Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : પોલીસ કમિશનરના નિવાસ સ્થાન નજીક સનસનાટીભરી લૂંટ

VADODARA : વડોદરા (VADODARA) પોલીસ કમિશનરના નિવાસ સ્થાન નજીક સનસનાટીભરી લૂંટ (LOOT) ની ઘટના સામે આવી છે. અલકાપુરીના કોનકોર્ડ બિલ્ડીંગ (Concorde Building - Vadodara) માં આવેલા બાબુભાઇ જ્વેલર્સના શોરૂમમાં મળસ્કે લૂંટારૂઓએ તરખાટ મચાવ્યો હતો. આ ઘટનામાં સિક્યોરીટી ગાર્ડે લૂંટારૂઓને પડકારવા...
vadodara   પોલીસ કમિશનરના નિવાસ સ્થાન નજીક સનસનાટીભરી લૂંટ
Advertisement

VADODARA : વડોદરા (VADODARA) પોલીસ કમિશનરના નિવાસ સ્થાન નજીક સનસનાટીભરી લૂંટ (LOOT) ની ઘટના સામે આવી છે. અલકાપુરીના કોનકોર્ડ બિલ્ડીંગ (Concorde Building - Vadodara) માં આવેલા બાબુભાઇ જ્વેલર્સના શોરૂમમાં મળસ્કે લૂંટારૂઓએ તરખાટ મચાવ્યો હતો. આ ઘટનામાં સિક્યોરીટી ગાર્ડે લૂંટારૂઓને પડકારવા જતા તેના પર સળિયા વડે હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

લૂંટારૂ ગેંગ ત્રાટકી

વડોદરાના અલકાપુરી વિસ્તારમાં જૂનું અને જાણીતું કોન્કોર્ડ બિલ્ડીંગ આવેલું છે. એક સમયે આ બિઝનેસ માટેનું મોટુ હબ ગણાતું હતું. કોન્કોર્ડ બિલ્ડીંગ ચાર રસ્તા બાદના ચાર રસ્તા પાસે પોલીસ કમિશનર, રેન્જ આઇજી, જિલ્લા કલેક્ટર સહિતના નિવાસ સ્થાન આવેલા છે. બુધવારે મળસ્કે કોન્કોર્ડ બિલ્ડીંગમાં આવેલા બાબુભાઇ જ્વેલર્સના શો-રૂમમાં લૂંટારૂ ગેંગ ત્રાટકી હતી.

Advertisement

કારમાં નાસી છુટ્યા

સુત્રોના જણાવ્યા અનુસાર, લૂંટારૂ ગેંગ દ્વારા બિલ્ડીંગમાં પ્રવેશીને સીસીટીવીની દિશા બદલી નાંખવામાં આવી હતી. ત્યાર બાદ શો રૂમના નકુચા કાપી, શટર તોડી અંદર પ્રવેશ મેળવ્યો હતો. આ લૂંટારૂઓ દ્વારા 18 કેરેટ ગોલ્ડના બ્રેસલેટ, પેન્ડન્ટ, અને 100 ગ્રામ સોનાના દાગીનાની લૂંટ કરી હતી. તેવામાં આ ઘટના સિક્યોરીટી ગાર્ડ રાજેન્દ્ર પાલના ધ્યાને આવતા તેણે લૂંટારૂઓને પડકાર્યા હતા. જો કે, સામે લૂંટારૂએ તેમને સળિયા વડે બેરહેમી પૂર્વક માર મારીને ઘાયલ કરી દીધા હતા. બાદમાં તેમણે શોર મચાવતા તમામ લૂંટારૂઓ કારમાં નાસી છુટ્યા હતા.

Advertisement

24 જેટલા ટાંકા આવ્યા

આ ઘટનામાં ગંભીર હાલતમાં ઘવાયેલા સિક્યોરીટી ગાર્ડને એસએસજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. જ્યાં તેઓને માથાના ભાગે 24 જેટલા ટાંકા આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ઘટના અંગે સયાજીગંજ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જેમાં હાલ તબક્કે કોઇ મોટી સફળતા મળી શકી નથી.

આ પણ વાંચો -- VADODARA : લોકોની સુરક્ષાને લઇ સઘન તપાસ, નોટીસ-સીલ મારવાનું જારી

Tags :
Advertisement

.

×