Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : સંસ્કારી નગરીના સ્મશાનોની દયનીય હાલત

VADODARA : સંસ્કારી નગરી વડોદરા (VADODARA) માં સ્મશાનો (CREMATORY) ની હાલત દયનીય હોવાનું સામે આવ્યું છે. શહેરના સૌથી મોટા ખાસવાડી સ્માશાનમાં હાલ રિનોવેશન કાર્ય ચાલી રહ્યું છે. જેને લઇને લોકોએ અન્યત્રે જવું પડે તેવી સ્થિતી છે. તેવામાં પાલિકા તંત્ર દ્વારા...
vadodara   સંસ્કારી નગરીના સ્મશાનોની દયનીય હાલત
Advertisement

VADODARA : સંસ્કારી નગરી વડોદરા (VADODARA) માં સ્મશાનો (CREMATORY) ની હાલત દયનીય હોવાનું સામે આવ્યું છે. શહેરના સૌથી મોટા ખાસવાડી સ્માશાનમાં હાલ રિનોવેશન કાર્ય ચાલી રહ્યું છે. જેને લઇને લોકોએ અન્યત્રે જવું પડે તેવી સ્થિતી છે. તેવામાં પાલિકા તંત્ર દ્વારા અન્ય સ્મશાનો સુવિધાઓથી સજ્જ કરવા જોઇએ, તેની સામે અહિંયા આવનાર લોકોને અલગ અલગ સમસ્યા નડતી હોવાનું સામે આવ્યું છે. જેને લઇને લોકોમાં છુપો રોષ જોવા મળી રહ્યો છે.

વેઈટીંગમાં લાગવું પડે

વડોદરાનું સૌથી મોટુ સ્મશાન ખાસવાડીનું હાલ કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન કાર્ય હાથ ધરવામાં આવી રહ્યું છે. જેને લઇને ત્યાં અંતિમ વિધી માટે આવતા મૃતદેહો અન્યત્રે લઇ જવા પડે તેવી સ્થિતી સર્જાઇ છે. ત્યારે આ સ્થિતીમાં અન્ય સ્મશાનોમાં તંત્ર દ્વારા સુવિધાઓ વધારવાની જગ્યાએ વિપરીત પરિસ્થિતી સામે આવી છે. શહેરના બહુચરાજી સ્મશાનમાં મૃતદેહોના અંતિમ સંસ્કાર માટે વેઈટીંગમાં લાગવું પડે છે તો નિઝામપુરા સ્મશાનમાં લાકડા, પાણી જેવી પાયાની સુવિધાઓનો ભારે અભાવ જોવા મળી રહ્યો છે.

Advertisement

Advertisement

પિતાનું દેહાંત થયું

બહુચરાજી સ્મશાનમાં મૃતદેહોને વેઇટીંગમાં રાખવા પડે તેવ સ્થિતી છે. જેની હકીકત અંગે મૃતકના સ્વજન રમેશભાઇ મોહનભાઇ સરગરા જણાવે છે કે, અમે એરપોર્ટ સર્કલથી આવ્યા છીએ. અમે પોણા બે કલાકથી વેઇટીંગમાં છીએ. હાલ કોરોનાના સમય જેવી સ્થિતી લાગી રહી છે. મારા પિતાનું દેહાંત થયું છે. આ પરિસ્થીતી યોગ્ય તો નથી. છતાં અમે વેઈટીંગમાં ઉભા છીએ. અમે 12 વાગ્યાના આવ્યા છીએ. હાલ અઢી કલાકથી કતારમાં છીએ.

લાકડા મંગાવવા પડે તેવી સ્થિતી

જ્યારે નિઝામપુરા સ્મશાન ગૃહની સ્થિતી અંગે જાગૃત નાગરિકે જણાવ્યું કે, અહિંયા લોકોને સુવિધા નથી મળતી. અહિંયા લાકડાનું બરાબર કટીંગ થયું નથી. તેવામાં લોકોએ જાતે જ લાકડા મંગાવવા પડે તેવી સ્થિતી સર્જાઇ છે. હાલ ગેસની ચિતા પણ બંધ સ્થિતીમાં છે. અહિંયા પીવાના પાણીની પણ સમસ્યા સામે આવી છે. આ અસુવિધાઓ તાત્કાલિક ધોરણે દુર કરવી જોઇએ.

આ પણ વાંચો -- VADODARA : લોકોની સુવિધા સાચવવાના પ્રયાસે મુશ્કેલી સર્જી

Tags :
Advertisement

.

×