયાન પોલીસ કાફલાને મોકલી હતી અને રજૂઆત કરવા રોકવામાં આવ્યા હતા. સ્થાનિકના જણાવ્યા અનુસાર ત્રણ વર્ષથી પાણીની સમસ્યા છે, જ્યારે કાઉન્સિલર કહે છે કે, મને ગઇ પરમદિવસે જાણ થઇ છે. અને આજે સોલ્યુશન લાવવાનો પ્રયત્ન કર્યો છે. તમે રાજકારણને બાજુમાં મુકીને કામ કરો. કાઉન્સિલનું કહેવું છે કે, તમે સ્થાનિક રહીશ નથી. અમને પ્રજાએ બોલાવતા અમે અહિંયા આવ્યા હતા.

આ પણ વાંચો --VADODARA : દિકરાની સારવાર માટે વિધવા પુત્રવધુએ સસરા પાસે મદદ માંગતા કહ્યું “સહયોગ આપ”

Tags :
Advertisement

.

×